કોરોનાથી બચવા માટે ઇમ્યુનીટી મજબૂત હોવી જરૂરી, દાદી માં ના આ 8 નુસ્ખા કરશે ઇમ્યુનીટી સ્ટ્રોંગ

0

ચીન સહીત દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલો કોરોના વાયરસ ભારતમા પણ આવી ચુક્યો છે. કોરોનાના વધી રહેલા કેસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય પણ સાવધાની રાખવાની સલાહ આપી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને વારંવાર હાથ ધોવા, છીંક કે ઉધરસ વખતે ચેહરાને ઢાંકવા અને નિયમિત રૂપે માસ્કનો ઉપીયોગ કરવાની સલાહ આપી છે. આ બધી બાબતો તમને વાયરસથી બચવામાં મદદ કરશે પણ તેનાથી પણ વધારે મહત્વનું છે તમારી સ્ટ્રોંગ ઇમ્યુનીટી(રોગ પ્રતિકારક શક્તિ).

Image Source

ભારતમાં ઘરેલું નુસ્ખાઓનો સદીઓથી પ્રયોગ ચાલતો આવ્યો છે. એવામાં આજે અમે તમને ઇમ્યુનીટી વધારવા માટેના દાદી-નાનીમાં ના અમુક ઘરેલુ નુસ્ખાઓ જણાવવા જઈ રહ્યા છીએ. જેમાંનો કોઈ એક ઉપાય કરીને પણ તમે રાહત મેળવી શકો છો. આવો તો તમને જણાવીએ.

1. લીમડાના પાન:

Image Source

લીમડાના પાનને શક્તિશાળી રક્ત શોધકના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટીવાયરસ અને જીવાણુરોધી ગુણ હોય છે અને એવું માનવામાં આવે છે કે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. લીમડાના પાનને ખાલી પેટ પણ ખાઈ શકાય છે કે પછી ઉકાળીને પણ પી શકાય છે.

2. કાળા મરી અને સંતરાનો રસ:

Image Source

રોજ એક ગ્લાસ તાજા સંતરાના રસમાં એક ચપટી કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે. સંતરા એન્ટીઓક્સીડેનથી ભરપૂર માનવામાં આવે છે અને તે વિટામિન સી નો પણ સારો એવો સ્ત્રોત છે.

3. તુલસી-કાળા મરીના દાણા:

Image Source

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમે સવારે તુલસીના પાનની સાથે ઓર્ગેનીક મધ અને ફોદીનાના પાન ભેળવીને ખાઓ. રોજ સવારે ઉઠીને ખાલી પેટ તુલસીના પાન, એક ચમચી મધ અને કાળા મરીના દાણા પીસીને ખાઈ લો. ધ્યાન રાખો કે તેને ખાધા પછી પાણી પીવું ન જોઈએ.

4. હળદર વાળું દૂધ:

Image Source

આપણે બધા જાણીએ જ છીએ કે દૂધ અને હળદરનું મિશ્રણ હંમેશા રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું કામ કરે છે. હાલના સમયમાં કોરોનાની મહામારીમાં તમે પણ ઉકાળેલા દૂધમાં અળધી ચમચી હળદર ભેળવીને રાતે સુતા પહેલા પી લો.

5. આમળાં:

Image Source

પોષણ માટે પાવરહાઉસ આમળાં શરીરની ઇમ્યુનીટીને વધારાનું કામ કરે છે અને તેની શક્તિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. રોજ સવારે ખાલી પેટ લસણની એક કળી પીસીને અળધી ચમચી આમળાં સાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

6. ઉકાળો:

Image Source

તુલસીના થોડા પાન, આદુનો એક નાનો ટુકડો અને કાળા મરીને પાણીમાં ભેળવીને તેને ઉકાળી લો. જેમાં રહેલા તત્વો દરેક બિમારીને જન્મ આપનારા બેક્ટેરિયા સામે લડવાની તાકાત ધરાવે છે અને શરીરીની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

7. આદુ-તુલસી:

Image Source

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુના રસમાં તુલસીના પાનને પીસી લો. તેમાં એક ચમચી મધ પણ ભેળવી લો. ઉધરસથી રાહત મેળવવા માટે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું રોજ સેવન કરવું ફાયદામાં રહે છે.

8. ઇમ્યુનીટી બોલ:

Image Source

એક ચમચી હળદર પાઉડર, એક ચમચી ગોળ, એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી આદુનો પાઉડર લઈને બધાને સારી રીતે ભેળવીને નાનો એવો બોલ એટલે કે લાડુ સમાન બનાવી લો. રોજ બે થી ત્રણ વાર તેને ખાતા રહો. આવું કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની જશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.