ખબર

સ્કેમ ૨૦૨૦: આ યુવાને કેટલીય બેંકોને ૩૦૦ કરોડનો આ રીતે ચૂનો લગાવ્યો, સીએફઓની ધરપકડ, HDFCને 102 કરોડનો ચૂનો લગાવવાનો આરોપ

બેંકો સાથે છેતરપિંડીના મામલાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહેલો જોવા મળે છે. હાલમાં જ મળતી ખબર પ્રમાણે બેંકો સાથે 300 કરોડની છેતરપિંડીના આરોપસર ઓડી અને પોર્શે જેવી કાર વેચતી કંપનીઓના સીએફઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શખા દ્વારા લક્ઝુરિયસ કાર વેચનારી કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરની ધરપકડ કરી છે. તેનું નામ વૈભવ શર્મા (31) છે. જે જેનિકા ગ્રુપમાં સીએફઓના પદ ઉપર નિયુક્ત છે. (તમામ ઇમેજ પ્રતીકાત્મક છે)

પોલીસનો દાવો છે કે કંપનીએ ખોટા દસ્તાવેજો અને ખોટા દાવાના આધાર ઉપર એચડીએફસી બેંકમાંથી લગભગ 1 અરબ રૂપિયાથી પણ વધારે રકમની લોન લીધી છે. એચડીએફસી બેંકની ફરિયાદ બાદ મામલો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે વૈભવની ધરપકડ કરી છે. આ કંપનીના માલિકની પોલીસે પહેલાથી જ ધરપકડ કરી લીધી હતી. દિલ્હી પોલીસનો દાવો છે કે  આરોપી કંપનીએ એચડીએફસી બેંક અને બીજી નાણાકીય સંસ્થાઓમાંથી લગભગ 300 કરોડની છેતરપિંડી કરી છે.

એચડીએફસી બેંકના આધિકારીઓએ જણાવ્યું કે 2018 સુધી બધું જ ઠીક ચાલી રહ્યું હતું. પરંતુ 2018માં જયારે શંકા ગઈ ત્યારે બેંકના અધિકારીઓએ શો રૂમની વિઝીટ કરી ત્યારે ત્યાં 200ની જગ્યાએ ફક્ત 29 ગાડીઓ જ ઉભી હતી. પોતાના પદ ઉપર રહેતા વૈભવ શર્માએ કંપનીને 4 વર્ષ સુધી ખોટમાં જણાવી જો કે બેલેન્સ સીટ પ્રમાણે કંપની ફાયદામાં હતી.

એચડીએફસી બેંક આરોપો પ્રમાણે આ કંપની વિદેશી હાઈક્લાસ લકઝરી બ્રાન્ડની ગાડીઓને વેચવાના વ્યવસાયનો દાવો કરી રહી હતી. કંપની પ્રમાણે ડેમો કાર ઉપર લોન લેવામાં આવી હતી, મતલબ કે ગાડીઓ બેંકને જાણ કર્યા વગર અને એનઓસી દ્વારા વેચી ના શકાય.

આ ઉપરાંત આરોપીઓએ અન્ય બેંકોમાંથી પણ કેટલાય કરોડની લોન લીધી છે. પરંતુ જ્યારે એચડીએફસી બેંકમાંથી લોન લીધી ત્યારે પોતાની કંપનીની દેણેદારી ખુબ જ ઓછી જણાવી. આરોપી કંપનીએ 2007માં લોન લીધી હતી. ત્યારબાદ સમય સમય ઉપર લોન અને આર્થિક સહાયતા લેતી રહી.

એચડીએફસી બેંકના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કંપનીએ બેંકમાંથી લોન લઈને તેને 102 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ મામલામાં બે આરોપીની પહેલાથી જ ધરપકડ થઇ ગઈ છે. આ પ્રકારની કંપનીએ અલગ અલગ બેંકો સાથે 300 કરોડની છેતરપિંડી કરી છે.