ખબર

થોડા અજીબ થોડા મજેદાર, પરંતુ આ 6 રેકોર્ડ અવિશ્વસનીય જરૂર- જાણો અનોખા 6 રેકોર્ડ વિશે

આપણે ઘણી વાર એવા રેકોર્ડસ જોતા હોય છે કે, જેની આપણે કયારેપ ન કલ્પના પણ ના કરી હોય. ઘણા લોકો તો પોતાના ને પોતાના જ રેકોર્ડ તોડતા હોય છે. આજે અમે તમને એવા રેકોર્ડ વિષે જણાવીશું કે જેના વિષે તમે આ પહેલા કયારે પણ સાંભળ્યું ના હ્યો અથવા વાંચ્યું પણ ના હોય. આ રેકોર્ડસ હટકે જ નથી પરંતુ અવિશ્વનીય છે.

આવો જાણીએ એ 6 રેકોર્ડ વિષે.

1.ગોલ્ડન કરાડ્રિલેટરલના રૂટ પર સૌથી વધુ માઈલેજનો રેકોર્ડ

Image Source

દિલ્લી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઇને કનેક્ટ કરનારા ગોલ્ડન કરાડ્રિલેટરલ રૂટ બધા જ બાઇકર આતે એક મજેદાર અનુભવ છે. આ રૂટ પર જયારે પવિત્રએ પ્રવાસ કરવાનું વિસાર્યું ત્યારે સૌથી પહેલા સવાલ એ આવ્યો કે, 6377.5 કિલોમીટરની આ લાંબી રાઇડને કંઈ બાઈક સાથ અપાઈ છે. સારી બીક હોય પરંતુ માઈલેજ સારી ના હોય તો પ્રવાસ આગળ જ વધી ના શકે. પવિત્રએ તેના 100 સીસી વાળી TVS Sport લઈને નીકળી પડયો હતો. TVS Sportની 76.40 kmplની માઈલેજે પવિત્રને હેરાન કરી ઇડધો હતો. 31 જુલાઈએ શરૂ કરેલા આ પ્રવાસમાં 83.48 લીટર પેટ્રોલ નો ઉપયોગ કર્યો હતો. આ પ્રવાસ 19 ઓગસ્ટે ગુજરાતના અમદાવાદમાં પૂરો થયો હતો.

2. સૌથી મોટો Human Flag

Image Source

આ રેકોર્ડ ભારત માટે એક ગૌરવવંતો એવોર્ડ છે. સૌથી મોટા Human Flagનો રેકોર્ડ ભારતના નામ પર છે. Human Flag 7 ડિસેમ્બર 2014ના રોજ 43,830 લોકોની મદદથી ચેન્નાઇના વાયએમસીએ મેદાનમાં બનાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડ રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3230 અને ન્યુઝ 7 તમિલના સહયોગથી બનાવવામાં આવ્યો હતો.

3. બધા દેશમાં ઝડપી મુલાકાત લેનાર મહિલા

Image Source

આજે સૌ કોઈ ઇચ્છતું હોય છે કે, બધી જ જગ્યા પર ફરવા જઈએ. પરંતુ ઘણા લોકોની ફક્ત આ ઈચ્છા જ રહી જાય છે. અમેરિકાની મહિલા Taylor Demonbreunએ આ રેકી બતાવ્યું હતું. Taylor Demonbreun ગ્રેજ્યુએશન પૂર્ણ થયાના 2 અઠવાડિયા બાદ 1 જૂન 2017ના રોજ Taylor Demonbreun ફરવા માટે નીકળી ગઈ હતી. Taylor Demonbreuએ લગભગ 554 દિવસ એટલે કે 18 મહિનાની અંદર દુનિયાના બધા દેશ ફરીને રેકોર્ડ તેના નામે કરી લીધો હતો. Taylor Demonbreunએ 114 એરલાયન્સમાં પ્રવાસ કરીને 7 ડિસેમ્બર 2018ના રોજ કેનેડામાં આ પ્રવાસને પૂરો કર્યો હતો.

4. ગોલ્ફ કોર્ટ પર સૌથી લાંબી યાત્રા કરનાર

Image Source

ગોલ્ફ કોર્ટેમાં તમે ખેલાડીઓને વધુમાં વધુ મીટર્સને આગળ-પાછળ થતા જોયા છે. પરંતુ તેમાં કોઈ ખાસ સ્પીડ નથી હોતી ના તો કોઈ પાવરફુલ એન્જીન. ગોલ્ફ કોર્ટ પર તેલંગાણાના એમ.વી. કૃષ્ણા રેડ્ડીએ તેના પત્ની અને પુત્ર સાથે 1,665.138 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 14 જાન્યુઆરી 2017ના રોજ હૈદરાબાદથી શરૂ કરવામાં આવેલી આ ટ્રીપ 22 જાન્યુઆરી 2017ના રોજ હૈદરાબાદમાં પુરી થઇ હતી.

5. દુનિયાના સૌથી મોટા શૂઝ

Image Source

દુનિયામાં બધા જ પ્રકારના રેકોર્ડ થાય છે. પરંતુ દુનિયાના સૌથી મોટા શૂઝનો રેકોર્ડ પણ છે. આ શૂઝ 6.40 મીટર લાંબા, 2.39 મીટર પહોળા અને 1.65 મીટર ઊંચા છે. આ શૂઝ દુનિયાના સૌથી મોટા શૂઝ છે. આ શુઝને 12 એપ્રિલ 2013ના રોજ ઇલેક્ટ્રિક સિક્કીથી બનાવવામાં આવ્યા છે. આ શૂઝ Superga 2750નું એક રેપ્લિકા છે. જે હોંગકોંગમાં Supergaના લોન્ચ સમયે જશ્ન મનાવતા જોવા મળ્યો હતો.

6. સાઇકલ દ્વારા રેગિસ્તાનનને સૌથી ઝડપી પાર કરવું

Image Source

દુનિયાનું સૌથી મોટું રેગિસ્તાન, સહારા રણને સાઇકલ દ્વારા ઝડપથી પર કરવાનો રેકોર્ડ ઇરાનના Reza Pakravan ના નામ પર છે. 13 દિવસ, 5 કલાક, 50 મિનિટ અને 14 સેકેન્ડે ચાલેલા આ સફરમાં 1,734 કિલોમીટરને 2 હિસ્સામાં પૂરું કરી દીધુ હતું. 4 માર્ચ 2011ના રોજ એલજીરિયાથી શરૂ કરીને 17 માર્ચ 2011ના રોજ Reza Pakravan સુડાન પહોંચ્યો હતો, આ દરમિયાન તેને રેતીના તોફાન અને વરસાદનો પણ સામનો કરવો પડયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.