ખબર

SBIમાં જો તમારું પણ ખાતું છે તો ખાસ ધ્યાન રાખજો, 1 માર્ચથી બદલાઈ રહ્યા છે આ નિયમો, તમારું ખાતું થઈ શકે છે બંધ

દુનિયામાં બેંક એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં માણસને પોતાના નાણાં મુકવા ઉપર સંપૂર્ણ વિશ્વાસ આવે છે અને આ દેશની કેટલીક પ્રતિષ્ઠિત બેંક ઉપર તો લોકો આંખો બંધ કરીને પણ વિશ્વાસ કરે છે/ કેટલીક બેંકમાં તકલીફો પણ પડે છે છતાં પણ આપણને ખબર છે કે એ બેંક ઉપર વિશ્વાસ રાખી શકાય છે. બેંક દ્વારા તેના નિયમોમાં ઘણીવાર ફેરબદલ કરવામાં આવતા હોય છે. પરંતુ આવનાર 1લી માર્ચથી બેંકના કેટલાક નિયમોમાં બદલાવ થવાના છે જે જાણવા ખુબ જ જરૂરી છે અને એમાં પણ તમારું ખાતું જો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય તો તમારા માટે આ માહિતી ખુબ જ મહત્વની છે.

Image Source

સ્ટેટ બેંક દ્વારા હાલમાં એક મેસેજ તેમના ગ્રાહકોને મોકલવામાં આવી રહ્યો છે અને જો એ મેસેજ પ્રમાણે તેમના ગ્રાહકો નહિ કરે તો તેમનું ખાતું બંધ પણ થઈ શકે છે આ માટે ગ્રાહકોને 28 ફેબ્રુઆરીની મુદત પણ આપવામાં આવી છે. 28 ફેબ્રુઆરી સુધીમાં બેંકના કહ્યા અનુસાર કરવાનું રહેશે.

Image Source

પહેલો નિયમ: KYC છે ફરજીયાત:
SBI દ્વારા પોતાના ગ્રાહકોને મેસેજ મોકલી અને જણાવી દેવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆતી સુધી ખાતા ધારકોએ તેમનું KYC ફરજીયાત કરાવી દેવાનું રહેશે.  જો તમે 28 ફેબ્રુઆરી સુધી તમારા ખાતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું બંધ થઇ શકે છે.

આ નિયમમાં સ્ટેટ બેંક દ્વારા પોતાના ખાતાધારકોને મેસેજ કરી અને જણાવી દેવામાં આવ્યું છે કે તે પોતાના ખાતામાં KYC જમા કરાવી દે. બેંક દ્વારા આ નિયમ તેના બધા જ ખાતા ધારકો માટે ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.
SBIની  વેબસાઈટ પ્રમાણે તેના ખાતાધારકોને KYC કરાવવું ફરજીયાત છે તેના માટે એક ઓળખપત્ર જેમાં ડ્રાયવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા કાર્ડ, ટેલિફોન બિલ, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ જેવા પુરાવા રજૂ કરવાના રહેશે.

Image Source

બીજો નિયમ: લોટરી ઉપર 1 માર્ચથી 28 ટકા GST:
હવે લોટરી ઉપર પણ 28 ટકા જીએસટી લગાવવામાં આવશે.જીએસટી પરિષદે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સરકાર દ્વારા ચલાવવામાં આવતી માન્યતા પ્રાપ્ત લોટરી માટે 28 ટકા એકસમાન જીએસટી લાવવાનો નિયમ કર્યો હતો. રાજસ્વ વિભાગના નવા નિયમ પ્રમાણે લોટરી ઉપર કેન્દ્ર સરકાર દ્વારા 14 ટકાનો દર લગાવવામાં આવશે જયારે રાજ્ય સરકાર પણ સમાન દર 14 ટકા ટેક્સ વસૂલશે, જેના કારણે 1 માર્ચથી લોટરી ઉપર લગાવામાં આવતો કુલ જીએસટી 28 ટકા થઇ ગયો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત લોટરી ઉપર 12 ટકા અને માન્યતા પ્રાપ્ત લોટરી ઉપર 28 ટકા જીએસટી લગાવવાં આવે છે.

Image Source

ત્રીજો નિયમ: ATMમાંથી હવે નહિ નીકળે 2000ની નોટ:
જો તમારું ખાતું ઇન્ડિયન બેંકમાં હોય તો તમારે આ નિયમ જરૂર વાંચવો જોઈએ, 1 માર્ચ 2020 પછી ઇન્ડિયન બેંકના કોઈપણ ATMમાટી તમે 2000 રૂપિયાની નોટ નહિ મેળવી શકો, તેની પાછળનું કારણે છે લોકોને 2000ની નોટ નીકળવા ઉપર ખુલ્લા લેવા માટે હેરાનગતિ થતી હતી જેના કારણે બેંક દ્વારા આ નિયમ કરવામાં આવ્યો છે સાથે 2000ની નોટના બદલે 200 રૂપિયાની નોટ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. જો ગ્રાહકોને 2000 રૂપિયાયની જ નોટ જોઈએ છે તો તે બેંકમાં આવી અને નોટ મેળવી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.