ખબર

“ગુજ્જુરોક્સ” ફેસબુક પેજે એક નવો માઈલસ્ટોન પાર કર્યો, દિગ્ગજ કલાકારોએ આપી અઢળક શુભકામનાઓ, જુઓ વિડીયો:

“ગુજ્જુરોક્સ” ફેસબુક પેજ આજે ગુજરાતીઓનો સૌથી લોકલાડીલો પરિવાર બની ગયો છે. ગુજ્જુરોક્સ ફેસબુક પેજ હવે 30 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ સાથે જોડાઈ ગયું છે. વર્ષ 2011માં શરૂ કરવામાં આવેલું આ પેજ આજે 30 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ સાથે જોડાઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી.

આજે આ પરિવાર સાથે 30 લાખ કરતા પણ વધારે ગુજરાતીઓ જોડાઈ ગયા છે તેનો આનંદ સૌથી વિશેષ છે. છેલ્લા 9 વર્ષથી ગુજરાતી ભાષા પ્રત્યે જે પ્રેમ અને લાગણી ગુજ્જુરોક્સ ટિમ દ્વારા બતાવવામાં આવી તેને એક પછી એક ગુજરાતીનું સમર્થન મળતું ગયું, ચાહકો આ પેજ સાથે જોડાતા ગયા અને આજે ગુજરાતનો સૌથી લોકલાડીલો પરિવાર બનાવામાં સફળ રહ્યું.

30 લાખ કરતા પણ વધુ ગુજરાતીઓ જોડાવવા બદલ ગુજ્જુરોક્સ ટીમને ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મો, રંગમંચ અને ટેલિવિઝન શોના ખ્યાતનામ કલાકારો અને ગાયકો દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે. ચાલો તમને એની થોડી ઝાંખી બતાવીએ.

ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર, મોટિવેશનલ સ્પીકર, સાહિત્યકાર એવા સાઈરામ દવેએ તેમની આગવી શૈલીમાં ગુજ્જુરૉક્સને શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેતા પ્રતીક ગાંધીએ પણ આ પ્રસંગે તેમના તરફથી ગુજ્જુરૉક્સને શુભકામના પાઠવી હતી.

ગુજરાતના ખુબ જ પ્રખ્યાત ગાયક ઉર્વશીબેન રાદડિયાએ પણ તેમની ગાયિકીના આગવા અંદાઝ સાથે ગુજ્જુરૉક્સને શુભકામના આપી હતી.

ચાલ જીવી લઈએ જેવું સુંદર ફિલ્મનું નિર્માણ કરનાર પ્રખ્યાત ડાયરેક્ટર વિપુલ મહેતાએ પણ આ ખુશીના પ્રસંગે શુભકામના પાઠવી હતી.

ગુજરાતના સુપ્રસિદ્ધ રેડિયો જોકી ધ્વનિતે પણ આ ખુશીના અવસરમાં તેમને આપેલી શુભકામના દ્વારા અમારો ઉત્સાહ વધાર્યો હતો.

બોલીવુડમાં ઘણી એવી ફિલ્મમોમાં અભિનય કરનારા અભિનેતા ફ્રેડી દારૂવાલાએ પણ ગુજ્જુરૉક્સને 30 લાખ ફોલોઅર્સ જોડાવવા બદલ શુભકામના પાઠવી.

ગુજરાતની લોકપ્રિય જેને પોતાના આવાજથી ગુજરાતીઓના દિલ જીત્યા છે એવા કિંજલ દવેએ પણ ગુજ્જરોક્સને શુભકામના આપી હતી.

ગુજરાતી ફિલ્મો અને રંગમંચના સૌથી લોકપ્રિય અભિનેતા એવા આપણા સૌને હસાવતા સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ ઉર્ફે આપણા ગુજ્જુભાઈ દ્વારા પણ ગુજ્જુરોક્સની આ ઉપલબ્ધી બદલ શુભકામનાઓ આપી !!!

ગુજરાતી ફિલ્મોના અભિનેતા રાહુલ રાવલે પણ 30 લાખ કરતા વધુ ગુજરાતીઓ જોડાવવા બાદલ ગુજ્જુરૉક્સને શુભકામના આપી હતી.

નેશનલ એવોર્ડ વિજેતા હલ્લરો જેવી ફિલ્મમાં અભિનય કરનારા અભિનેતા આકાશ ઝાલાએ પણ ઝાલાની ઝાલગીરી અંદાજમાં શુભકામનાઓ પાઠવી.

ગુજરાતી ફિલ્મોમાં સુંદર અભિનય કરનાર અભિનેત્રી દીક્ષા જોશીએ પણ ગુજ્જુરોક્સને આ પ્રસંગે શુભકામનાઓ આપી હતી.

ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીએ પણ ગુજ્જુરૉક્સને 30 લાખ કરતા પણ વધુ ગુજરાતીઓ જોડાવવા બદલ શુભકામના પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા પ્રશાંત બારોટ દ્વારા પણ ગુજ્જુરોક્સ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

102 નોટ આઉટ જેવી ફિલ્મોમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે પણ જેને કામ કર્યું છે એવા ખ્યાતનામ અભિનેતા જીમિત ત્રિવેદી દ્વારા પણ આ પ્રસંગે શુભકામનાઓ પાઠવવામાં આવી.

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી વ્યોમા નંદીએ ગુજ્જુરોક્સને ૩૦ લાખ ગુજરાતીઓ જોડાવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ ડાયરેક્ટર વિપુલ મહેતાએ પણ ગુજુરરોકસના 3 મિલિયન કરતા પણ વધારે ગુજરાતીઓ જોડાવવાના પ્રસંગે શુભકામના પાઠવી હતી.

ભારતીય ટેલિવિઝન, હિન્દી અને ગુજરાતી ફિલ્મોના એક પ્રખ્યાત અભિનેતા ભરત ચાવડાએ પણ આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ પ્રોડ્યુસર વૈશાલ શાહે પણ સરસ મઝાનો ફૂલોથી શણગારેલો બુકે મોકલી આ પ્રસંગે શુભકામના આપી હતી.

ભારતના ખુબ જ પ્રખ્યાત હિપ-હોપ આર્ટિસ્ટ અને પહેલા NRI રેપ આર્ટિસ્ટ જે ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જોડાયા એવા RaOol દ્વારા ગુજ્જુરોક્સને ૩૦ લાખ ગુજરાતીઓ જોડાવવા બદલ શુભકામના પાઠવી હતી.

સ્ટેન્ડઅપ કોમેડીયન,લેખક અને ખ્યાતનામ અભિનેતા ઓજસ રાવલ દ્વારા પણ ગુજ્જુરૉક્સને આ શુભ પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી.

ભારતના પ્રખ્યાત ફિટનેસ આઇકોન અને સેલેબ્રીટી ફિટનેસ ટ્રેનર એવા સપના વ્યાસ દ્વારા ગુજ્જુરોક્સને ૩૦ લાખ ગુજરાતીઓ જોડાવવા બદલ આપેલી શુભકામના.

ફિલ્મ અને રંગમંચના ખ્યાતનામ અભિનેત્રી દીપના પટેલે પણ આ માઈલસ્ટોન પર કરવા બદલ શુભકામના પાઠવી હતી.

ગુજરાતના પ્રખ્યાત ગાયક અને બિગબોસ-9ના પ્રતિસ્પર્ધી એવા ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડાએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, રંગમંચ અને ટીવી શોના ખ્યાતનામ અભિનેતા અમિત મિસ્ત્રીએ પણ ગુજ્જુરૉક્સને ધન્યવાદ સાથે શુભકામનાઓ આપી હતી.

🤗
અમે આપ સૌના આભારી છીએ, તમારા દ્વારા કરવામાં આવેલી એક એક લાઈક, કોમેન્ટ, શેર દ્વારા અમને ઘણું જ પ્રોત્સાહન મળ્યું છે.🙏બસ આમ જ આપના સૌનો સાથ, સહકાર અને પ્રેમ આપતા રહેજો !!

આભાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કલાકારોનો જેમને ગુજ્જુરોકસના 30 લાખ કરતા પણ વધુ લોકો જોડાવવા ઉપર શુભકામનાઓ પાઠવી, આપ સૌના અમે દિલથી આભારી છીએ કે આપે અમને પ્રોત્સાહિત કર્યા!

– GujjuRocks Team