દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તે સુંદર અને આકર્ષક દેખાય પણ વધતો જતો મોટાપો તેની સુંદરતામાં અડચણ રૂપ બની જાય છે. ખાસ કરીને બાળકના જન્મ પછી અને પરિવારની જવાબદારીને લીધે મહિલાને પોતાના માટે સમય નથી મળતો અને તે જિમ પણ જઈ શકતી નથી.

એવામાં આવી મહિલાઓ માટે અમે એક્સપર્ટની સલાહના આધારે એવા કારગર ઉપાય લઈને આવ્યા છીએ કે મહિલાઓ જિમ ગયા વગર જ ઘરે રહીને અમુક સરળ વ્યાયામ કરીને પણ પોતાનો મોટાપો દૂર કરી શકે છે અને પહેલા જેવું આકર્ષક ફિગર પણ મેળવી શકે છે.
1. સ્કિપિંગ(દોરડા કૂદવા):

ઘરે દોરડા કૂદવા એક પ્રકારની કાર્ડીઓ એક્સરસાઇઝ જ છે. જે તમારા ખંભા, સાથળ, કમરનો ભાગ વગેરે માટે ખુબ ફાયદેમંદ છે. આ ઉપાય કેલેરી બર્ન કરવાનો શાનદાર ઉપાય છે. રોજ દોરડા કુદવાથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થઇ જાય છે. રોજ સવારે માત્ર 15 મિનિટ દોરડું કુદવાથી પુરા શરીરનું વર્કઆઉટ થઇ જાય છે અને મોટાપો ઓછો કરવામાં પણ મદદ મળે છે.
2. સ્ટેપ-અપ:

ઘરમાં સિઢીઓ ચઢ-ઉતર કરવી પુરા શરીરને ટોન કરતો વ્યાયામ છે. આ સિવાય તે હૃદય માટે પણ ખુબ જ ફાયદેમંદ છે. જો કે સીઢીઓ ચઢવાથી શરૂઆતમાં થાક ચોક્કસ લાગશે પણ અમુક સમયમાં જ તમને તમારા શરીરમાં ફર્ક દેખાવા લાગશે.
3. પુશ-અપ:

પુશઅપ કરવાના ઘણા ફાયદાઓ છે. તેનાથી સોલ્ડર, કમર, ચેસ્ટ અને હાથની સારી એવી એક્સરસાઇઝ થઇ જાય છે. આ વ્યાયામ માટે કોઈપણ પ્રકારના મશિનની જરૂર નથી પડતી.
4. પેટની આસપાસની ચરબી માટે હુલા હૂપ:

બાળપણમાં રમવામાં આવતા હુલા હૂપ દ્વારા તમે સહેલાઈથી પેટની આસપાસની ચરબી ઝડપથી દૂર કરી શકશો. જેમાં આગળથી પાછળ એક સાઈડ થી બીજ સાઈડ અને હિપ્સની આસપાસ રિંગ ફેરવવાથી ચરબી ઓગાળવામાં મદદ મળશે. મહિલાઓને મોટાભાગે કમરની આસપાસ વધારે ચરબી જમા થાય છે એવામાં આ વ્યાયામ મહિલાઓ માટે બેસ્ટ વ્યાયામ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ