મનોરંજન

કલાકો સુધી લાઈનમાં ઉભી રહી 90ના દાયકાની આ એક્ટ્રેસ, કોઈએ ઓળખી પણ નહીં

બૉલીવુડ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રીએ તેની ફિલ્મ દ્વારા ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ મુકામ હાંસિલ કર્યો હતો. એક્ટ્રેસ મીનાક્ષીએ 80 અને 90ના દાયકામાં તેની દમદાર એક્ટિંગ અને બહેતરીન ફિલ્મોથી સફળતા હાંસિલ કરી હતી.

Image Source

મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કરી દીધી છે. આમ છતા પણ મીનાક્ષી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સથી જોડાયેલી રહી છે.

હાલમાં જ મીનાક્ષીએ તેના ટ્વીટર પરથી એવું શેર કર્યું કે જે બાદ એક્ટ્રેસ ફરી ચર્ચામાં આવી ગઈ છે.

Image Source

મીનાક્ષીએ આ ટ્વીટર સાથે એક તસ્વીર પણ શેર કરી છે. આ તસ્વીરમાં મીનાક્ષી ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરાવવાનની લાઈનમાં ઉભી છે. મીનાક્ષીએ આ તસવરી શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, હું છેલ્લા 8 કલાકથી લાઈનમાં ઉભી છું પરંતુ લોકોએ મને ઓળખી નથી. આ અમેરિકા છે.

આ પહેલા એક્ટ્રેસે એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ ઓફિસની અંદર તેનો નંબર આવવાની રાહ જોઈ રહી છે.આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, છેલ્લા 6 કલાકથી હું રાહ જોઈ રહી છું. જણાવી દઈએ કે, મીનાક્ષીને ઓળખવી મુશ્કેલ છે.

મીનાક્ષીના લુકમાં પહેલા કરતા ઘણો બદલાવ આવી ગયો છે. જે તસ્વીરમાં સાફ જોવા મળે છે. મીનાક્ષીએ 1995માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મીનાક્ષી અમેરિકામાં પરિવાર સાથે રહેવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Meenakshi Sheshadri (@meenakshisheshad) on

મિનાક્ષની ફિલ્મી સફરની વાત કરવામાં આવે તો તેને 17 વર્ષની ઉંમરમાં 1981માં મિસ ઇન્ડિયાનો ખિતાબ તેના નામે કર્યો હતો. મિસ ઇન્ડિયા બન્યાના ત્રણ વર્ષ બાદ તેને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Image Source

મીનાક્ષીએ તેની ફિલ્મી કરિયરમાં મેરી જંગ, ઘાયલ, શહેનશાહ, ઘર હો તો ઐસા, તુફાન જેવી ઘણી સુપરહિટ ફિલ્મ આપી હતી. બધી ફિલ્મોમાં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Meenakshi Sheshadri (@meenakshisheshad) on

મીનાક્ષીએ ભલે લગ્ન બાદ ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પરંતુ તેને ડાન્સ સાથે આજે પણ જોડાયેલી છે. ટેક્સાસમાં મીનાક્ષી તેની ડાન્સ સ્કૂલ ચેરિટી ડાન્સ સ્કૂલ ચલાવી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.