કૃષિ બિલને લઈને આજકાલ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ કિસાન આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો પોતાની આગવી રીતે ખેતી કરવામાં લાગી ગયા છે જેમાંથી તે ખુબ જ સારો નફો પણ કમાઈ રહ્યા છે.

પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલીમાં કેટલાક એવા જ ખેડૂતો છે જેમને પરંપરાગત ખેતીને છોડી નવી તકનીકના ઉપયોગ દ્વારા ખેતી કરી અને ખેતી સાથે પોતાની તકફીર પણ બદલી નાખવામાં તે સફળ રહ્યા છે.
ચંદોલીના ચહનિયા બ્લોકમાં રહેવા વાળા ખેડતૂ જયાત સિંહ અને રાહુલ મિશ્રાએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને વૈજ્ઞાનિક વિધિનો પ્રયોગ કર્યો અને છેલ્લા 3 વર્ષની અંદર ખેતીની આખી તાસીર જ બદલી નાખી.

હાલમાં ખેડૂતોનું આ ગ્રુપ લગભગ 100 વીઘામાં ટામેટા, કોબીજ, શિમલા મરચા, લીલા મરચા અને બીન્સની સાથે સાથે કેળા, પપૈયા, સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. આ આધુનિક ખેતીએ ખેડૂતોનું જીવન જ બદલી નાખ્યું છે. સાથે તેમની આવક પણ કેટલાય ઘણી વધી ગઈ છે.
દેવડા ગામના રહેવાવાળા રાહુલ મિશ્રા અને જુડા હરધન ગામના જયંત સિંહે પોતાના ત્રણ મિત્રો રવિ સિંહ, સોનુ સિંહ અને અનુપ સાથે મળીને જયારે આધુનિક ખેતી કરવાનો નિર્ણય કર્યો ત્યારે લોકો તેમના ઉપર હસી રહ્યા હતા.

પરંતુ પોતાની લગન અને મહેનત દ્વારા તેઓ આગળ વધ્યા, નિરાશ થયા વગર આધુનિક ખેતી કરવાનું શરૂ કર્યું. પહેલા વર્ષે તેમને પપૈયા અને કેળાની ખેતી કરી. જયારે આ પાકના સારા ભાવ મળ્યા ત્યારે તેમને મોટા પ્રમાણમાં ખેતી કરવાનું નક્કી કર્યું. આજની તારીખમાં તે લગભગ 100 વિઘાની અંદર આ ખેતી કરી રહ્યા છે.