એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેન (gleeden)એ થોડા સમય પહેલા જ જણાવ્યું હતું કે તેમને કરેલા એક સર્વે અનુસાર ભારતમાં 10માંથી 7 મહિલાઓ પોતાના પતિને દગો આપે છે, કારણ કે તેઓ ઘરના કામમાં ભાગ નથી લેતા. કેટલીક મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો એટલા માટે આપ્યો કારણ કે તેમનું લગ્ન જીવન નીરસ થઇ ગયું હતું.

ગ્લીડેન નામની આ ડેટિંગ એપનો ભારતમાં 5 લાખથી વધુ લોકો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશને મહિલાઓ ‘વ્યાભિચાર શા માટે કરે છે’ શીર્ષક હેઠળ એક સર્વેક્ષણ કરાવ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં એવી મહિલાઓ વધુ છે જે પોતાના પતિને દગો આપતી હોય છે.
ગ્લીડેનના માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે 10માંથી 4 મહિલાઓનું માનવું છે કે અજાણ્યાઓ સાથે મોજમજા માણ્યા બાદ તેમનો અને તેમના જીવનસાથીનો સંબંધ વધુ મજબૂત થયો છે. ગ્લીડેનના 5 લાખ ભારતીય યુઝર્સમાંથી 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથીને દગો આપવાની વાત સ્વીકારી છે.

ગ્લીડેન એપ વર્ષ 2009માં ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવી હતી. ગ્લીડેન વર્ષ 2017માં ભારતમાં આવી અને 2 જ વર્ષના સમયગાળામાં એના યુઝર્સમાં 30 ટકા ભારતીયો છે. જેમાં 34 વર્ષથી 49 વર્ષની વચ્ચેની પરિણીત મહિલાઓ સામેલ છે.
ગ્લીડેન વાપરતી લગભગ 77 ટકા ભારતીય મહિલાઓએ આ વાત માની છે કે તેમના પતિને દગો આપવાનું કારણ એ હતું કે તેમનું લગ્નજીવન નીરસ થઇ ગયું હતું અને લગ્નની બહાર એક સાથી શોધ્યા બાદ તેમના જીવનમાં ઉત્સાહનો અહેસાસ થયો હતો.

આ સર્વેથી એ પણ જાણવા મળ્યું હતું કે ભારતમાં પારંપરિક લગ્નમાં ફસાયેલા સમલૈંગિક લોકોને પણ વધતી સંખ્યામાં પોતાના માટે આ એપની મદદથી સાથ મળી રહયા છે
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks