જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 7 જૂન : ભોલેનાથની કૃપાથી સોમવારના શુભ દિવસે મહાદેવની દીર્ઘદૃષ્ટિ 6 રાશિના જાતકો ઉપર પડશે, ચમકી ઉઠશે તેમનું કિસ્મત

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજના મનોરંજનમાં બહારની ગતિવિધિઓ અને ખેલ-કૂદને સામેલ કરો. બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડ સમયે સાવધાની રાખવાની જરૂરત છે. એવું બની શકે છે તમારા પરિવારના લોકો તમારી તમામ વાત પર સહમત ન થાય, પરંતુ તેમની વાત ધ્યાનથી સાંભળી નિર્ણય લેવો. તમારા દિલની વાત જાહેર કરીને, તમે રોમાંચિતતાનો અનુભવ કરી શકો છો. આજે તમે સેમિનારો ભાગ લઈને અનેક નવા વિચારો મેળવી શકો છો. કંઈક નવું અને સર્જનાત્મક કરવા માટે આજનો દિવસ સારો છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): મિત્રો સાથે સાંજ શાનદાર રહેશે. પરંતુ, વધારે ખાવાથી અને મદિરાપાનથી દુર જ રહેવું. અટવાયેલું ધન મળશે અને આર્થિક હાલાતમાં સુધાર આવશે. તમારી ભરપૂર ઉર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે, ઘરેલુ તણાવ દૂર કરવામાં મદદ મળશે. આજે તમારું દુ:ખ બરફની જેમ પીગળી જશે. કામ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતિને ખરાબ કરી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગે દોરી રહ્યા હોય, આવા લોકો તમને ખોટી માહિતી આપી શકે જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): પોતાની તબીયતને ધ્યાનમાં રાખી ચીસો પાડવાથી બચવું. આજે તમને જમીન, રિયલ એસ્ટેટ જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરીરત છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા ઘરના વડીલોની સલાહ લો, નહીં તો તે તમારાથી નારાજ થઈ શકે છે. મિત્રો અને પરિવારના લોકો તમને પ્રેમ અને સહયોગ આપશે. દિવસને ખાસ બનાવવા માટે સ્નેહ અને ઉદારતાનીનાની-નાની ગીફ્ટ પરિવારને આપો. તમારી આજે તનતોડ મહેનત કાર્યક્ષેત્રમાં જરૂર રંગ દેખાશે.

4. કર્ક – ડ, હ (Cancer): ચિંતાના વિચારો તમારી ખુશી બરબાદ કરી શકે છ. તમે તે ન થવા દો, કેમ કે તેનાથી સારી વસ્તુઓ પણ ખતમ થઈ જશે, સમજદારી એજ રહેશે કે, ચિંતા કરવાથી કશું પ્રાપ્ત નથી થતું. ખુદને હંમેશા સારૂ પરિણામ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરો, અને ખરાબ હાલાતમાં પણ સકારાત્મક રહેવાની કોશિશ કરો. બધાને પોતાની ખુશીમાં સામેલ કરો. કેમકે આજે તમારી પાસે સારી એવી ઊર્જા છે જે તમને પાર્ટી અથવા કાર્યક્રમ કરવા માટે પ્રેરિત કરશે. પોતાના પ્રિય સાથે આજે સારું વર્તન રાખો.

5. સિંહ – મ, ટ (Leo): તમારા પતિ અથવા પત્નીની તબીયત તણાવનું કારણ બની શકે છે. આજના દિવસે તમે ઉર્જાથી ભરપુર રહેશો, અને આશા છે કે, અચાનક અજાણ્યો નફો મળી શકે છે. મહેમાનો સાથે આનંદનો દિવસ વિતાવવાનો શ્રેષ્ઠ સમય છે. મિત્રો અથવા સંબંધીઓ સાથે કઈંક ખાસ કરવાની યોજના બનાવો. સારું એ જ રહેશે કે પરેશાનીનો સામનો ઓફિસમાં કરો અને ઘર પર પરિવારના સાથે જીવનનો આનંદ લો. પ્રેમીઓ એકબીજાની પારિવારિક ભાવનાઓને સમજશે. કરિયરની દ્રષ્ટિએ શરૂ કરેલી સફર કારગર સાબિત થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): જિંદગી તરફ ઉદાર વલણ રાખો. પોતાની પરિસ્થિતિની ફરિયાદ કરવાથી અને દુખી થવાથી કઈ પ્રાપ્ત નહીં થાય. આનાથી જિંદગીની સુગંધ ખતમ થઈ જશે, સંતોષી બનવા પોતાની જાતને પ્રેરિત કરો. તમે બીજા લોકો પર વધારે ખર્ચ કરી શકો છો. પ્રેમ ની સફર નાની પણ મજાની રહેશે તમે અત્યાર સુધી જે કામ કર્યું છે તેનો તમને ફાયદો મળશે. આજે અચાનક યાત્રા પણ ઉભી થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે. હિમ્મત ના હારો અને ઈચ્છિત ફળ મેળવવા માટે સખત મહેનત કરો. આ નિષ્ફળતાને સફળતાનો આધાર બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ પણ કામ આવશે. દિવસના બીજા ભાગમાં આર્થિક રીતે ફાયદો થશે. સંપત્તિને લઈ વિવાદ ઉભો થઈ શકે છે. પારિવારિક તણાવના કારણે પોતાની એકાગ્રતા ભંગ ના થવા દો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): જે રીતે મરચું જમવાની વસ્તુને ટેસ્ટી બનાવે છે, એજ રીતે થોડું દુખ પણ જીવનમાં જરૂરી છે અને ત્યારે જ સુખની અસલી કિંમત ખબર પડે છે. ઉધાર માંગનારા લોકોને નજર અંદાજ કરો. તમારા બાળકો તમારી સાથે વધુ સમય પસાર કરવાની માંગણી કરશે પરંતુ તેમ ન કરતા તમે તણાવ અનુભવશો પરંતુ બાળકોને સમય આપવો જોઈએ બાળકોથી જ ઘરનું વાતાવરણ હળવું રહે છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાઓ અંત આવી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારૂ સ્પષ્ટ અને નીડર વલણ તમારા મિત્રોના અહમને ઠેસ પહોંચાડી શકે છે. રિયલ એસ્ટેટ અને નાણાકીય લેવડ-દેવડ માટે સારો દિવસ છે. તમારા પહેરવેશ અને રૂપ રંગને લઈ પરિવારના લોકો નારાજ થઈ શકે છે. એકતરફી પ્રેમ તમારી ખુશીને બગાડી શકે છે. મોટા વ્યવસાયિક વ્યવહાર કરતી વખતે તમારી લાગણીઓને ધ્યાનમાં રાખો.

10. મકર – જ, ખ (Capricorn): પોતાની તબીયતને ધ્યાનમાં રાખી ચીસો પાડવાથી બચવું. આજે રોકાણના જે નવા અવસર મળે, તેના પર વિચાર કરવો પરંતુ ધન ત્યારે જ લગાવવાું જ્યારે તેના તમામ પાસાનો અભ્યાસ કરી લો. આજે તમારું સ્મિત અર્થહીન છે, હાસ્યમાં તે સત્યતા નથી, દિલ તૂટવાનો અનુભવ થઈ શકે છે. કારણ કે તમારે કોઈ ખાસ વ્યક્તિ ગુમાવવાનું દુખ સહન કરવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિને વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. સાંભળેલી વાતો પર આંધળો વિશ્વાસ ન કરો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): તમારુ આકર્ષક વર્તન બીજા લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચશે. ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં ફસાવાથી બચવું. રોકાણ કરવામાં સાવધાની રાખવી. પોતાના પરિવાર સાથે ખરાબ વર્તન ન કરવું. નહીં તો પરિવારમાં શાંતી ભંગ થઈ શકે છે. આગામી દિવસોમાં તમને ઘણી સારી તકો મળશે. મુસાફરી ફાયદાકારક પરંતુ ખર્ચાળ સાબિત થશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી સાથેનો શ્રેષ્ઠ દિવસ બનાવી શકો છો. તમારા માટે સારો સમય શોધવો તે ખૂબ સરસ રહેશે. તમારે પણ તેની અત્યંત જરૂર છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): તમારા પરિવારને તમારી પાસે ખુબ આશા છે, જેને પગલે તમે ક્રોધીત થઈ શકો છો. બેન્ક સાથે જોડાયેલ લેવડ-દેવડ કરતા સમયે સાવધાની રાખવાની જરૂરત છે. કોઈ નવો સંબંધ લાંબો સમય સાથ આપશે અને ફાયદાકારક પણ સાબિત થશે. જો તમે તમારી ક્ષમતાઓ અને પ્રતિભાને યોગ્ય લોકો સમક્ષ સારી રીતે રાખશો, તો જલ્દીથી લોકોની નજરમાં તમારી એક નવી અને સારી છબી તૈયાર થશે. અન્યને મનાવવા માટેની તમારી પ્રતિભા તમને ખૂબ ફાયદો કરશે.