અજબગજબ

આ દાદીની આગળ ભલભલા સ્ટંટબાજ થઇ જશે ફેલ, પેટ ભરવા રોડ ઉપર કરે છે ખતરનાક સ્ટન્ટ, વિડીયો થયો વાયરલ

પોતાની પેટ ભરવા માટે આપણે ઘણા લોકોને અલગ અલગ કામ કરતા જોયા હોય છે, ઘણા લોકો તો એવા સ્વમાની હોય છે કે પેટ ભરવા માટે તે ભીખ માંગવાનું નહિ પરંતુ મહેનત માંજરૂયી કરવાનું પસંદ કરે છે. આવા લોકોના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

Image Source

હાલમાં જ એક 75 વર્ષના દાદીનો વિડીયો વાયરલ થયો છે, જે રોડ ઉપ્પર ખતરનાક સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે. 75 વર્ષની ઉંમરે જયારે લોકો પોતાના ઘરની અંદર નિવૃત્તિનું જીવન વિતાવી રહ્યા હોય ત્યારે આ દાદી મજબૂરીમાં પોતાનું પેટ ભરવા માટે ખતરનાક સ્ટન્ટ કરી રહ્યા છે.

Image Source

આ દાદીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જયારે 75 વર્ષની ઉંમરે લોકો લાકડીનો સહારો લે છે ત્યારે આ દાદી 75 વર્ષે લાકડીથી અવનવા સ્ટન્ટ બતાવે છે, તેમના વીડિયોને એક ટ્વીટર યુઝર્સે શેર કર્યો છે. અને દાદી સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રખ્યાત બની ગયા છે.

Image Source

આ વ્યક્તિએ દાદીનો વિડીયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે: “આ 75 વર્ષના માતાજી પુણેના છે. જે સડક ઉપર પોતાને બચાવવાની કલા પ્રદર્શિત કરે છે. આ લોકડાઉન અને મહામારી ના સમયમાં તે આવું કરવા માટે મજબુર છે. લાગે છે તમેની પાસે એના સિવાય કમાવવાનો બીજો કોઈ રસ્તો નથી.જો કોઈ તેમના વિષે કઈ જાણે છે તો સંપર્ક કરો.”

આ વિડીયો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. ઘણા લોકોએ કોમેન્ટ અને લાઈક કરી હતી, અને હજારો લોકો આ વીડિયોને અત્યાર સુધી જોઈ લીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.