ખબર

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી 4 વર્ષની બાળકીની આંખોની સર્જરી કરાવવી પડી, વધુમાં વધુ શેર કરો જેથી બધા જાગૃત થાય

આપણે ઘણીવાર જોઈએ છીએ કે આજકાલના બાળકો સ્માર્ટફોનથી રમતા હોય છે. ઘરમાં હોય કે બહાર જાઓ કે કોઈ પણ પ્રસંગે આપણે નોંધ્યું છે કે બાળકો સ્માર્ટફોનથી રમે છે. વળી કેટલાક બાળકો તો એવા હોય છે કે જે ફોન વિના ઊંઘતા નથી અને ફોન વિના જમતા નથી. આપણે એ વાતથી પણ વાકેફ છીએ કે બાળકો માટે સ્માર્ટફોન હાનિકારક છે. છતાં પણ આપણે કઈ કરતા નથી. તો આવા બાળકોના માતાપિતા માટે એક આંખો ખોલનાર કિસ્સો સામે આવ્યો છે.

Image Source

થાઈલેન્ડમાં એક 4 વર્ષની બાળકીની આંખોનું ઓપરેશન કરાવવું પડ્યું, જેનું કારણ સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ હોવાનું જણાઈ આવ્યું છે. ડોક્ટરોએ જણાવ્યું કે આ છોકરીની આંખોની દ્રષ્ટિ ખરાબ થઇ ગઈ હતી. એ બંને આંખોથી એકસાથે જોઈ શકતી ન હતી, આ કારણે તેની આંખો પ્રભાવી રીતે કામ કરતી ન હતી. જેના કારણે તેની આંખોની દ્રષ્ટિ પણ ખરાબ થઇ ગઈ અને તેની આંખો ત્રાંસી પણ થઇ ગઈ હતી.

Image Source

છોકરીના પિતાએ ફેસબૂક પર પોસ્ટ લખી અને જણાવ્યું કે જયારે તેઓ કામ કરતા ત્યારે 2 વર્ષની દીકરીને શાંત રાખવા માટે સ્માર્ટફોનથી રમવા માટે આપવાનું શરુ કરી દીધું હતું. પછી થોડા જ સમયમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ શરુ થવા લાગી, પણ શરૂઆતમાં તેમને એ તરત ન સમજાયું કે આ બધું જ ડિવાઈસના વધુ પડતા ઉપયોગને કારણે થઇ રહ્યું છે.

Image Source

શરૂઆત આંખોની તકલીફોથી થઇ અને પછી તેને ચશ્મા પહેરવા પડ્યા. પણ તેની આંખોથી દ્રષ્ટિ ધીમેધીમે જવા લાગી હતી, જયારે તે 4 વર્ષની થઇ ત્યારે તેનું ઓપરેશન કરાવવું પડ્યું, કારણ કે તેની દ્રષ્ટિ ખૂબ જ ખરાબ થઇ ચુકી હતી. ધીરે રહીને તેમને સમજાયું જરૂર કે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે આ બધું જ થયું છે અને બાળકોને સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવા આપવો એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

Image Source

જો કે ઓપરેશન બાદ બાળકી પોતાની બંને આંખોથી જોઈ શકી, પણ ડોક્ટરોએ સલાહ આપી કે બાળકીને આવા પ્રકારના કોઈ પણ ઉપકરણોથી દૂર રાખો અને ટીવી પણ જોવા ન દો. કારણ કે આ ઉપકરણોથી નીકળતો પ્રકાશ આંખોની દ્રષ્ટિને નુકશાન કરે છે. જેના કારણે સર્જરી કરાવવી પડે છે.

આ બાળકીના પિતાએ ફેસબૂક પર પોસ્ટ શેર કરીને વિશ્વના બધા જ માતાપિતાને ચેતવવાની કોશિશ કરી છે. જેથી તેમની દીકરી સાથે જે થયું એ બીજા કોઈ સાથે ન થાય.

Image Source

ડોક્ટરોએ જણાવ્યું છે કે માતાપિતાએ બાળકોને સ્માર્ટફોન આપવા ન જોઈએ, અને તેની અસર બાળકો પર શું થાય છે એના પર ધ્યાન આપવું જોઈએ. આપણે ત્યાં ઘણા માતાપિતા એવું કરે છે બાળકોના ધમપછાળાને શાંત કરવા માટે તેમને સ્માર્ટફોન કે ટેબ્લેટ વાપરવા માટે આપી દે છે. પરંતુ તેઓને એ વાતનું ધ્યાન નથી હોતું કે તેમના બાળકોના સ્વાસ્થ્ય પર આ વસ્તુ કેટલું નુકશાન કરી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.