જાણવા જેવું જ્યોતિષ શાસ્ત્ર

આ દિશામાં ક્યારેય ન લગાવો તુલસીનો છોડ, નહીં તો હંમેશા રહેશે પૈસાની ખામી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી-દેવતાઓની જેમ તુલસીની પૂજા પણ ખુબ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય દેવપ્રબોધિની એકાદશીના દિવસે લોકો તુલસી અને શાલિગ્રામના લગ્ન પણ કરાવે છે. જણાવી દઈએ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે.

Image Source

માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ચરણામૃત અને પ્રસાદમાં તુલસીનો પ્રયોગ કરવામાં આવે છે. તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી માનવામાં આવે છે. આજ કારણ છે કે મોટાભાગે લોકો પોતાના ઘરોમાં તુલસીનો છોડ લગાવે છે.

તુલસીના છોડને ઘરમાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તુલસીના છોડમાં તમામ ગુણ હોવા છતાં પણ ઘણા કારણો નકારાત્મક ઉર્જાને પણ ઉદ્દભવે છે. વાસ્તુશાસ્ત્રના આધારે તુલસીનો છોડ ખોટી દિશામાં લગાવવાથી અને તેના ઉપીયોગમાં લાપરવાહી કરવાથી આપણા જીવનમાં તેની નકારાત્મક અસર પડે છે.

Image Source

વાસ્તુશાસ્ત્રના આધારે ઘરમાં તુલસીના છોડ માટે ઉત્તર, ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થશે અને નકારાત્મક ઉર્જાનો વિનાશ થશે. એવામાં આજે અમે તમને જણાવીશું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડને કઈ દિશામાં રાખવો જોઈએ.

1. જો તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર સંબંધી કોઈ દોષ છે એટલે કે જો ઘરમાં કોઈને કોઈ બાબતને લીધે સમસ્યા રહે છે તો દક્ષિણ-પૂર્વ દિશામાં તુલસીના છોડને લગાવો.

Image Source

2. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને નદી કે કુવામાં પધરાવી દેવો જોઈએ. જો આવું કરવું શક્ય ન હોય તો છોડને કુંડામાં જ માટીમાં દાંટી દો.

3. વાસ્તુશાસ્ત્રના આધારે ઉત્તર-પૂર્વ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. માટે ઘરની આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે તુલસીને હંમેશા ઉત્ત-પૂર્વ દિશામાં લગાડવો જોઈએ.

આ સિવાય વાસ્તુશાસ્ત્રના આધારે અમે તમને જણાવીશું કે તુસલીના છોડની આસપાસ ભૂલથી પણ આવી વસ્તુઓ રાખવી ન જોઈએ, નહીંતર આર્થિક સ્થિતિ બગડી શકે છે.

Image Source

1. તુલસીને દૂધમાં પાણી ભેળવીને આપવાથી તે હંમેશા લીલોછમ રહે છે. જે કુંડામાં તુલસી હોય ત્યાં ભૂલથી પણ બીજો છોડ લગાવવો જોઈએ નહીં. તેનાથી છોડના મૂળને ફેલાવવા માટે જગ્યા નથી મળતી અને છોડ સુકાવા લાગે છે.

2. મહિલાઓએ તુલસીની પૂજા ક્યારેય વાળ ખુલ્લા રાખીને કરવી જોઈએ નહીં. માટે ખુલ્લા વાળમાં ક્યારેય પણ પાણી અર્પણ કરવું જોઈએ નહિ. જ્યારે પણ તુલસીને પાણી આપવાનું હોય તો વાળને બાંધીને સુહાગના દરેક આભૂષણો પહેરીને જ જળ અર્પણ કરવું જોઈએ.

Image Source

3. ઘણા લોકો તુલસી વિવાહ પછી તુલસીને ઓઢણી ઓઢાડતાં હોય છે, પણ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે આ ઓઢણી જૂની થઇ જાય તો તેને હટાવીને નવી ઓઢણી ઓઢાડવી જોઈએ.

4. તુલસીના છોડની આસપાસ ગંદગી હોવી જોઈએ નહિ. આ પવિત્ર છોડને કોઈ સાફ સુથરી જગ્યાએ જ રાખવો જોઈએ નહીં તો તે સુકાવા લાગે છે. જો ઘરમાં તુલસીના છોડ માટેનો ચોક હોય તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વાર ત્યાં ગાયના છાણથી લેપ કરો.

Image Source

5. સવારે સ્નાન કર્યા પછી તુલસીને પાણી અર્પણ કરવું જોઈએ. અમુક લોકો સાંજના સમયે પૂજા કરવાના સમયે તુલસીને પાણી અર્પણ કરતા હોય છે જે યોગ્ય નથી. એક વાતનું ધ્યાન રાખો કે જયારે તુલસી સામે કરેલો દીવો ઓલવાઈ જાય તો તેને ત્યાંથી હટાવી લો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.