અજબગજબ

દિલ્લીનો અજુબો: 6 ગાજના ઘરમાં રહેતો હતો પૂરો પરિવાર, 2 માળનું ભાડુ 3500 રૂપિયા

આ 6 ગાજના ઘરની અંદરની તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઇ જશો, જુઓ

દેશની રાજધાની દિલ્લીના બુરાડી વિસ્તારમાં બનેલું એક ઘર હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલું છે. માત્ર 6 ગજના જમીનમાં ઉભેલી આ ઇમારતમાં એક પરિવાર જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી અહીં જ રહે છે.

Image Source

બુરાડી વિસ્તારમાં બનેલા 6 ગજના આ નાના એવા મકાનને જોવા માટે લોકો દૂર દૂર થી આવે છે. આસપાસના લોકોનું કહેવું છે કે આ ઘર ખુબ જ લોકપ્રિય બની ગયું છે. અહીં આવનારા લોકો ઘરની તસ્વીરો પણ લે છે.

Image Source

સૌથી ખાસ વાત એ છે કે આ મકાનમાં એક બેડરૂમ, એક કિચન, બાથરૂમ, સીઢી અને છત પણ છે. મકાનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર સીઢી અને બાથરૂમ છે. સીઢીથી ઉપર ચઢતા પહેલા માળ પર એક બેડરૂમ છે અને બીજા માળ પર કિચન અને ખુલ્લી છત છે. અમુક લોકોનું માનવું છે કે આ દિલ્લીનું સૌથી નાનું ઘર છે.

Image Source

આ ઘરમાં રહેનારી પિંકી નામની મહિલા જણાવે છે કે આ ઘરને ખુબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે જે માત્ર છ ગજમા જ બનેલું છે. પુરા ઘરમાં માર્બલનોપણ ઉપીયોગ કરવામાં આવ્યો છે. આ ઘરમાં તે પોતાના પતિ અને બે બાળકો સાથે રહે છે.

Image Source

આ ઘરનું ભાડું મહિનાના 3500 રૂપિયા છે. પિંકી જણાવે છે કે ઘર ભલે નાનું હોય છતાં પણ ખુબ ફેમસ બની ગયું છે. લોકો એ જાણીને હેરાન થઇ જાય છે કે આ નાના એવા ઘરમાં ચાર લોકો કેવી રીતે રહી શકે છે.

Image Source

આ ઘર માત્ર લોકો માટે જ નહીં પણ ઘર બનાવનારા બિલ્ડર અને નિવેશકોની વચ્ચે પણ ખુબ લોકપ્રિય થઇ ચૂક્યું છે.

Image Source

પહેલા તો કોઈ વિશ્વાસ જ કરી રહ્યું ન હતું કે આ મકાન માત્ર છ ગજમા કેવી રીતે હોઈ શકે પણ માપવા પર ઘરની દીવાલ છ ગજની જ નીકળી.