
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે જેને લીધે આપણે દેશ અને દુનિયાની ખબરો ખુબ જ આસાનીથી જાણી શકીયે છીએ. હાલના દિવસોમાં આપણને ઘણી એવી ખબરો જાણવા મળે છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. એ તો આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં અજીબ લોકોની બિલકુલ પણ ખોટ નથી અને જો વ્યક્તિ જ અજીબ હશે તો તેના કારનામા પણ અજીબ જ હશે. આજે અમે તમારા માટે એવો જ અજીબ કિસ્સો લઈને આવ્યા છીએ જેને જાણીને તમે પણ વિચારવા પર મજબુર બની જાશો.
જેવું કે આપણે બધા જાણીએ છીએ કે કપડા ખરીદવા અને પહેરવા આપણા જીવનની મૂળભૂત આવશ્યકતા છે અને કપડા ખરીદવા માટે જયારે પણ બજાર જઈએ છીએ ત્યારે આપણને કપડાની અનેક દુકાનો જોવા મળતી હોય છે. પણ આપણે તે જ દુકાનમાં જઈએ છીએ જેનું ડિસ્પ્લે સુંદર હોય, માટે મોટાભાગના દુકાનદાર પોતાના દુકાનની બહાર સારામાં સારી ડ્રેસ લગાવે છે જેથી ગ્રાહક તેની દુકાન તરફ આકર્ષિત થાય અને તેની વહેંચણી સારી રીતે થાય અને એ પણ કહેવામાં આવે છે કે, “जो दीखता है वही बिकता है”|

પણ આજે અમે તમને એક એવી દુકાન વિશે જણાવીશું જે 6 વર્ષ પહેલાની કપડાની દુકાન છે પણ આ દુકાનની ખાસ વાત એ છે કે આ દુકાનનું ડિસપ્લે અન્ય દુકાનોથી બિલકુલ જ અલગ છે જ્યાં દુકાનોમાં દુકાનની બહાર સારામાં સારી ડ્રેસ લાગેલી હોય છે જયારે આ દુકાનની બહાર એકદમ ફાટેલા અને જુના કપડા લાગેલા છે. પણ આ દુકાનની હકીકત કઈક બીજી જ છે. આજે અમે તમને તે જ હકીકત વિશે જણાવીશું.
આ દુકાન મધ્યપ્રદેશના જિલ્લા બાલાઘાટના વારાસિવની તાલુકામાં સ્થિત છે જેનું નામ છે ‘मानीबाई गोलछा साड़ी & रेडीमेड’ આ દુકાનની સામે જોઈને લાગે છે કે આ દુકાનનો દુકાનદાર આળસુ હશે જેને લીધે તેના દુકાનની આવી હાલત છે.

જણાવી દઈએ કે આ દુકાનદારનું નામ ‘પિયુષ ગોલછા’ છે જે જૈન ધર્મ ધરાવે છે અને આ ભાઈ પાકા પૂજારી છે. પિયુષ રોજ સવારે ઉઠીને પૂજા કરવા માટે જાય છે અને પૂજા કર્યા પછી પોતાની દુકાનને સવારે 8.00 વાગે ખોલે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ દુકાનમાં મળતું શું હશે, તો આજે અમે તમને આ દુકાનની હકીકત જણાવીશું. આ દુકાને જે પણ લોકો આવે છે તેઓ એટલા હશે છે કે ઘણીવાર તેઓ પાગલ જેવા પણ બની જાતા હોય છે. પણ જયારે દુકાનની અંદર પ્રવેશ કરે છે તો તેઓનું આ હાસ્ય ગંભીર ચહેરામાં ફેરવાઈ જાય છે. કેમ કે આ દુકાન જેવી બહારથી ગંદી દેખાય છે એટલી જ અંદરથી સુંદર છે અને અહીં બધી જ વસ્તુ મળે છે.

દુકાનદાર પિયુષ ગોલછાએ વર્ષ 2008માં 12મા ધોરણમાં સ્કૂલમાં ટોપ કર્યું અને એ પછી તેઓએ બીકોમ અને એમકોમનો અભ્યાસ કર્યો. એ પછી તેઓ સીએ કરવા માટે રાયપુર ચાલ્યા ગયા. દરમ્યાન તેમના પિતાની તબિયત બગડી. તેમની પહેલાથી જ એક દુકાન છે એને તેઓ ઇચ્છતા હતા કે તેમની દીકરો પણ એક દુકાન ખોલે, અને આખરે પીયૂષે દુકાન ખોલી જ લીધી.

આખા માર્કેટમાં કપડાની 80-90 દુકાનો છે. પણ દરેક જગ્યાએ બધું જ નથી મળતું કેમ કે મોટા ભાગે દુકાનદાર પોતાના વધુમાં વધુ પૈસા દુકાનની સાજ સજાવટમાં લગાવી દેતા હોય છે. પણ પિયુષ આ બધા કરતા અલગ છે અને તે આવા બધી સજાવટમાં બિલકુલ પણ પૈસા બરબાદ નથી કરતો, અને તેની આ દુકાન અન્ય દુકાનો કરતા અનેક ગણી આગળ છે. આ દુકાનમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક પ્રસંગોએ પહરી શકાય એવા કપડાઓ મળે છે આ ઉપરાંત નેપીથી માંડીને કફન પણ મળી જાય છે.

પીયૂષે જણાવ્યું કે તેની આ દુકાનમાં 110 નંબરનું અંડરવેયર પણ મળી જાય છે જે અન્ય દુકાનોમાં નથી મળતું. તેની દુકાનમાં 1000માં ચાર સાડી અને 10000માં એક સાડી પણ મળી જાય છે. પીયૂષે આ દુકાનથી ખુબ જ દામ અને નામ બંને કમાયું છે અને તેની સાથે જ પીયૂષે “जो दीखता है वही बिकता है” વાક્યને પણ પલટાવી નાખ્યું છે. કેમ કે પીયૂષના અનુસાર, “अब वो बिकता है जो भाईसाब बेचते हैं”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks