ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ભારત સિવાયના બીજા દેશોમાં રહેલા આદ્યશક્તિના નવ શક્તિપીઠો વિશે જાણવા જેવી માહિતી, વાંચો આ શક્તિપીઠોના ઇતિહાસ વિશે

પુરાણોમાં જણાવ્યા અનુસાર દક્ષના યજ્ઞમાં અપમાનિત થવા બાદ માતા સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો અને ભગવાન શિવ તેમના મૃત શબને લઈને બ્રમ્હાન્ડમાં તાંડવઃ કરવા લાગ્યા હતા જેથી તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શનથી  દેવી સતીના ટુકડા કર્યા હતા અને એ ટુકડાઓ અને આભૂષણો જે જે સ્થાન ઉપર પડ્યા એ સ્થાન શક્તિપીઠ તરીકે ઓળખાવવા લાગ્યા.

Image Source

આપણા દેશમાં તો ઘણા શક્તિપીઠો આવેલા છે જ્યાં હિન્દૂઓ દ્વારા પૂજા અર્ચના નિયમિત કરવામાં આવે છે સાથે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પણ આ સ્થાન ઉપર જતા હોય છે પરંતુ જયારે અખંડ ભારતના ભાગલા નહોતા પડ્યા ત્યારે તમામ શક્તિપીઠો આપણા દેશમાં હતા પરંતુ ભારતના ભાગલા પાડવાની સાથે કેટલાક શક્તિપીઠોને આપણે ખોઈ બેઠા છીએ જેમાં ભારત સિવાય બીજા દેશોમાં 9 શક્તિપીઠો આવેલા છે. જ્યાં આપણે ઇચ્છવા છતાં પણ દર્શન કરવા માટે નથી જઈ શકતા, તો ચાલો જાણીએ આ શક્તિપીઠો અને ત્યાંના માહત્મ્ય વિશે.

Image Source
 1. ગંડકી (નેપાળ): 
  ગંડકી નદીના ઉદગમ સ્થાન પાર આવેલા આ શક્તિપીઠમાં માતાજીનો જમણો ગાલ પડ્યો હતો, જેના કારણે પણ આ શક્તિપીઠનું ખાસ મહત્વ રહેલું છે. આ શક્તિપીઠમાં માતાજીને “ગંડકી” અને ભગવાન શિવને “ચક્રપાણી”ના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

  Image Source
 2. ગુહેશ્વરી(નેપાળ): 
  નેપાળના પશુપતિનાથ મંદિરની નજીકમાં જ આ શક્તિપીઠ આવેલું છે. આ જ જગ્યા ઉપર માતાજીના બંને ઘૂંટણ પડ્યા હતા. આ મંદિરમાં માતાજીને “મહામાયા” અને શિવજીની “કપાલ”ના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

  Image Source
 3. હિંગળાજ દેવી: (પાકિસ્તાન):
  પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ હિંગોલ નદી પાસે આવેલા રહેલા હિંગળાજ દેવી વિશે તો આપણે અવાર નવાર સાંભળીએ છીએ, આ જગ્યા ઉપર માતાજીનું માથું પડ્યું હતું, હિન્દૂઓ માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ દુશ્મન દેશમાં હોવાના કારણે ઘણા ભક્તો ઈચ્છા હોવા છતાં પણ દર્શનો લાભ નથી લઈ શકતા. આ મંદિરમાં દેવીને “ભૈરવી” અને શિવજીને “ભીમલોચન” તરીકે ઓળખવામાં આવે છે.

  Image Source
 4. લંકા (શ્રીલંકા): 
  શ્રીલંકામાં આવેલા આ શક્તિપીઠ ઉપર માતાજીની પાયલ પડી હતી. આ જગ્યા ઉપર માતાજીને “ઈન્દ્રાણી” અને શિવજીને “રાક્ષસેશ્વર” કહેવામાં આવે છે.

  Image Source
 5. માનસ (તિબ્બત):
  તિબ્બતનાં માં સરોવર ઉપર સ્થિત આ માનસ શક્તિપીઠ આવેલું છે. અહીંયા માતાજીની જમણી હથેળી પડી હતી. આ શક્તિપીઠમાં માતાજી “દાક્ષાયણી” અને શિવજી “ભૈરવ” સ્વરૂપમાં બિરાજમાન છે.

  Image Source
 6. સુગંધ (બાંગ્લાદેશ):
  બાંગ્લાદેશમાં આવેલી સુગંધ નદીના તટ ઉપર માતાજીનું ઉગ્રતારા શક્તિપીઠ આવેલું છે. અહીંયા માતાજીનું નાક પડ્યું હતું, જેના કારણે પણ આ સ્થાનનું મહત્વ વિશેષ છે, આ શક્તિપીઠમાં દેવીની “સુનંદા” અને શિવજીની “યંબક” રૂપમાં પૂજા કરવામાં આવે છે.

  Image Source
 7. કરતોયા તટ (બાંગ્લાદેશ):
  માતાજીના ડાબા પગની પાયલ જે જગ્યા ઉપર પડી હતી તે કરતોયા તટ ઉપર શક્તિની ઉપાસના “અપર્ણા” અને શિવજીની ઉપાસના “વામન” રૂપથી કરવામાં આવે છે.

  Image Source
 8. ભવાની મંદિર (બાંગ્લાદેશ):
  બાંગ્લાદેશના ચટગાંવથી 38 કિલોમીટર દૂર સીતાકુંડ સ્ટેશન પાસે ચંદ્રશેખર પર્વત ઉપર માતાજીનું આ શક્તિપીઠ આવેલું છે જ્યાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો. અહીંયા દેવીની “ભવાની’ અને શિવજીની “ચંદ્રશેખર” નામે પૂજા થાય છે.

  Image Source
 9. યશોર (બાંગ્લાદેશ) :
  બાંગ્લાદેશના જૈસોર શહેરમાં આ શક્તિપીઠ આવેલું છે જ્યાં માતાજીની ડાબા હાથની હથેળી પડી હતી. અહીંયા દેવીની પૂજા “યશોરેશ્વરી” અને શિવજીની પૂજા “ચંદ્ર” નામથી કરવામાં આવે છે.

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.