મનોરંજન

આ 9 ટીવી એક્ટ્રેસએ એક્ટિંગ છોડી દીધી, કોઈ રેસ્ટોરેન્ટ ચલાવી છે તો કોઈ વેડિંગ પ્લાનર બની ગઈ છે

મોહિના કુમારીથી લઈને શ્વેતા સાલ્વે સુધીની, આ 9 ટીવી અભિનેત્રીઓએ એકટિંગને કરી ચુકી છે બાયબાય

ઘણી ટેલિવિઝન એક્ટ્રેસઓ છે જે એક સમયે દર્શકોની પસંદ હતી. આ લોકોએ તેમની એક્ટીંગથી લાખો ચાહકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી. પરંતુ હવે આ એક્ટ્રેસઓ સ્ક્રીન પર ઘણા લાંબા સમયથી ગાયબ રહી છે. આમાંના કેટલાક ઘરે બેઠા કુટુંબ સંભાળી રહી છે અને કેટલાક વિદેશમાં સ્થાયી થયા છે. તો ચાલો જાણીએ એવી કેટલીક એક્ટ્રેસઓ વિશે.

1. મિહિકા વર્મા:

Image Source

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં મિહિકાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મિહિકા વર્માએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ લગ્ન બાદ તે અભિનય છોડીને પતિ સાથે યુએસએ સ્થાયી થઈ ગઈ.

2. રૂચા હસાબનીસ:

Image Source

‘સાથ નિભાના સાથિયા’માં રાશીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ યાદ છે? આ પાત્ર રુચા હસાબનીસે ભજવ્યું હતું. સાથ નિભાના સાથિયા જેવી હિટ સિરિયલોમાં કામ કરનાર રૂચા હસાબનીસ ટીવી ઈન્ડસ્ટ્રીને છોડી ચાલી ગઈ છે અને હવે તે તેના પતિ સાથે વિદેશમાં રહે છે.

3. શ્વેતા સાલ્વે:

Image Source

શ્વેતા સાલ્વે ‘હિપ હિપ હુરે’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘કહિં કિસી રોઝ’, ‘થોડી સી જમી થોડા સા આસમાન ‘ જેવા ઘણા ટીવી અને ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ શ્વેતા સાલ્વેએ અભિનયની દુનિયા વર્ષો પહેલા છોડી દીધી છે. તે હવે ગોવામાં પતિની સાથે એક રેસ્ટોરન્ટ ચલાવે છે.

4. રાજશ્રી ઠાકુર:

Image Source

રાજશ્રી ઠાકુરને યાદ છે? ‘સાત ફેરે’ સીરિયલમાં સલોનીની ભૂમિકા ભજવીને હેડલાઇન્સ બનાવનારી રાજશ્રી ઠાકુરે 2015માં અભિનય છોડી દીધો છે. હવે તે પોતાના પરિવારને સંભાળવા વ્યસ્ત છે. તેને પહેલા જ શોમાં ફ્રેશ ફેસ ઓફ ધ યરનો ખિતાબ જીત્યો હતો. તેને ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ માં પણ કામ કર્યું હતું.

5. પૂનમ નરુલા:

Image Source

પૂનમ નરુલાએ એકતા કપૂરના શોમાં ‘કસૌટી જિંદગી કી’, ‘કહાની ઘર ઘર કી’, ‘કહિં કિસી રોઝ’ અને ‘કુસુમ’ જેવા કામ કર્યું હતું. તેને ‘ટીખળ’ જેવા ટીવીથી ડેબ્યૂ કરીને ટોપ લીગમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ 2010 થી તેને પણ અભિનયથી દૂર બનવી લીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે તે વેડિંગ પ્લાનર બની ગઈ છે.

6. અંકિતા ભાર્ગવા:

Image Source

અંકિતા ભાર્ગવા ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે. બાદમાં તેને અભિનેતા કરણ પટેલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેને અભિનયને બાય-બાય કરી દીધું હતું.

7. નેહા બગ્ગા:

Image Source

‘બાની: ઇશ્ક દા કલમા’ અને ‘પિયા રંગરેઝ’ જેવા ટીવીમાં જોવા મળીલી અભિનેત્રી નેહા બગ્ગાએ પણ ટીવીની દુનિયાને અલવિદા કહી દીધી છે. તે હવે ટિકિટકોકમાં ખૂબ નામ કમાવ્યુ હતું.

8. સૌમ્યા શેઠ:

Image Source

સૌમ્યા શેઠ ગોવિંદાની ભત્રીજી છે. ‘નવ્યા: નાયે ધડક નયે સવાલ’ અને ‘દિલ કી નજર સે સુંદર’ જેવા ટીવી શોથી સફળ થઈ હતી. આ ઉપરાં ઘણી હિટ સિરીયલોમાં કામ કરી ચૂકેલી સૌમ્યા હવે એક્ટિંગની કારકીર્દિ છોડીને લગ્ન કરીને અમેરિકા સ્થિર થઈ ગઈ છે.

9. મોહિના કુમારી સિંહ:

Image Source

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ એક્ટ્રેસ મોહિના કુમારી સિંહ કે જેના પુરા પરિવાને કોરોના થઇ ગયો હતો તે પણ અભિનયને અલવિદા કહી દીધી છે. એક મુલાકાતમાં તેને કહ્યું હતું કે તે લગ્ન પછી અભિનયને અલવિદા કહીશ. 2019 માં લગ્ન કરીને દહેરાદુન શિફ્ટ થઇ ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.