ખબર

OMG: 74 વર્ષની મહિલાએ આપ્યો જુડવા બાળકીને જન્મ, બધા ચોંકી ગયા જુઓ

દુનિયામાં માતા બનવું એ એક સૌભાગ્ય છે. ઘણા લોકો માતા બનવા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. ઘણી વાર તો ઉંમર મોટી થઇ જતા તે બાળકની આશા છોડી દેતા હોય છે. તો ઘણા મોટી ઉંમરે પણ બાળક માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 74 વર્ષની મહિલાએ જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશની એક મહિલાએ 74 વર્ષની ઉંમરે સપ્ટેમ્બરેમાં જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. ડોકટરોનું માનવું હતું કે,આ એક નવો વિશ્વ રેકોર્ડ હોય શકે છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ મુજબ 2006માં 66 વર્ષીય સ્પેનની એક મહિલાના નામે હતો.

Image Source

આંધ્રપ્રદેશના દક્ષરામમના યેરમતી મંગાયમ્માંએ ગુટુર જિલ્લાની હોસ્પિટલમાં આઇવીએફ પદ્ધતિ જુડવા બાળકીને જન્મ આપ્યો હતો. સ્ત્રી રોગ વિશેષ સનકકયલા અરુણાએ કહ્યું હતું કે, બન્ને બાળકીઓ અને અંત સુરક્ષિત હતા.
મહિલાનું નામ છે યેરમતી મંગાયમ્માં અને તેના પતિનું નામ યેરમતી સિતારામ રાજારવ છે. બન્નેના લગ્ન 22 માર્ચ 1962 માં થયા હતા.લગ્નના વર્ષ થયાબાદ આ દંપતીએ હોસ્પિટલના ચક્કર કાપવાનું ચાલુ કરી દીધું હતું. ઘણી બધા ઈલાજો અને દવા કરાવવી છતાં કોઈ અસર થઇ ના હતી.

ત્યારબાદ આ મહિલાએ એક સમયે જોયું હતું કે, 55 વર્ષીય મહિલાએ આઇવિએફના માધ્યમથી બાળકને જન્મ આપ્યો હતો. આ જાણ્યા બાદ દંપત્તિએ પણ આઇવિએફ ટેકનીક દ્વારા એક વાર પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. આ દંપતી ગત વર્ષ જ ડોક્ટર પાસે પહોંચીને બધા જ પ્રકારના ટેસ્ટ અને ઈલાજ શરૂ કરી દીધો હતો.

Image Source

ત્યારબાદ આઈવીએક પદ્ધતિ દ્વારા આ ગર્ભધારણ કરવા માટે આ દંપતીએ એક ડોનર પાસેથી અંડાણુ લઈને મહિલાના પતિ સાથેના શુક્રાણુ સાથે મિલન કરાવ્યું હતું. ત્યારબાદ આ મહિલાના ગર્ભમાં ભ્રુણ રોપિત કર્યું હતું. આઇવીએફ સફળ થતાગત સપ્ટેમ્બર મહિનામાં સિઝરેયિયનથી બાળકીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓને 21 દિવસ સુધી ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.