આપણા ઘરમાં વપરાતું એક ઉપકરણ એટલે ફ્રિજ, જેનો ઉપયોગ આપણે ઘણીવાર ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી બચાવવા માટે કરીએ છીએ અને બરફ જમાવવા માટે તથા પાણી અને દૂધ જેવી વસ્તુઓ ઠંડી કરવા માટે વાપરીએ છીએ. ફ્રિજ આપણને બધી જ જગ્યા પર જોવા મળે છે. કોઈ પણ જગ્યા પર આપણને કોઈ પ્રકારના ખાદ્ય પદાર્થોને ઠંડા રાખવા માટે કે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ફ્રિજ વિશેની એક મહત્વપૂર્ણ જાણકારી, જેને જાણવી દરેક લોકો માટે ખુબ જ જરૂરી છે. જો કે દરેકના જીવનમાં મશીન ઉપકરણ એટલા વધી ગયા છે કે આપણે વધુ કામ કરવાની જરૂર નથી રહેતી, મોટાભાગે કામ મશીન જ કરતી હોય છે. આજે અમે ફ્રિજ વિશેની એક એવી બાબત જણાવીશું જે કદાચ તમને જાણ નહિ હોય. ફ્રિજ આજના સમયમાં દરેક પરિવારની જરૂરિયાત બની ગયું છે, ગરમીમાં તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે.

જો કે ઉચિત દેખભાળના અભાવને લીધે ફ્રિજ જેવા મોંઘા અને કિંમતી ઉપકરણો જલ્દી જ ખરાબ બની જતા હોય છે, સાથે જ એટલું જ નહીં ઘણી એવી પરેશાનીઓ પણ ઉઠાવી પડતી હોય છે. તે ખરાબ ન થાય તેના માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે જેથી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય.
ફ્રીજને ક્યારેય પણ ખુલ્લું રાખવા પર તેનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો છોડવો ન જોઈએ. જણાવી દઈએ કે તેનાથી ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે અને ફરીથી ઠંડુ થવામાં વીજળીનો પણ વધુ વપરાશ થાય છે.

તેને કોઈ હવાદાર સ્થાન પર રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ, જો ફ્રીજને દીવાલથી એક ફૂટ દૂર હટાવીને રાખવામાં આવે તો તે બેસ્ટ છે કેમ કે તેનાથી કમ્પ્રેસરની ગરમ હવા દીવાલ સાથે અથડાઈને ફરીથી કમ્પ્રેસર પર નથી લાગતી. આ સાવધાનીથી ફ્રિજની કાર્યક્ષમતા ઠીક રહે છે અને તાપમાનમાં ઉતાર-ચઢાવ નથી આવતો.
એ વાતનું જરૂર ધ્યાન રાખો કે ફ્રીજને હંમેશા સમતલ સ્થાન પર જ રાખો જેનાથી તે હલે નહિ. તેનાથી તેનું કમ્પ્રેસર સારી રીતે કાર્ય કરી શકે અને તેના પર વધુ બોજ પણ નથી પડતો અને બેલેન્સ પણ પરફેક્ટ રહે છે.
તમને જણાવી દઈએ કે ક્યારેય પણ ફ્રિજમાથી કાઢવામાં આવેલા સામાનને તરત જ ગરમ કરવું ન જોઈએ. તેને સૌથી પહેલા સામાન્ય તાપમાન પર અમુક સમય સુધી ખુલ્લું મુક્યા પછી જ તેને ગરમ કરવું જોઈએ.

એ વાતને ખાસ ધ્યાન રાખો કે ફ્રીજને ક્યારેય પણ ગરમ સ્થાન પર રાખવું ન જોઈએ. ફ્રિજમાં ખાવા-પીવાના સામાનને ગરમ અવસ્થામાં ક્યારેય મુકવા ન જોઈએ. ગરમ સામાનને પહેલા ઠંડુ કરી લો, તેના પછી જ તેને ફ્રિજમાં મુકો.
બટેટા એક માત્ર એવું ફૂડ છે જેને ક્યારેય પણ ફ્રિજમાં મૂકવું ન જોઈએ કેમ કે તેનાથી નુકસાન થઇ શકે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks