ખબર

8 વર્ષની બાળકીએ આ બાબતે સાંસદ બહાર ઉભા રહીને વડાપ્રધાન મોદીને કરી અપીલ, કહ્યું કે- આવનારી પેઢી માટે ભવિષ્ય…

આજે દેશમાં ભારે પ્રદુષણ સત્તત ચિંતાનો વિષય બન્યો છે. પ્રદુષણ કારણે પૃથ્વી આજે ખતરામાં મુકાઈ ગઈ છે. આજે પૃથ્વી પર વાયુનું પ્રદુષણ અને પાણીનું સંકટ ધીમી-ધીમે વધવા લાગ્યું છે. પરંતુ આજે અફસોસ એક જ વાત નો છે કે લોકો દુનિયા, રાજનીતિ અને સોશિયલ મીડિયાના વ્યસ્ત છે. તો બીજી તરફ મૂંગા પશુ-પક્ષીઓ ઉપર પણ સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે એક 8 વર્ષની એક બાળકીએ પ્રદુષણને ઘટાડવા અંગે પગલાં લેવાનો વિચાર કર્યો હતો. આ 8 વર્ષની બાળકીએ સંસદની સામે ઉહી રહીને ન્યાય માટે લડત માંગી હતી. આજે દેશના ચેન્નાઇ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોમાં પાણીની તંગી સર્જાય છે. પાણીની સમશ્યા ગ્લોબલ વોર્મિંગના કારણે જ ઉદભવી છે. જો આ સમસ્યા પર નક્કર પગલાં લેવામાં નહિ આવે તો આવનર સમયમાં પાણીના ટીપા માટે પણ ટળવળવું પડે તો નવાઈ નહીં.

જે 8 વર્ષીય બાળકીએ આ કદમ ઉઠાવ્યું છે તેનું નામ લાઈસીપ્રિયા કાંગજુમ છે. આટલી નાની ઉંમરે પણ તે ભવિષ્યનો વિચાર કરી આ પ્રદુષણને રોકવા માટે મક્કમ છે. લાઈસીપ્રિયાએ તેની આ વાત વડાપ્રધાન મોદી સુધી પહોંચાડવા માટે સફેદ કાગળ ઉપર લખાણ લખી સંસદની સામે ઉભી હતી. જેથી વડાપ્રધાન મોદીની ધ્યાન તેની તરફ ખેંચાઈ. આ બાળકીએ લખ્યું હતું કે, આ ક્લાઈમેટ ચેન્જ પર તુરંત જ પગલાં ભરો.જેથી કરીને આવાનરી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થાય. પૃથ્વી પરનું તાપમાન વધવાને કારણે દરિયાના જળસ્રોત પણ વધવા લાગ્યા છે.

Image Source

આ પહેલા સ્વીડનની 16 વર્ષની ગ્રેટા ઠનબર્ગએ પણ કહ્યું હતું કે, મોદીજીએ પર્યાવરણની સુરક્ષાને લગતા મુદ્દાને ગંભીર રીતે લેવા જોઈએ. સંસદમાં પણ આ મુદ્દા પર વાતચીત થઇ પગલાં લેવા જોઈએ. સ્વિડને પણ ઓગસ્ટ 2018માં આવીજ રીતે સંસદની બહાર ઊભીને સરકારને જાગૃત કરી હતી.

Image Sourc

તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક મોટી જવાબદારી છે. આ અંગે નક્કર પગલાં ભરવામાં અહીં આવે તો તેના જવાબદાર તે લોકો જ રહેશે. તો ગ્રેટાએ મોદીજીને સંદેશો આપતા લખ્યું હતું કે, આ વિષયને ગંભીરતાથી લેવાની જરૂર છે. નહિતર તમને પણ ભવિષ્યમાં ગંભીરતાથી લેવામાં નહિ આવે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks