જીવનશૈલી મનોરંજન

2020 ની 8 સૌથી આઇકોનિક બિયર્ડ: દાઢી રાખવી જ છે તો કંઈક આવી રાખો- છોકરીઓ જલ્દી ફિદા થશે

દરેક પુરુષ બિયર્ડ(દાઢી)માં ખુબ જ હેન્ડસમ દેખાતા હોય છે. આપણા દેશમાં બોલીવુડની સ્ટાઇલ અને ફેશન પહેલાથીજ દરેકને પ્રભાવિત કરતી આવી છે. એવામાં ઘણા અભિનેતાઓની દાઢી રાખવાની સ્ટાઇલને આજના યુવાઓ પણ ફોલો કરી રહ્યા છે.

એવામાં આજે અમે તમને બૉલીવુડના વર્ષ 2020 ના 8 આઇકોનિક બિયર્ડ મેન વિશે જણાવીશું, જેની આ સ્ટાઇલ ફોલો કરવાનું દરેક કોઈ પસંદ કરી રહ્યા છે.

1. સિદ્ધાંત ચતુર્વેદી:

Image Source

સિદ્ધાંત ચતુર્વેદીની બિયર્ડ(દાઢી) તેને એકદમ શાનદાર લુક આપે છે. આ દાઢી તેની શાનદાર પર્સનાલિટીને નીખારીને એક જ સમયમાં તેને સામાન્ય માણસ અને એક કલાકાર તરીકેનો અનુભવ આપે છે. આ પ્રકારની દાઢી રાખવી તેના સુપરકૂલ હોવાની નિશાની છે.

2. શાહિદ કપૂર:

Image Source

મોટાભાગના લોકોને શાહિદ કપૂરનો દાઢી વાળો દેખાવ તેના ક્લીન શેવ કરતા વધારે પસંદ આવે છે. જો કે ફિલ્મ કબીર સિંહમાં તેનો બિયર્ડ લુક તેના કિરદારના પ્રમાણે એકદમ પરફેક્ટ છે. જોકે શાહિદના શોર્ટ બોક્સ્ડ દાઢીની વાત તો કંઈક અલગ જ છે, આ પ્રકરની દાઢી શાહિદને આકર્ષક બનાવવવાની સાથે સાથે તેને હેન્ડસમ લુક પણ આપે છે.

3. દર્શન યેવલેકર:

Image Source

દર્શન યેવલેકરને દુનિયા રણવીર સિંહ સહિત ઘણા મોટા કલાકારો હેર સ્ટાઈલિસ્ટના સ્વરૂપે ઓળખે છે. દર્શનનું નામ ભારતના બેસ્ટ બિયર્ડ મૈનની લિસ્ટમાં શામિલ છે. દર્શનની બિયર્ડ એકદમ ફૂલ અને ભરાવદાર હોવાની સાથે સાથે એકદમ સ્ટ્રેટ પણ હોય છે, જેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે તે પોતાની બિયર્ડને સીધી રાખવા માટે કેટલી સારી રીતે બિયર્ડ ગ્રૂમિંગનું અનુકરણ કરતા હશે.

4. વિજય દેવેરાકોંડા:

Image Source

જો તમે એવું વિચારી રહ્યા હોવ કે ફિલ્મ કબીર સિંહમાં શાહિદ કપૂરની બિયર્ડ ખુબ જ શાનદાર હતી, તો કદાચ તમે વિજય દેવેરાકોંડાની દાઢી નહિ જોઈ હોય. લાંબા વાળની સાથે શાનદાર લાંબી દાઢી તેને એક હેન્ડસમ ઇમેજની સાથે સાથે આકર્ષક દેખાવ પણ આપે છે. વિજયની દાઢીને તમે વર્ષ 2019 માં સ્પોટ કરવામાં આવેલી શાનદાર બીયર્ડમાંની એક માની શકો છો.

5. સુનિલ શેટ્ટી:

Image Source

બોલીવુડના અન્ના એટલે કે સુનિલ શેટ્ટીની દાઢીને ઇન્ડસ્ટ્રીની સૌથી શાનદાર દાઢીમાં શામિલ કરવામાં આવે છે. તેના જેવી ઘેરી અને શાનદાર દાઢી મેળવવી દરકે પુરુષનું સપનું હોય છે, આ સિવાય સુનિલ શેટ્ટીની મૂંછની સ્ટાઇલ પણ તેને દમદાર લુક આપે છે.

6. હ્રિતિક રોશન:

Image Source

ખુબ જ ઓછા લોકો એવા હોય છે જેઓ હ્રિતિક રોશન જેવી શોર્ટ સ્ટબલ બિયર્ડને મેન્ટેન કરી શકતા હોય છે. હ્રિતિક રોશનની આવી દાઢી તેને વધારે હેન્ડસમ બનાવી રહી છે.

7. દિલજિત દોસાંઝ:

Image Source

જેવું કે બધા જાણે છે કે સિખ ધર્મમાં વાળને કાપવાની પરવાનગી નથી હોતી એવામાં દિલજિત દોસાંઝ ધાર્મિક કારણોના આધારે પોતાની દાઢીની સંભાળ લે છે. આવી દાઢીની સ્ટાઇલ ખુબ જ બોલ્ડ અને આકર્ષક લુક આપે છે.

8. આમિર ખાન:

Image Source

આમિર ખાનની બિયર્ડને ઇન્ડસ્ટ્રીની સૌથી શાનદાર અને આઇકોનિક બિયાર્ડમા શામીલ કરી શકાય છે. જો કે તેની આ દાઢી કોઈ સ્ટાઇલ નથી પણ તે તેની એક ફિલ્મનો દેખાવ છે. જો કે આવી સ્ટાઈલમાં આમિર ખાન એકદમ સ્ટાઈલિશ દેખાઈ રહ્યા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.