કળયુગમાં છોકરીઓ આવું આવું કરશે, જાણીને હચમચી જશો
ધરતી પર જ્યારે પણ પાપ વધવા લાગે છે અને ધર્મની હાની થાય છે. ત્યારે ત્યારે ખુદ ભગવાન આ ધરતી અવતરી દુષ્ટોનો નાશ કરશે. શાસ્ત્રો અનુસાર યુગના કુલ ચાર પ્રકાર છે. જેમાં પહેલો યુગ હતો સતયુગ. જે સચ્ચાઈ અને અચ્છાઈનું પ્રતિક છે. પરંતુ જેમ જેમ પાપ વધતાં ગયા તેમ તેમ કલિયુગ આવતો ગયો. આ કળિયુગને બાકીના ત્રણ યુગો કરતાં નિષ્ઠુર માનવમાં આવી રહ્યો છે. જ્યારે પાપ ડબડ વધી જશે ને દરેક ઇન્સાન એકબીજાનો દુશ્મન બની જશે. ત્યારે કલિયુગ આવી ગયો ગણાશે. બાકી બધા જ યુગ જેટલો જ સમય કળિયુગનો હશે ને એકવાર ફરી ભગવાન આ પૃથ્વી પર અવતરી કળિયુગનો વધ કરશે.

શ્રી ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે ભગવાન વિષ્ણુએ ક્યારેક પરશુરામ, તો ક્યારેક વામન તો ક્યારેક શ્રી રામનો અવતાર લઈને સમયે સમયે પાપનો અંત કર્યો છે. એવામાં જ્યારે પાપ, અનૈતિક્તા, લોભ,અધર્મ, પોતાનીચરમ સીમાને પાર કરી લેશે ત્યારે ત્યારે ફરીથી ભગવાન વિષ્ણુ કલકી અવતાર ધારણ કરીને કળિયુગનો અંત કરશે. તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુએ સતયુગથી લઈને અત્યાર સુધીમાં પાપનો સંહાર કરવા માટે ઘણા અવતાર લીધા છે અને કળિયુગમાં કલકી અવતાર લેશે. દરેક વ્યક્તિ આ યુગનો અંત જોવા માટે કલકી અવતારની રાહ જોઈને બેઠા છે.
શાસ્ત્રો અને પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરીને કળિયુગનો અંત કરશે અને નવા યુગની શરૂઆત કરશે. એટલા માટે શ્રાવણ માસની પાચમના દિવસે ભગવાન કલ્કી અવાતર ધારણ કરશે. અને શ્રાવણ પંચમીને કલ્કી જયંતી ના નામથી ઉજવવામાં આવશે. પુરાણોમાં 5000 વર્ષ પહેલા જ લખાઈ ગયું છે કે, ભગવાન ક્લ્કી મુરાદાબાદ જિલ્લાના સંભલ નામના સ્થાને વિષ્ણુયશા નામના બ્રાંહણના ઘરે જન્મ લેશે. અને એક ધોડા પર સવાર થઈને દુષ્ટોનો નાશ કરશે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગીતાના 12 માં સ્કંધના 24 માં શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે,જ્યારે ગુરુ, શુક્ર અને ચંદ્રમા એક નક્ષત્રમાં હશે અને પુષ્ય નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન ક્લ્કીનો જન્મ થશે. એટલે કે ભગવાન વિષ્ણુના દસમા અવતારનો જન્મ થશે. શાસ્ત્રો અનુસાર કળિયુગની અવધી 32 હજાર વર્ષની છે , અને હજી કલયુગને થયા છે 5119 વર્ષ એટલે કે કળિયુગનો અંત ખૂબ જ દૂર છે.

સતયુગને એક સમય સ્વર્ગ કહેવામા આવતું હતું. પરંતુ આ યુગ પછી ઇન્સાન ધીરે ધીરે પતન તરફ વળતાં ગયા. આજે સમય એટલો બધો વીતી ગયો કે ખુદ ઇન્સાન ઇન્સાનનો જ દુશ્મન બની ગયો. લાલચ અને ક્રોધે ઇન્સાનને સ્વાર્થી બનાવી દીધો છે. પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી આ સંસારમાં જન્મ લેશે। ત્યારે ઇન્સાનની બુદ્ધિ પાછી આવી જશે. આ બધુ એકદમ સત્ય જ પડશે. કેમકે હાલ જે બની રહ્યું છે તે શાસ્ત્રોના ગ્રંથોમાં જે લખ્યું છે તેવું જ બની રહ્યું છે.

હિન્દુધર્મ ના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી એવી વાત લખેલી છે. જેને ભગવાન વિષ્ણુ એ બતાવી હતી. ભગવાન વિષ્ણુ સંસાર ચલાવનારા આ દુનિયાના રક્ષક છે. જેને ચલાવવાની જવાબદારી ભગવાન શંકરે તેને આપી છે. વિષ્ણુજીએ ગીતાના અમુક હિસ્સામાં બતાવ્યું છે કે કળિયુગની શરૂઆત કેવી રીતે થશે અને કેવી રીતે થશે દુનિયાનો અંત? મહિલાઓમાં જ્યારે આ બદલાવો આવશે ત્યારે થાશે અંત, એવું માનવામાં આવે છે કે દુનિયાનો અંત મહિલાઓના લીધે જ થશે.
જે દિવસે એક દીકરાએ પોતાના પિતાની ઉપર હાથ ઉઠાવી દીધો ત્યારથી સમજી લેવાનું કે કળિયુગ પોતાની ચરમસીમા પર છે. દરેક ઘરોમાં કલેશ થાશે ને હલી મળી ને કોઈ નહિ રહે ને લોકો પોતાના જ ઘરોમાં પોતાનાઓ ને જ મારશે.
કળિયુગ માં લગ્ન માત્ર એક સમજોતો બનીને રહેશે. પતિ-પત્ની એકબીજાની ઈજ્જત કરવાનું ભૂલી જાશે. લગ્ન જેવા પવિત્ર બંધનો પણ અપિવત્ર બની જાશે.

કળિયુગમાં ન તો કોઈ કાનૂન હશે ન તો કોઈ વ્યવસ્થા કોઈ કોઈથી નહિ ડરે, દરેક કોઈ પોત પોતાનું ધાર્યું કરશે. જયારે આવુંથાશે ત્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર પહોંચશે. દેશમાં ચારે બાજુ અકાલ અને ભૂખમરો ફેલાવા લાગશે. લોકો તરસ અને ભૂખને લીધે મરવા લાગશે અને જ્યારે આવું થાશે ત્યારે હદ થઇ જાશે.

વિષ્ણુજીએ કહ્યું હતું કે, જયારે 7 વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જાજો કે હવે ઘોર કળિયુગ આવી ગયું છે. તેના અમુક સમય પછી આ યુગનો અંત આવી શકે છે.
ભગવાન વિષ્ણુ એ કહ્યું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના માથાના વાળ દ્વારા થાશે. જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, કળિયુગમાં આજ મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે. વિષ્ણુજી એ જણાવ્યું કે, જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક પોતાના પ્રાકૃતિક રંગ ને રંગવાનું શરૂ કરી દેશે, કળિયુગમાં કોઈપણ વાળ કાળા અને લાંબા નહિ દેખાઈ શકે.

કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે, તેનું પોતાના ઘરમાં શોષણ કરવામા આવશે. પોતાના જ ઘરના લોકો તેની સાથે વૈભિચાર કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહિ હોય.