જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

આજે વાંચો 5 એવા ડોક્ટરોની સ્ટોરી જે મફતમાં ઈલાજ કરીને સમાજમાં ખુબ મદદરૂપ થઇ રહ્યા છે

ભગવાનથી ઓછા નથી આ 5 ડોક્ટર, આજે વાંચો બેસ્ટ પોઝિટિવ સ્ટોરી

ડોકટરોને ધરતી પર ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેમનું કામ દર્દીઓને માત્ર સાજા કરવાનું ન નથી હોતું પણ તેઓ લોકોને એક નવું જીવન પણ આપે છે. પરંતુ આધુનિક યુગમાં ઈલાજ કરાવવું એટલું મોંઘુ થઇ ગયું છે કે ગરીબોને પોતાની ઘર, જમીન વેચીને પોતાનો ઈલાજ કરાવવો પડે છે. એવામાં મોંઘવારીના સમયમાં મોંઘી દવાઓ અને ઇલાજના અભાવે ગરીબ અને અસહાય વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે.

Image Source

જયારે એવા પણ કેટલાક ડોકટરો હોય છે કે જે પોતાના સેવાભાવ અને કાબેલિયતના સહારે બીમારી સામે ઝૂઝતા લોકોને રાહત આપે છે. આવા ડોક્ટર્સ વિષમ પરિસ્થિતિઓમાં પણ ગરીબોના કલ્યાણ માટે તત્પર રહેતા હોય છે. આ ડોક્ટર્સ માત્ર દર્દીની સારવાર જ નથી કરતા પણ એમને જવું જીવન આપે છે, જેથી તેઓ પોતાની સાથે જ બીજાઓ માટે પણ કઈ કરી શકે. ડોક્ટર્સ હવે માત્ર બીમારીનો ઈલાજ જ નથી કરતા પણ તેમને આર્થિક સહાય આપીને આત્મનિર્ભર પણ બનાવી રહયા છે. દેશમાં એવા કેટલાક ડોક્ટર્સ છે કે જે સમાજને સ્વસ્થ બનાવવાની સાથે જ બદલાવ પણ લાવી રહયા છે. તો ચાલો જોઈએ આવા જ પાંચ ડોકટર વિશે –

ડૉ. કિરણ માર્ટિન –

60 વર્ષીય બાળ ચિકિત્સક ડૉ. કિરણ માર્ટિને દિલ્હીની મુલ્લાના આઝાદ મેડિકલ કોલેજમાંથી તબીબી શિક્ષણ મેળવ્યું હતું. તેમને પોતાનું આખું જીવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો અને લોકોને સમર્પિત કરી દીધું છે. તેમણે અહીંના લોકોને માત્ર સ્વસ્થતા વિશે જ જાગૃત નથી કર્યા પરંતુ તેમને આત્મનિર્ભર બનવાનું પણ શીખવ્યું. આ કાર્યમાં તેમના સમાજ અને ભારત સરકારે પણ મોટો ફાળો આપ્યો હતો. તેમને તેમના સેવાભાવી આ કાર્ય માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી સાથે બીજા ઘણા એવોર્ડ મળી ચુક્યા છે.

Image Source

જયારે 1988માં કોલારા ફાટી નીકળવાના કારણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડૉ. કિરણ પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં તેમની સેવા આપવાનું વિચાર્યું. તેમને એક ઝાડની નીચે ખુરશી અને ટેબલ મૂકીને ક્લિનિકની શરૂઆત કરી અને હાલ તેઓ દિલ્હીના 91 ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં લગભગ 7 લાખ લોકોને સેવા આપી રહ્યા છે. આ પછી તેમને પોતાના કામને આગળ વધારતા આશા નામની સંસ્થાની સ્થાપના કરી, જેમાં મહિલાઓને ટ્રેનિંગ આપીને તેમને સામાજિક આરોગ્ય કાર્યકર બનાવવામાં આવ્યા.

Image Source

આ મહિલાને તાલીમ આપ્યા બાદ ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવે છે, જેનાથી તેઓ બીમારી અને તેનાથી ફેલાતા ચેપને રોકવા માટે પ્રાથમિક સારવાર કરીશ શકે. આ ટીમ તે વિસ્તારની બાકીની મહિલાઓને તેમના બાળકો અને કુટુંબને પોષિત રાખવા માટે માહિતી આપે છે. કોઈ ગંભીર બીમારી દરમિયાન, આશા વર્કર લેબ સંભાળીને તેની સારવાર કરે છે. તેમને ઇસીજી, એક્સ-રે સુવિધા આપવામાં આવે છે. ડૉ. કિરણે ગરીબ લોકો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ શરૂ કરાવી જેમાં હેન્ડપંપ, ફાઇનાન્સ યોજનાઓ, ખાતા ખોલાવ્યા. આ સાથે ઝૂંપડામાં રહેતા બાળકોને રોજગાર અને શિક્ષણ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

ડૉ. અભિજિત સોનવાને –

મહારાષ્ટ્રના પુણેના ડૉ. અભિજિત સોનવાનેએ વર્ષ 1999માં એમબીબીએસની ડિગ્રી પૂર્ણ કરી અને પોતાનું ક્લિનિક ખોલવાને બદલે કે કોઈ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાને બદલે લોકોને ઘરે ઘરે જઈને સારવાર આપવાનું નક્કી કર્યું. અભિજિત આખો દિવસ ઘરે ઘરે ફરતા અને સાંજ સુધીમાં, 60-70 દર્દીઓ જોયા પછી, તેઓ માત્ર 30-35 રૂપિયાની કુલ કમાણી કરી શકતા. તેમ છતાં તેમને આ કામ ન છોડ્યું અને ઘરે ઘરે જવાની સાથે સાથે ડૉ. અભિજિત ગામના મંદિરમાં બેસીને જરૂરિયાતમંદની સારવાર કરવા લાગ્યા.

Image Source

બે વર્ષના સંઘર્ષ પછી, ડૉ. અભિજિતની આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થામાં નોકરી લાગી અને તેમને પોતાની આવડતથી તે નોકરીમાં ઘણું નામ કમાવ્યું. તે પછી, 15 ઓગસ્ટ 2015ના રોજ, તેણે નોકરી છોડ્યા પછી સોહમ ટ્રસ્ટ નામનું એનજીઓ શરૂ કર્યું અને હવે તેમની પાસે સમાજ સેવા માટે જુસ્સાની સાથે પૈસા પણ હતા. આ ટ્રસ્ટના બેનર હેઠળ ડૉ. અભિજીત રસ્તાના કિનારે બેઠેલા ભિખારીઓની વિના મૂલ્યે સારવાર કરે છે. તેઓ દરરોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી આ ભિખારીઓની સારવાર કરે છે.

તેમનું માનવું છે કે આ લોકોમાં ઘણા એવા છે જેમના પરિવારના સભ્યોએ તેમની જવાબદારી ઉઠાવવાથી હાથ પાછળ ખેંચી લીધો છે. આવા લોકોની સારવાર કરે છે અને મફત દવાઓ પણ આપે છે. તેઓ દર સોમવારથી શનિવાર સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ફરી-ફરીને આવા લોકોની સારવાર કરે છે.

Image Source

આ દરમિયાન, તેઓ ભિખારીઓ સાથે વાત કરીને તેમને આ કામ છોડી દેવા માટે પણ પ્રેરિત કરે છે. તેઓ તેમને ભીખ માંગવાના બદલે ફૂલો વેચવા, દીવા બનાવવા જેવા નાના વ્યવસાયો કરવાની સલાહ આપે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. તેઓ આ પ્રયત્ન કરતા આર્થિક અથવા અન્ય પ્રકારની સહાય માટે પણ હાજર રહે છે. ડોક્ટર અભિજિત કહે છે કે આ કરવાથી તેને આનંદ મળે છે. પોતાને ભીખારીનો ડોક્ટર કહેવામાં તેમને કોઈ સમસ્યા નથી. તેમને પોતાની આ અભિયાનનું નામ ‘Beggars to Entrepreneurs’ રાખ્યું અને તેમના અભિયાન દ્વારા આ મિશન 37-40 વૃદ્ધ લોકોએ ભીખ માંગવાનું છોડીને બાર્બર, ફ્લોરિસ્ટ જેવા નાના ધંધા શરૂ કર્યા છે.

ડૉ. યોગી એરોન –

દહેરાદૂનના 80 વર્ષીય ડૉ. યોગી એરોને પોતાના જીવનના કિંમતી વર્ષો ગરીબ અને લાચાર લોકોની સેવામાં વિતાવ્યા પણ ન તો તેમની પાસે પૈસા છે કે કે ન તો ખ્યાતિ, પરંતુ એવા બધા ગરીબ અને પીડિતોની પ્રાર્થના અને આશીર્વાદ જરૂર છે કે જેમનું જીવન ડૉ. યોગીએ બચાવ્યું છે. ગંભીર સ્થિતિ હોવાને કારણે ઘણી વખત તેમની સર્જરી પણ કરવામાં આવે છે. તેઓ દર વર્ષે લગભગ 500 પીડિતોની સર્જરી કરે છે.

છેલ્લા 11 વર્ષથી, ડૉ. યોગી દર વર્ષે બે અઠવાડિયા માટે એક મેડિકલ કેમ્પ પણ કરે છે જેમાં યુએસના સર્જનોની એક ટીમ ઓપરેશન કરવા આવે છે. એક રિપોર્ટ અનુસાર, લગભગ 10,000 દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં હોય છે. ડૉ. યોગીની અમેરિકન સર્જન ટીમમાં લગભગ 15-16 ડોકટરો હોય છે અને દરરોજ 10-12 સર્જરી કરે છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 1937માં જન્મેલા ડૉ. એરોનને પાંચમા પ્રયાસમાં લખનઉની પ્રખ્યાત કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાં એમિશન મળ્યું હતું, અને ચાર વર્ષની મેડિકલ ડિગ્રી એમને 7 વર્ષમાં પુરી કરી. તેમણે પટનાની પ્રિન્સ વેલ્સ મેડિકલ કોલેજમાંથી 1971માં પ્લાસ્ટિક સર્જરીમાં પણ સ્પેશિયલાઈઝેશન કર્યું. એ સમયે તેમના લગ્ન થઇ ચુક્યા હતા બે બાળકો પણ હતા. 1973માં, યોગીને દહેરાદૂનની જિલ્લા હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જનની નોકરી મળી. 1982માં તે તેમની બહેનની મદદથી યુએસ ગયા અને ત્યાં નવા ડોકટરો સાથે તેમને થોડું એક્સપોઝર મળ્યું. તેમણે આ ક્ષેત્રને વધુ નજીકથી જાણ્યું. અમેરિકાથી પાછા આવ્યા પછી, તેણે તેના પિતા પાસેથી કેટલાક પૈસા લીધા અને દહેરાદૂનમાં થોડી જમીન ખરીદી, જ્યા તેમને સાયન્સ પાર્ક બનાવ્યું.

Image Source

તેમની પત્ની અને ચાર બાળકો સાથે તેઓ દહેરાદૂનમાં ભાડે રહેતા અને ઘરની જ બહારના ભાગમાં નાનું દવાખાનું ખોલ્યું. અહીંથી જ તેઓ સર્જરી કરતા. મોટાભાગના દર્દીઓ ગરીબ પરિવારોના હતા. તે ઘણા લોકોની મફત સારવાર કરતા હતા. ઘરનો ખર્ચ તેમના પિતાના પૈસાથી કરવામાં આવતો હતો. આજે પણ તેઓ ભાડેથી દહેરાદૂનમાં એક નાનકડા મકાનમાં રહે છે. તેમનો એક દીકરો અને દીકરી અમેરિકામાં રહે છે.

મસૂરી હિલ સ્ટેશનના માર્ગ પર એક ચિલ્ડ્રન્સ સાયન્સ પાર્ક છે. અહીં જ ડૉ. એરોનની એક નાનકડી હોસ્પિટલ છે. તેઓ આ હોસ્પિટલમાં બેસીને પીડિતોની દરરોજ મફતમાં સારવાર કરે છે અને દવાઓ પણ આપે છે. ડૉ. એરોનના મતે હિમાલયના પ્રદેશમાં જંગલી પ્રાણીઓથી ઘાયલ થયેલા લોકો અને આગમાં દાઝેલાં લોકોની સંખ્યા સૌથી વધુ હોય છે. અહીં ઘણી ખાનગી અને સરકારી હોસ્પિટલો છે, પરંતુ જ્યારે દાઝી જવાનો કે બળી જવાનો ગંભીર કેસ આવે છે ત્યારે તેને ડૉ. યોગી પાસે મોકલી આપવામાં આવે છે. અહીં સારવાર માટે લાંબી લાઇન લાગે છે અને પીડિતોએ રાહ પણ જોવી પડે છે.

ડૉ. મનોજ કુમાર –

કેરલના ડૉ. મનોજ કુમાર એક મનોરોગ વિશેષજ્ઞ છે અને તેમનું લક્ષ્ય છે કે રાજ્યભરમાં બદલાવ લાવે. બ્રિટનમાં 15 વર્ષ કામ કરીને ભારત પરત ફરેલા ડૉ. મનોજ કુમારનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારમાં રહેતા માનસિક રોગોથી પીડિત લોકોની મફત સારવાર કરવાનો છે. લગભગ 10 પહેલા તેઓ ભારત પરત ફર્યા અને અહીંના ગ્રામીણ વિસ્તારમાં માનસિક રોગોથી પીડિત લોકોની સંભાળ રાખવા લાગ્યા હતા.

ડૉ. મનોજનું કહેવું છે કે સરકાર માનસિક રોગીઓ માટે સારી સુવિધાઓ નથી ઉપલબ્ધ કરાવી રહી એટલે તેઓ પોતાના રાજ્યના લોકોની મદદ કરી રહયા છે. ડૉ. મનોજે કેરલના કોઝીકોડમાં 2008માં મેન્ટલ હેલ્થ એક્શન ટ્રસ્ટ (MHAT) ની સ્થાપના કરી. તેમના આ અભિયાનમાં તેમની સાથે ઘણા વિશેષજ્ઞો અને સામાન્ય લોકો જોડાયા. ડૉ. મનોજનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે પ્રથમ પગલું એ છે કે લોકોમાં આ વિશે તબીબી વ્યાવસાયિકોથી આગળ વધીને જાગૃતિ ફેલાવવી અને જુદા-જુદા સમાજમાં વિસ્તૃત કરવી.

Image Source

વર્તમાનમાં તેમના ટ્રસ્ટ સાથે 1 હજારથી વધુ વોલેન્ટિયર્સ જોડાયેલા છે, જેમાં હોમમેકર, રિટાયર્ડ પ્રોફેશનલ્સ અને એવા લોકો સામેલ થયા કે જે બીજાની મદદ કરવા માટે તૈયાર રહે છે. આ જ વોલેન્ટિયર્સ ટ્રસ્ટ અને લોકોને જોડતી કડી છે. બીમાર થવા પર પરિજન સૌથી પહેલા આ વોલેન્ટિયર્સનો સંપર્ક કરે છે અને ગંભીર સ્થિતિ ન હોવા પર ટીમમાં હાજર તાલીમ પામેલા પ્રોફેશનલ્સ સારવાર કરે છે. આ ટ્રસ્ટના કેરલમાં 25 કેન્દ્રો છે અને દરેકની સ્થાપના ગામમાં જ કરવામાં આવી છે.

આ બધા જ કેન્દ્રોમાં તાલીમ પામેલા સાઈકોલોજીસ્ટ અને સાઈકિયાટ્રીક સામાજિક કાર્યકર્તા છે કે જે દર્દીઓનું કાઉન્સિંલિગ કરે છે અને થેરાપી આપે છે. પરંતુ દવા આપવાનું કામ ડૉ. મનોજ કરે છે. દર્દીથી દૂર હોવા પર કે ઇમર્જન્સીની સ્થિતિ હોવા પર ડૉ. મનોજ વોટ્સએપ, સ્કાઇપ અને ગૂગલ હેન્ગઆઉટની મદદથી વિડીયો કોલિંગ દ્વારા જોડાય છે. તેમની સ્થિતિ જંયા બાદ થેરાપી કે દવાઓ માટે કેન્દ્રના લોકોને નિર્દેશ આપે છે.

Image Source

ડૉ. મનોજ કુમાર મનોરોગ વિશેષજ્ઞ તરીકે ત્રીસથી વધુ વર્ષોથી કામ કરી રહયા છે. તેમની માતાના નિધન બાદ તેઓને સામાજિક કાર્ય શરુ કરવાની તીવ્ર ઈચ્છા થઇ કે જેમાં લોકોને પરવડે તેવી રીતે માનસિક સારવાર થઇ શકે. જયારે તેમને ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારે સૌથી વધુ મોટો પડકાર પૈસાનો હતો. તેમને પૂરતું ફંડ મળતું ન હતું પણ કેટલાક પેશન્ટની સફળતા પૂર્વક સર્વાદ બાદ લોકોમાં તેઓની ઓળખ બનવા લાગી અને લોકોને તેમના પર વિશ્વાસ વધવા લાગ્યો.

ડૉ. મનોજ દુરૈરાજ –

ડૉ. મનોજ દુરૈરાજ માટે તેમનું કામ માત્ર લોકોને ઠીક કરવાનું નથી, પરંતુ તેમને નવું જીવન આપવાનું છે. મહારાષ્ટ્રના પુણે સ્થિત રૂબી હોલ ક્લિનિકમાં કાર્ડિયાક સર્જન હોવા સાથે, ડો મનોજ મેરીયન કાર્ડિયાક સેન્ટર અને રિસર્ચ ફાઉન્ડેશનના હેડ પણ છે. અહીં તેઓ હૃદયની બિમારીથી પીડાતા દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરે છે. ડૉ મનોજને ક્યારેય પણ કોઈ પણ દર્દીને તેના ઈલાજ માટે પૈસા કે સાધનોની કમીને કારણે ના નથી પાડવી પડી.

Image Source

મનોજના પિતા ડો. મેન્યુઅલ દુરૈરાજ 21 વર્ષ સુધી ભારતીય સૈન્યમાં કાર્ડિયોલોજિસ્ટ હતા અને તેમણે ભારતના ત્રણ રાષ્ટ્રપતિઓ – એન. સંજીવ રેડ્ડી, આર. વેંકટરમણ અને જ્ઞાની જૈલ સિંહને સ્પેશિયલ સર્જન તરીકે સેવા આપી હતી. તેમણે રૂબી હોલ ક્લિનિકમાં કાર્ડિયોલોજી વિભાગની સ્થાપના પણ કરી હતી. પરંતુ સમાજમાં તેમનું સૌથી મહત્વનું યોગદાન; મેરીયન કાર્ડિયાક સેન્ટર અને રિસર્ચ ફાઉન્ડેશન છે, જેની સ્થાપના તેમણે 1991માં કરી હતી. ડો. મનોજે 2005માં નવી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) થી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તે પછી તે પણ આ ફાઉન્ડેશનમાં જોડાયા હતા.

ડૉ. મનોજને તેમના પિતાએ સમાજ સુધારણાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. આજે, ક્લિનિક પોતાના ફંડની સાથે જ લગભગ 30 દાતાઓની સહાયથી આશરે 300 જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં સક્ષમ છે. ડૉ. મનોજે અત્યાર સુધીમાં હૃદય સંબંધિત તમામ પ્રકારના બીમારીઓની સારવાર કરી છે. મનોજ અત્યાર સુધીમાં હૃદય સંબંધિત તમામ પ્રકારના બીમારીઓની સારવાર કરી ચૂક્યા છે. તેમણે 350થી વધુ દર્દીઓની નિ:શુલ્ક સર્જરી કરી છે, જેમાં મોટે ભાગે બાળકો અને ગરીબ પરિવારોનાં દર્દીઓ સામેલ છે.

Image Source

તેઓ દર્દીની સારવાર પછીની પ્રક્રિયા પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. ક્લિનિકમાં ઓપરેશન પછી, દર્દીઓને સમયાંતરે મહિનાની મફત સલાહ અને દવાઓ મફત આપવામાં આવે છે. ઘણા લોકો માટે ડૉ. મનોજ તેમના મસીહા છે. પણ ડૉ. મનોજનું માનવું છે કે આ તો માત્ર શરૂઆત છે, હજુ ઘણું કરવાનું બાકી છે.