આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

આજથી નવરાત્રીની શરૂઆત, ભૂલથી પણ ના કરવા આ 8 કામ, નહીં તો જીવનભર રહી જશે અફસોસ

આજથી પ્રવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. કોરોનાકાળની અંદર આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો ઉત્સવ નહિ ઉજવાય પરંતુ ભક્તોના મનની ભકિત જરા પણ ઓછી થવાની નથી. ત્યારે આ નવરાત્રી દરમિયાન તમને ખાસ એવી 8 વસ્તુઓ જણાવવાના છીએ જે કામ તમારે ક્યારેય ના કરવા જોઈએ નહીં તો જીવનભર આ કામ કર્યાનો અફસોસ રહી જશે. ચાલો જોઈએ એ 8 કામ…

Image Source

1. સાત્વિક ખોરાક ગ્રહણ કરવો:
નવરાત્રીના નવ દિવસ સુધી શુદ્ધ અને સાત્વિક તેમજ હળવો ખોરાક લેવો જોઈએ. આ દરિયાં ડુંગળી લસણ અને માંસાહારનું સેવન ના કરવું જોઈએ.

2. અનાજ અને મીઠાનું સેવન ના કરવું:
નવરાત્રીમાં જો તમે ઉપવાસ રાખતા હોય તો નવ દિવસ સુધી અનાજ અને મીઠાનું સેવન ના કરવું જોઈએ. તેના બદલે તમે ફરાળી લોટ, સિંધવ મીઠું, સાબુદાણા, મખાના, ફળ, મગફળી, સુકામેવા, બટાકા અને કંદ મૂળ ખાઈ શકો છો.

3. કાળા વસ્ત્રો પહેરવા:
નવરાત્રીમાં જે લોકો સાચી શ્રદ્ધાથી ઉપવાસ રાખે છે અને માતાજીની આરાધના કરે છે તેમને નવ દિવસ સુધી કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ દરમિયાન સીવણ અને ભરતકામ જેવા કામો પણ પ્રતિબંધિત છે, જેમાં તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે વસ્તુઓને ઉપયોગમાં ના લેવી જોઈએ.

Image Source

4. ચામડાની વસ્તુઓના ઉપયોગથી રહો દૂર:
નવરાત્રીના પવિત્ર નવ દિવસની અંદર ચામડાથી બનેલી વસ્તુઓ જેવી કે પટ્ટો, પર્સ, બુટ-ચપ્પલ, બેગનો ઉપયોગ ના કરવો. માતાજીના દર્શન સમયે પણ આ વસ્તુઓ શરીર ઉપરથી દૂર રાખવી.

5. ઘર ના રાખો ક્યારેય ખાલી:
ઘણા લોકો નવરાત્રીના દિવસમાં માતાજીની અખંડ જ્યોત ઘરમાં રાખતા હોય છે અને માતાજીની ચોંકી પણ કરતા હોય છે તો આ દરમિયાન ઘર ક્યારેય ખાલી છોડવું નહીં. ઘરમાં કોઈને કોઈએ હાજર રહેવું. પૂજા ઘરને સ્વચ્છ રાખો અને નિયમિત અખંડ જ્યોત પ્રગટાવીને રાખવી.

Image Source

6. આ વસ્તુઓથી રહો એકદમ દૂર:
નવરાત્રીના નવ દિવસ માંસ અને મદિરાથી એકદમ દૂર રહેવું જોઈએ. ભૂલથી પણ તેનું સેવન ના કરવું તેમજ તમારા મનને પણ શાંત રાખવું.

7. દિવસે આ કામ ના કરવું:
નવરાત્રીમાં જો તમે ઉપવાસ કર્યો હોય તો આ નવ સુધી દિવસે સુવાની આદત ના પાડવી જોઈએ. આ દિવસો દરમિયાન કોઈની સાથે છેતરપિંડી પણ ના કરવી અને કોઈને અપશબ્દો પણ ના બોલવા.

Image Source

8. નખ અને વાળ ના કાપવા:
નવરાત્રીના નવ દિવસ ખુબ જ પવિત્ર છે માટે આ દિવસોમાં નખ ના કાપવા જોઈએ તેમજ વાળ પણ ના કાપવા જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.