આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 8 એપ્રિલ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
પારિવારિક જીવન આજે ઉત્તમ હશે. તમારા મિત્ર તમને આર્થિક રૂપે મદદ કરી શકશે. પ્રેમ જીવન માટે સમય સારો છે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મેળવવા માટે હજુ વધારે મહેનત કરવાની જરૂરત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. વેપારી મિત્રોને આજે કોઈ ખુશખબરી મળવાના યોગ છે. આર્થીક નુકશાન થવાના યોગ છે. આર્થિક પરીસ્થિતિ સાથે જોડાયેલ વિવાદમાં સાવધાન રહો. તમારે કોઈપણ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે જુઠ્ઠું બોલવાથી તમને નુકશાન થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે આર્થીક નુકશાન થવાના યોગ છે. આર્થિક પરીસ્થિતિ સાથે જોડાયેલ વિવાદમાં સાવધાન રહો. તમારે કોઈપણ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે જુઠ્ઠું બોલવાથી તમને નુકશાન થશે. પારિવારિક જીવન આજે ઉત્તમ હશે. તમારા મિત્ર તમને આર્થિક રૂપે મદદ કરી શકશે. પ્રેમ જીવન માટે સમય સારો છે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મેળવવા માટે હજુ વધારે મહેનત કરવાની જરૂરત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. વેપારી મિત્રોને આજે કોઈ ખુશખબરી મળવાના યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો. આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ, હ (Cancer):
આજે કોઈપણને ખુશ કરવા માટે બહુ પ્રયત્ન ના કરશો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. મહેનતથી કમાયેલા પૈસા સાચવીને વાપરો ક્યાંક તમારા બચત કરેલા પૈસા કોઈ ફાલતું અને વધારાના ખર્ચમાં વપરાઈ જાય નહિ તેનું ધ્યાન રાખજો. આજે પૈસા બનાવવાની ઘણી બધી તક તમારી સામે આવશે તો એમાંથી પૂરી ચકાસણી કરીને જે વધુ સેફ અને યોગ હોય એમાં પૈસાનું રોકાણ કરજો. આજે સામે ચાલીને તમને કોઈ કામ સોંપે તો ના કહેશો નહિ એમનું કામ કરી આપો. તમારું કરેલું કામ એ ભવિષ્યમાં ખૂબ ફાયદો અપાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

5. સિંહ – મ, ટ (Lio):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગ્રે

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે સવારથી જ તબિયત થોડી નરમગરમ રહેશે. તો હવે બહુ બેદરકાર બનશો નહિ અને ડોક્ટરની મુલાકાત લેવાનું નક્કી કરો. તમારી તબિયતની અસર પરિવાર પર પણ પડશે, બધા તમારી સેવા માટે આગળ પાછળ રહેશે. બની શકે એટલો આજે આરામ કરો. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં સાવચેતીથી કામ કરવાનું છે તમારી એક નાનકડી ભૂલ તમને નુકશાન પહોચાડી શકે છે. આજે દરેક સાથે નરમાશથી વાત કરો આજે પરિવારમાં પણ કોઈની તબિયત બગડી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
લાંબા સમય માટે રોકાણ કરશો તેમાં ભવિષ્યમાં સારો ફાયદો મળશે. વેપારી મિત્રો તેમનો વેપાર વિદેશમાં સ્થાયી કરી શકશે. નવું ઘર ખરીદવાના યોગ બની રહ્યા છે. તમારી ગાઢ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઇ શકે છે. પ્રિયજન સાથે લાંબા સમયથી મુલાકાત નથી થઇ તો આજે મુલાકાત કરી શકશો. શારીરિક તકલીફ દૂર કરવા માટે આજથી જ કસરત અને યોગ ધ્યાન કરવાની શરૂઆત કરો. મહિલા મિત્રોને તેમના પતિ અને પ્રેમી તરફથી સરપ્રાઈઝ મળશે. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
ધનલાભ થવાના સારા યોગ છે. તમારી માનસિક ઉર્જામાં વધારો થશે. નોકરી અને વેપારને કારણે ઘર પરિવારથી દૂર જવાના યોગ પણ બની રહ્યા છે. પ્રેમીઓ કોઈ કારણસર એકબીજાની સાથે કોન્ટેક્ટ કરી શકશે નહિ, મનની વાત સમજો અને એકબીજા પર ભરોસો કરો. અકસ્માતના યોગ બની રહ્યા છે માટે રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રોને ઉપરી અધિકારીઓને જોઇશે ત્યારે સપોર્ટ મળશે નહિ. વધારા અને નાહકના ખર્ચ કરશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે તમારે થોડી વધારે પડતી મહેનત કરવી પડશે પણ તેનો ફાયદો તમને ચોક્કસ મળશે એટલે નિરાશ થતા નહિ. તમારા જીવાસથી તરફથી આજે તમને સરપ્રાઈઝ મળશે અથવા તો સારા સમાચાર મળશે. બાળકો સાથે આજે થોડો સમય પસાર કરો. કોઈપણ નાના કે મોટા વ્યક્તિ સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં થોડી તકેદારી રાખજો કોઈનું મનદુઃખ કે પછી અપમાન ના થઇ જાય એ વાતનું ધ્યાન રાખજો. રાતનો સમય પરિવાર સાથે વિતાવો અને ઘરના વાતાવરણને હળવું કરવા માટે અનોખા પ્રયત્ન કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે..
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.