ખબર

તમારા છોકરાને કયારેય ન કહો આ 5 વાતો, તેમના દિમાગમાં ખરાબ અસર પડી શકે છે આ 5 વાતો

કહેવામાં આવે છે કે બાળકો કોઈ પણ વસ્તુ જલ્દી શીખી લે છે. બાળકો કોરી સ્લેટ જેવા હોય છે જેમાં માતા પિતા, પરિવાર અને સમાજ કઈ પણ લખી શકે છે. બાળકો તેમને આસપાસ થતી વસ્તુઓ જલ્દી શીખી જતા હોય છે. તેથી બાળકોની પરવરીશ પરિવાર સમાજ અને માતા-પિતાના દ્વારા સરખા વાતાવરણમાં કરવી ખુબ જ જરૂરી છે. બીજા બધાની વાતોની અસર કરતા માતા-પિતાની વાતોની અસર જલ્દી બાળકો પર પડે છે.

તેથી માતા-પિતાએ તમને સામે અમુક વાતો ન કરવી જોઈએ જે તેમને દિમાગમાં ખરાબ અસર કરતી હોય. લાંબા સમયે આ વાતો તેમારા બાળકો પર ખરાબ અસર કરે છે. તેથી બાળકોને કંઈપણ કહેતા પહેલા પોતાના વાક્યો અને શબ્દોને ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ. આજે અમે તેમને જણાવી એ છીએ એવા 5 વાક્યો જે લોકો કાયમ પોતાના બાળકોને કહેતા હોય છે પણ આ વાક્ય કયારેય બાળકોને કહેવા જ જોઈએ નહીં. જો તમે તમારા બાળકને સમજાવતા હોવ કે વઢતા હોય ત્યારે આ વાક્યોના ઉપયોગ ન કરવો જોઈએ.

ઘર છોડીને ચાલ્યા જા:

Image Source

કયારેક ક્યારેક ખુબ જ ગુસ્સામાં જયારે બાળકથી હેરાન થઈ જાય છે ત્યારે તેઓ કહી દેતા હોય છે કે ઘરથી નીકળી જા. આવી બાબતમાં બાળકો રોવા લાગે અને ગુસ્સામાં આવીને ઘર છોડીને પાડોશી અથવા મિત્રના ઘરે જતા રહે છે. પરંતુ આ વાત બાળકોના દિમાગ પર ખરાબ અસર કરે છે. જ્યાં સુધી બાળક સક્ષમ નથી ત્યાં સુધી તો તે પાછા આવી જાય છે. પરંતુ થોડાક મોટા થઈને ફરી ક્યારેક આવું થાય તો તેઓ ખુબ જ ગુસ્સમાં કોઈ ખોટું પગલું પણ ભરી શકે છે. તેથી બાળકોને ક્યારેય ભૂલથી પણ ઘર છોડવાનું ન કહેવું જોઈએ.

કાશ મેં તેને જન્મતા જ મારી નાખ્યો હોય:

Image Source

મા-બાપ ક્યારેક ગુસ્સામાં આ વાક્ય બોલી જતા હોય છે અથવા કેટલીક વાર બાળકોની ભૂલ બતાવવા લાડમાં આ વાક્ય બોલી જતા હોય છે. પરંતુ આ વાક્યની બાળકોના દિમાગ પર ખુબ જ ખરાબ અસર થાય છે તેમને આત્મવિશ્વાસમાં લથડાઈ જાય છે. લોકો કાયમ સમજે છે કે સેલ્ફ રિસ્પેક્ટ મોટા લોકમાં જ હોય છે પરંતુ એવું નથી બાળકોમાં પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે અને તેને ઠેસ પહોંચે તો બાળકન દિમાગ પર તેની ખરાબ અસર થાય છે.

તારા કરતા તારો ભાઈ, બહેન અથવા મિત્રો સારા છે:

Image Source

ઘણીવાર માતા પિતા એવું કહેતા સાંભળવા મળ્યા હોય છે કે તારા કરતા તારો ભાઈ અથવા કોઈ પાડોશીનો છોકરો સારો. આવી વાતો બાળકો સામે કયારેય ન કરવી જોઈએ. દરેક બાળકની ક્ષમતા અને સામર્થ્ય અલગ અલગ હોય છે. બાળકો તેના અનુરૂપ કામ કરે છે અને નિર્ણય લે છે આવું કહેવાથી બાળકના મનમાં એ વાક્ય ઘર કરી જાય છે કે તે કયારેય સારું કામ કરી નહીં શકે.

તારી ઉંમરમાં હું તારા કરતા વધુ સારો હતો:

Image Source

જો તમે તમારા બાળકને એવું કહીને એની ભૂલોનો અહેસાસ કરાવવા માંગો છો કે તેની ઉંમરમાં તમે તેના કરતા સારા હતા અને તમે આ ઘણું બધી વસ્તુ હાંસિલ કરી હતી તો તમે ખોટા છો. બાળકોની ક્ષમતા તેમની ઉછેર અને પારિવારિક પરિસ્થિતિઓ ઉપર નિર્ભર કરે છે. તમે બાળપણમાં વધારે ક્ષમતાવાળા હતા તો એવું ન હોય તો તમારા બાળકો પણ તે ઉંમરે એટલી જ ક્ષમતાવાળા થાય. તેથી તમારા તમારી અને તમારા આ બાળકોની વચ્ચે કયારેય તુલના ન કરવી જોઈએ.

તું કાયમ ધીમે કામ કરે છે:

Image Source

ઘણા માતા-પિતા તેમને બાળકોને એટલા માટે વઢતા હોય છે કે તે તેમની અપેક્ષા કરતા ધીમા કામ કરતા હોય છે. આ એક સામાન્ય વાત છે કે તમારી અને તમારા બાળકની ક્ષમતા સરખી હોતી નથી. અને તેનું બીજું કારણ એ પણ છે કે બાળકોનું મન વ્યસ્ત લોકોના મન કરતા વધારે જલ્દી ભટકી જાય છે. તેથી તેમના ઉપર કાયમ એક જ બાબતે ગુસ્સે થવા કે તે ઘીમાં છે તો તે ખોટું છે. જો તમે બાળકને આ જ વાત પ્રેમથી સમજાવો તો તમને સારા પરિણામ મળી શકે છે. બાળાકોને કોઈ કામ પૂરું કરવા માટે તમે લાલચ પણ આપી શકો છે.

તેથી બાળકો પર ગમે તેવો ગુસ્સો આવે પણ આ વાક્યોનો કયારેય ઉપયોગ કરવો ના જોઈએ અને જો તમે ભુલથી પણ આ શબ્દોનો ઉપયોગ કરતા હોય તો તરત જ બંધ કરી દેજો.