એ તો આપણે બધા જાણીએ જ છીએ કે જયારે વ્યક્તિ પાસે ઘણા બધા પૈસા આવી જાય છે ત્યારે તેમનું મગજ કામ કરતુ બંધ થઇ જાય છે અને એ પૈસાથી કોઈ કામની ન હોય એવી વસ્તુઓ પણ ખરીદી લે છે. એટલે કે જે સાવ જ નકામી હોય એવી વસ્તુ ખરીદી લે છે. આપણે એ પણ જાણીએ છીએ કે ગરીબ બે પૈસા કમાય છે પોતાની જરૂરિયાત પુરી કરવા માટે અને અમીર લોકો પોતાના નકામા શોખ પુરા કરે છે. એટલે કે બેકારની વસ્તુઓ પર પૈસા વેડફે છે. તો આજે આપણે જાણીએ આવી જ બેકાર નકામી એવી વસ્તુઓ વિશે જે અમીરોનો શોખ છે પરંતુ એકદમ જ ફાલતુ અને નકામી છે.
સોનાની સાઇકલ:

સોનાની સાઇકલનો ઉલ્લેખ એક બોલીવુડ સોન્ગમાં છે, કરોડોની કિંમતવાળી આ સાઇકલ સામાન્ય સાઇકલની જેમ જ ચાલે છે.
હીરા જડિત શતરંજ:

શતરંજની રમત તમે પણ ક્યારેક તો રમી જ હશે, જેમાં સફેદ અને કાળા રંગના હાથી-ઘોડા-સૈનિક હોય છે. પણ શું તમે જાણો છો કે અમીર લોકો આ પ્લાસ્ટિકના બનેલા ચેસથી નથી રમતા, પણ હીરા જડિત આ ચેસથી રમે છે. જે 320 કાળા અને સફેદ હિરાથી બનેલા હોય છે. તેની કિંમત સાંભળીને તમને ચોક્કસ ચક્કર આવી જાશે. આ ચેસ બોર્ડની કિંમત પુરા 4 કરોડ રૂપિયા છે. 400ના શતરંજના ખેલ માટે 4 કરોડ રૂપિયા ખર્ચ કરવા એ ક્યાંની સમજદારી છે?
સોનાનો શર્ટ:

મહારાષ્ટ્રનો એક વ્યક્તિ જયારે સોનાનો બનેલો શર્ટ પહેરીને રસ્તા પર નીકળે છે તો લોકો જોતા જ રહી જાય છે. આ વ્યક્તિ મહારાષ્ટ્રનો બિઝનેસમેન અને રાજનેતા છે. તેમણે ખુદ પોતાના જન્મદિવસ પર સોનાનો બનેલો શર્ટ પોતાને ગિફ્ટ કર્યો હતો.
ગોલ્ડ આઈફોન:

આઈફોન તો એમ પણ એટલો મોંઘો હોય છે કે સામાન્ય લોકોને ખરીદવો મુશ્કેલ હોય છે ઉપરથી પણ જો તે સોનાનો બનેલો હોય તો તમે સપનામાં પણ તેને ખરીદવાની હિમ્મત નહિ કરી શકો.
સોનાના બનેલા ટોઈલેટ પેપર:

આને કહેવાય છે પાગલપનની હદ. પૈસા આવી ગયા તો ઇન્સાન કઈ પણ કરી શકતા હોય છે. હવે તેને સોનાનું બનવાનો શું અર્થ છે, પણ બજારમાં તે ઉપલબ્ધ છે તો દોલતની ચમકમાં આંધળા થઇ ચૂકેલા અમીર તેને ખરીદતા જ હશે. જો કે તેની કિંમત કઈ વધારે નથી માત્ર 9 કરોડ રૂપિયા જ છે.
ડાયમંડ એલસીડી ટીવી:

ટીવી તે પણ હીરા જડેલી, છે ને વિચિત્ર વાત? 88 લાખના આ ટીવીમાં એ જ પ્રોગ્રામ જોવા મળે છે જે 35 હજારના ટીવીમાં જોવા મળે છે.
ડાયમંડ ટી બેગ:

નોર્મલ ટી બેગ તો તમે જોઈ જ હશે પણ હીરાની બનેલી ટી બેગ તમે પહેલા ક્યારેય પણ નહિ જોઈ હોય. બ્રિટેનની એક કંપની ખાસ પ્રકારની ટી બેગ બનાવે છે, જેને માત્ર અમીર લોકો જ ખરીદી શકે છે.
હીરા જડિત પેન:

પેન 10 રૂપિયાની હોય કે પછી હજાર રૂપિયાની તેનું કામ નથી બદલાતું, પણ અમુક લોકો હોય છે કે તેઓ પાગલપનની હદ પાર કરતા ચાલે છે. સોના અને ચાંદી તો ઠીક પણ હીરા જડિત પેન પણ બનાવી લે છે. 4 કરોડની આ પેનથી ન જાણે કયો સ્વર્ણિમ ઇતિહાસ રચવાના હોય.
હીરાનું બનેલું ડોગ કોલર:

દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓને બે સમયનું ભોજન પણ નસીબ નથી થતું અને અમુક અમીર લોકો એવા પણ હોય છે જેઓ પોતાના કુતરા માટે પણ હીરાનો પટ્ટો બનાવતા હોય છે, જેને ડાયમંડ કોલર કહેવામાં આવે છે. કુતરાને હીરા પહેરાવો કે પછી સોનુ પણ રહેશે તો કૂતરો જ ને.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.