ખબર

શુભ યોગાયોગ, નવરાત્રીના પહેલા દિવસે આ હોસ્પિટલમાં થયો નવદુર્ગાનો જન્મ

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ અલગ-અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. તો કહેવામાં આવે છે કે, દીકરીઓ પણ માતાજીનું જ રૂપ હોય છે. નવરાત્રીના પહેલા દિવસે એક અદભુત સંયોગ રચાયો હતો. એક હોસ્પિટલમાં નવ બાળકીનો જન્મ થયો હતો.

આ વર્ષ નવરાત્રીના પહેલા દિવસે કલ્યાણની એક હોસ્પિટલમાં શુભ સંયોગ જોવા મળ્યો હતો. કયલાની વૈષ્ણવી હોસ્પિટલમાં નવરાત્રીના પહેલા દિવસે નવ બાળકીનો જન્મ થયો હતો. આ હોસ્પિટલમાં એક દિવસમાં 11 બાળકોનો જન્મ થયો હતો જેમાં 9 દીકરીઓ અને 2 દીકરા હતા.

Image source

નવરાત્રીના પહેલા દિવસે આ પ્રકારની ઘટનાનું નિર્માણ થવું એક બહુ જ શુભ અને સકારાત્મક યોગ છે. આજકાલ બાળકીના જન્મને લઈને એક અલગ જ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે. આ સાથે જ જે ઘરમાં બાળકીનો જન્મ થવો એક મોટી વાત છે. આ દીકરીઓનું આગમન શુભ સંકેત આપે છે કે દેવી આ પરિવારના ઘરમાં દીકરી રૂપે આવી છે.

વૈષ્ણવી હોસ્પિટલના ડો. અશ્વિન કક્કરે ટાઇમ્સ નાઉ મરાઠી સાથે વાત કરતાં ખુશી વ્યક્ત કરી હતી. “ત્યાઆ વાત ત્યારે અમારા ધ્યાનમાં આવી અમારી પાસે દરરોજ 11 થી 15 ડિલિવરીઓ હોય છે. શનિવારે કુલ 11 ડિલિવરી હતી. દિવસના અંતે અમે ગણતરી કરી બાદમાં અમને ખબર પડી હતી. આ અમારા પર ભગવાનની કૃપા છે. આમાંથી ફક્ત બે જ ડિલિવરી સિઝેરિયન હતી અને બાકીની સામાન્ય ડિલિવરી હતી.

Image source

આ ઘટના ભાવનાત્મક અને સાથે-સાથે અહીંનાં કર્મચારીઓ માટે રોમાંચક પણ હતી. આ બાળકીઓનાં રૂપમાં નવદુર્ગાએ સ્વયં અવતાર લીધો હતો. આ ડોકટરોની બીજી વિશેષતા એ છે કે તેઓએ છેલ્લા 15 વર્ષમાં 25,000 ડિલીવરી કરી છે.

નવરાત્રી પર દેવીઓના રૂપમાં કુંવારી યુવતીઓની પૂજા કરવામાં આવે છે. તે જ દિવસે દીકરીનું આગમન એ એક મોટો સમારોહ છે. છોકરીઓનો જન્મ દર વધારવા માટે સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.