જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

શ્રી રાધાના 32 નામોને જપવાથી મળશે પ્રેમ અને સુખનું વરદાન, વાંચો આજે જ

રાધા અને કૃષ્ણના પ્રેમની ગાથા આપણે સૌ જાણીએ છીએ. ભલે તેમના લગ્ન એકબીજા સાથે થયા ન હતા પણ આજે પણ તેમના નામ સાથે જ લેવામાં આવે છે અને મંદિરમાં પણ એકસાથે જ પૂજાય છે. ત્યારે તમને જણાવી દઈએ કે એવું કહેવાય છે કે શ્રી રાધાના 32 નામોનું સ્મરણ કરવાથી જીવનમાં સુખ, પ્રેમ અને શાંતિનું વરદાન મળે છે. સાથે સાથે ધન-સંપત્તિ પણ આવે છે. પણ જીવનમાં સૌથી વધુ જરૂરી જે છે એ છે પ્રેમ અને શાંતિ. જો આ મળી જાય તો આપોઆપ સુખ અને સમૃદ્ધિ પણ આવી જ જાય છે.

Image Source

શ્રી રાધાજીના આ નામ જીવનને શાંત અને સુખમય બનાવે છે, જે પણ શ્રદ્ધાપૂર્વક રાધાજીના નામના જાપ કરે છે, એ પ્રભુના ખોળામાં બેસીને તેમનો સ્નેહ મેળવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં સ્વયં શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે વ્યક્તિ અજાણતામાં પણ રાધા કહે છે એની આગળ હું સુદર્શન ચક્ર લઈને ચાલુ છું. એની પાછળ સ્વયં શિવજી તેમનું ત્રિશુલ લઈને ચાલે છે, તેમની જમણી બાજુએ ઇન્દ્ર વજ્ર લઈને ચાલે છે અને ડાબી બાજુ વરુણદેવ છત્ર લઈને ચાલે છે.

ઓ ચાલો જાણીએ કયા છે રાધાજીના એ નામો કે જેના જાપથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે –

1: મૃદુલ ભાષિણી રાધા! રાધા!!

2: સૌંદર્ય રાષીણી રાધા! રાધા!!

3: પરમ પુનિતા રાધા! રાધા!!

4: નિત્ય નવનીતા રાધા! રાધા!!

5: રસ વિલાસિની રાધા! રાધા!!

6: દિવ્ય સુવાસિની રાધા! રાધા!!

Image Source

7: નવલ કિશોરી રાધા! રાધા!!

8: અતિ હી ભોરી રાધા! રાધા!!

9: કંચનવર્ણી રાધા! રાધા!!

10: નિત્ય સુખકરણી રાધા! રાધા!!

11: સુભગ ભામિની રાધા! રાધા!!

12: જગત સ્વામિની રાધા! રાધા!!

13: કૃષ્ણ આનંદીની રાધા! રાધા!!

14: આનંદ કંદીની રાધા! રાધા!!

15: પ્રેમ મૂર્તિ રાધા! રાધા!!

16: રસ આપૂર્તિ રાધા! રાધા!!

17: નવલ બ્રિજેશ્વરી રાધા! રાધા!!

18: નિયત રાસેશ્વરી રાધા! રાધા!!

Image Source

19: કોમળ અગ્નિની રાધા! રાધા!!

20: કૃષ્ણ સંગીની રાધા! રાધા!!

21: કૃપા વર્ષિણી રાધા! રાધા!!

22: પરમ હર્ષિણી રાધા! રાધા!!

23: સિંધુ સ્વરૂપા રાધા! રાધા!!

24: પરમ અનૂપા રાધા! રાધા!!

25: પરમ હિતકારી રાધા! રાધા!!

26: કૃષ્ણ સુખકારી રાધા! રાધા!!

27: નિકુંજ સ્વામિની રાધા! રાધા!!

Image Source

28: નવલ ભામિની રાધા! રાધા!!

29: રસ રાસેશ્વરી રાધા! રાધા!!

30: સ્વયં પરમેશ્વરી રાધા! રાધા!!

31: સકલ ગુણીતા રાધા! રાધા!!

32: રસિકિની પુનિતા રાધા! રાધા!!

કર જોરિ વંદન કરું મૈં, નિત નિત કરું પ્રણામ

રસના સે ગાતી/ગાતા રહુ, શ્રી રાધા રાધા નામ!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.