ખબર

ગાયના પેટમાંથી નીકળ્યું 52 કિલો પ્લાસ્ટિક, માત્ર 140 રૂપિયામાં ઓપરેશન કરતી સમયે…

આજના સમયમાં પ્લાસ્ટિકની સમસ્યા ખુબ ગંભીર બની ગઈ છે. લોકો જ્યા-ત્યાં ચારે તરફ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ વગેરે ફેંકતા રહે છે, જેનું પરિણામ આપણે તો ભોગવવાનું જ છે પણ સાથે સાથે નિર્દોષ પ્રાણીઓને પણ ભોગવવું પડી રહ્યું છે.

Image Source

આપણે બધાએ મોટાભાગે એ જોયું હશે કે ગાયને જ્યારે ખુબ ભૂખ લાગે છે તો તે રસ્તા પરની ગમે તે વસ્તુ ખાવા લાગે છે. ખોરાક શોધવાના હેતુથી ગાય કચરામાં પડેલું પ્લાસ્ટિક પણ ગળી જાય છે. એવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે, જ્યા એક ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું.

Image Source

પુરી ઘટના તમિલનાડુની છે, જ્યાં વેટરનરી એનિમલ સાઇન્સ યુનિવર્સીટીના સર્જન દ્વારા ગાયનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન 18 ઓક્ટોબર સવારે 11 વાગે શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજે 4.30 વાગે પૂર્ણ થયું હતું.

Image Source

ઓપરેશન કરીને ડોકટરે ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યું હતું. ડોકટરના આધારે પ્લાસ્ટિકને લીધે ગાયના પેટમાં દુઃખાવો રહેતો હતો, જેને લીધે તે પોતાના પેટ પર લાત મારતી રહેતી હતી. આ સિવાય તેના દૂધની માત્રા પણ ઓછી થઇ ગઈ હતી.

Image Source

આ ઓપરેશન સર્જન A. Velavan અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ મળીને કર્યું હતું. મીડિયા સાથે વાતચીતના દરમિયાન તેઓએ જણાવ્યું કે ગાયના પેટમાંથી ઘણી અણીદાર સોય પણ કાઢવામાં આવી હતી. A. Velavan નું કહેવું હતું કે આ ખુબ જ મુશ્કિલ ઓપરેશન હતું.

Image Source

ગાયના માલિક મુનીરાથનમનું કહેવું છે કે આ ઓપરેશનમાં કુલ 140 રૂપિયા લાગ્યા છે. જો આ ઓપરેશન કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં થયું હોત તો તેનો ખર્ચ 35000 થી લઈને 40000 આવી શકે તેમ હતો. ગાયને પુરી રીતે ઠીક થવામાં એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.