હેલ્થ

ક્યારેય બીમાર ના પાડવા માંગતા હોય તો અપનાવો સવારે વહેલા ઉઠવાથી લઈને સુવા સુધીના આ નિયમો.

રોગ વિનાનું શરીર એક આશીર્વાદ રૂપ છે. પરંતુ આજે મોટાભાગના લોકોને જોઈએ તો કોઈને કોઈ સામાન્ય બીમારીથી તો પીડાતા જ હોય છે. મોટાભાગે આપણી ખાણીપીણીથી લઈને દિનચર્યા જ એવી બની ગઈ છે છે સ્વસ્થ રહેવું ખુબ જ મુશ્કેલ છે. પરંતુ તે અશક્ય નથી. જો તમે ધારો તો રોગ મુક્ત રહી શકો છો. તેના માટે તમારે ફક્ત આટલું કરવાનું છે. જે અમે તમને જણાવીશું.

Image Source

1. ફેફસા ફુલાવીને શ્વાસ લેવો:
આખો દિવસ તમે જયારે શ્વાસ લો ત્યારે ફેફસાંને ફુલાવીને શ્વાસ લેવાનું રાખવું જેના કારણે શરીરમાં ઓક્સિજનની માત્ર વધશે અને ફેફસા પણ સ્વસ્થ રહેશે.

Image Source

2. રોજ પીવો ગરમ પાણી:
ઓછામાં ઓછું રોજ એકથી બે ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવાની ટેવ પાડવી, જેના કારણે જેનાથી તમારું ડાયઝેશન પણ સુધરશે અને હૃદય રોગની સમસ્યા પણ ઓછી થઇ જશે.

Image Source

3. સવારના નાસ્તાનો યોગ્ય સમય:
રોજ સવારે નાસ્તો સવારે 7થી 9 વાગ્યાની વચ્ચે જ કરી લેવો જેના કારણે તમારું મગજ એક્ટિવ બનશે અને શરીરમાં એનર્જી લેવલ પણ બનેલું રહેશે.

Image Source

4. ભોજનનો યોગ્ય સમય:
ભોજન પણ રોજ યોગ્ય સમયે કરી લેવું જોઈએ અને ભોજનમાં એક જ સમયે એક જ પ્રકારની વસ્તુઓ લેવી જોઈએ. અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને ના ખાવી.

Image Source

5. જમ્યા બાદ પાણી ના પીવું:
ભોજન કર્યા બાદ ઓછામાં ઓછું 40 મિનિટ સુધી પાણી ના પીવું જોઈએ, જેના કારણે ભોજનને પચવામાં સરળતા રહેશે.

Image Source

6. જમ્યા પછી આ ના કરો:
ભોજન લીધા બાદ કોઈપણ પ્રકારનું મહેનત વાળું કામ ના કરવું જોઈએ, સાથે જ જમ્યા બાદ ક્યારેય સ્નાન પણ ના કરવું જોઈએ.

Image Source

7. તડકામાં વિતાવો આટલો સમય:
દિવસ દરમિયાન ઓછામાં ઓછું તડકાની અંદર 30 મિનિટનો સમય વિતાવવો જોઈએ, જેનાથી તમને વિટામિન ડીની ઉણપ નહીં રહે સાથે જ દુઃખાવામાં પણ રાહત મળશે અને બ્લોકેજ પણ દૂર થશે.

Image Source

8. બેસવાની યોગ રીત:
જયારે તમે બેસીને કોઈ કામ કરતા હોય ત્યારે કરોડ રજ્જૂની સ્થિતિ એક સરખી રાખવી જેના કારણે તમને કમ્મરના દુખાવાની તકલીફ ક્યારેય નહીં થાય.

Image Source

9. રોજ આટલી ઊંઘ લેવી:
રોજ ઓછામાં ઓછી 8થી 9 કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખો. તમારા બેડરૂમની અંદર હવાનું યોગ્ય વેન્ટિલેશન રાખવું તેમજ તેના માટે તમે એકઝોસ ફેનનો ઉપયોગ પણ કરી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.