ગાંધીનગરમાંથી આવી હચમચાવી દેનારી ઘટના સામે, 13 વર્ષની માસુમ સગીરાને 33 વર્ષના વ્યક્તિએ સુખ માણ્યું પછી

ગાંધીનગરમાં 13 વર્ષની સગીરાને માસિક ધર્મ ન આવ્યું અને માતાએ પૂછ્યું તો ઉડી ગયા હોંશ- જાણો વિગત

મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની અને તેમની છેડતી થવાની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, પંરતુ ઘણા એવા લોકો પણ હોય છે જે સગીરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, આવા ઘણા મામલાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે. ક્યાંક કોઈ સગીરા ગર્ભવતી બની જાય છે તો ક્યાંક તેની સાથે દુષ્કર્મ આચરીને મારી નાખવામાં આવતી હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના ગાંધીનગરમાંથી સામે આવી રહી છે, જ્યાં એક 33 વર્ષના પરણિત પુરુષે એક 13 વર્ષની માસુમ સગીરાને બહેલાવી ફોસલાવીને તેની સાથે સંબંધો બાંધી લીધા, પરંતુ જયારે સગીરાને માસિક ધર્મ ના આવ્યો ત્યારે તેની માતાને શંકા જતા તેને કડકાઈથી દીકરીની પુછપરછ કરતા દીકરીએ હકીકત જણાવી હતી.

જેના બાદ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.  ઇન્ફોસિટી પોલીસે આ અંતર્ગત 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ફોસિટી પોલીસના જણાવ્યાં અનુસાર શહેરમાં શ્રમજીવી પરિવારની સાડા તેર વર્ષીય દીકરીને 33 વર્ષીય વિપુલ રાવળ નામનાં વ્યક્તિએ લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને સંબંધો બાંધ્યા હતા.

આ દરમિયાન સગીરાને માસિક ધર્મ નહીં આવતાં તેની માતાએ કડકાઈથી પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ વિપુલ રાવળે સંબંધો બાંધ્યાની હકીકત વર્ણવી હતી. જેનાં પગલે સગીરાની માતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે અન્વયે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવતાં તેની સાથે સંબંધ બાંધવામાં આવ્યાનું પુરવાર થયું હતું. આથી વિપુલની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Niraj Patel