અજબગજબ

આ છે દુનિયાની 8 બેશકિંમતી અને આલીશાન ઇમારતો અને તેની અમુક ખાસ વાતો

દુનિયામાં એકથી એક મોંઘી અને શાનદાર ઇમારતો રહેલી છે. આ ઈમારતોને દુનિયાભરના દરેક લોકો જોવા માંગતા હશે. તેની સુંદરતા અને બનાવટ જ એવી છે કે લોકોને આકર્ષિત કરી મૂકે છે. આ ઇમારતોમાં હોટેલ્સ, રીજૉર્ટ, ઑફિસ વગેરે સંચાલિત કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને દુનિયાંની 8 સૌથી મોંઘી અને આલીશાન ઇમારતો વિશે જણાવીશું.

1. વેનેટીયન મકાઉ:

Image Source

ચીનના મકાઉ શહેરમાં સ્થિત આ ઇમારત ખુબ જ આલીશાન છે.  જેને બનાવવામાં 2.4 અરબ ડોલર એટેલ કે 15.60 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

2. વેયન રીજોર્ટ:

Image Source

અમેરિકાના લૉસ વેગાસ શહેરના સ્થિત આ ઇમારતમાં એક રીજૉર્ટ ચાલે છે. આ ઇમારતને બનાવવામાં 2.7 અરબ ડોલર એટલે કે 17.55 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયા હતા.

3. એમિરેટ્સ પેલેસ હોટેલ:

Image Source

યુએઈના અબુધાબી શહેરમાં સ્થિત આ ઇમારત એક શાનદાર હોટેલની છે. જેને બનાવવામાં 3 અરબ ડોલર એટલે કે 19.50 હજાર કરોડ રૂપિયાંનો ખર્ચ થયો હતો.

4. વર્લ્ડ ટ્રેડ સેન્ટર:

Image Source

અમેરિકાના ન્યુયૉર્ક શહેરમાં સ્થિત આ ઇમારત એકદમ અનોખી અને શાનદાર છે. જેને બનાવવામાં 3.8 અરબ ડોલર એટલે કે 24.70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

5. દ કૉસ્મોપૉલિટન:

Image Source

અમેરિકાના લૉસ વેગાસ શહેરમાં સ્થિત આ ઇમારત ખુબ જ શાનદાર છે. આ ઇમારતને બનાવવામાં 3.9 અરબ ડોલર એટલે કે 25.35 હજાર કરોડ રૂપિયાં ખર્ચ થયો હતો.

6. એપ્પલ કૈમ્પસ:

Image Source

દુનિયાની જાણીતી કંપની એપ્પલના ઓફિસને પણ દુનિયાની મોંઘી ઇમારતોમાં સમાવેશ કરવામાં આવેલો છે. એપ્પલની આ ઓફિસ કેલિફોર્નિયામાં આવેલી છે. આ ઇમારતને બનાવવામાં 5 અરબ ડોલર એટલે કે 32.50 હજાર કરોડનો  ખર્ચ થયો હતો.

7. મરિના બે સૈન્ડ્સ:

Image Source

મરિના બે સૈન્ડ્સ સિંગાપોરમાં સ્થિત છે. આ આલીશાન ઇમારતને બનાવવામાં 5.5 અરબ ડોલર એટલે કે 35.75 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

8. અબ્રાજ અલ બેયત:

Image Source

સાઉદી અરબના મક્કા શહેરમાં સ્થિત અબરાજ અલ બેયત દુનિયાની સૌથી મોંઘી ઇમારતોમાંની એક છે. આ ઇમારતને બનાવવામાં 15 અરબ ડોલર એટલે કે 97.51 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે ખર્ચ થયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.