ખબર

ખુશખબરી: ગુજરાતમાં 24 કલાકમાં 539 નોંધાયા તો પણ એક સારા સમાચાર આવ્યા

સમગ વિશ્વમાં હાહાકાર મચાવનાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના ન્યુ 539 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા થોડા દિવસોથી કોવિડ પેશન્ટની મોતની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ એક દિવસમાં 20 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હતા. જ્યારે આજે ડિસ્ચાર્જ વધ્યા છે. આજના ડિસ્ચાર્જની વાત કરીએ તો ગુજરાતમાં 535 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 26737 થયો છે. અને મોતનો કુલ આંક 1639 અને ડિસ્ચાર્જનો કુલ આંક 18702 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ ૩૦૬, સુરત ૧૦૩, વડોદરા ૪, ભરૂચ ૧૨, ભાવનગર ૯, ગાંધીનગર ૮, નર્મદા ૮, જામનગર ૭, મહેસાણા ૪, રાજકોટ ૪, આણંદ ૪, સુરેન્દ્રનગર ૪, અમરેલી ૪, પાટણ ૩, નવસારી ૩, બનાસકાંઠા ૩, અરવલ્લી ૩, મહીસાગર ૨, ખેડા ૨, વલસાડ ૨, બોટાદ ૧, દેવભૂમિ દ્વારકા ૧, મોરબી ૧ કેસ, પંચમહાલ ૧, કચ્છ ૧, નોંધાયા છે.

Active case ની સંખ્યા 6396 છે. આમ જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 306 ન્યુ કેસો નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 103 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 535 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર થઇ છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 18,702 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.