મનુષ્યના જીવનમાં સમયના અનુસાર ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થતી રહે છે, પણ તે દરેક સમસ્યાઓનું સમાધાન આપણા ઘરની અંદર જ રહેલું હોય છે, પણ આપણને તેની જાણકારી નથી હોતી. મોટાભાગે લોકો સમસ્યાઓ દૂર કરવા માટે જાત જાતના તરીકાઓ અપનાવે છે છતાં પણ કઈ ફાયદો મળતો નથી. એવામાં શાસ્ત્રોના આધારે આજે અમે તમને એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેનાથી તમે તમારી સમસ્યાઓને સહેલાઈથી દૂર કરી શકશો.

1. ફટકળીનો ઉપાય:

મોટાભાગે દરેકના ઘરમાં ફટકળી હોય જ છે. એવામાં ફટકળીનો આ ઉપાય તમને ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે. જો તમને ધન સંબંધી કાર્યોમાં અડચણો આવી રહી છે તો એવામાં ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ફટકળીનો એક ટુકડો કપૂરની સાથે સળગાવી દો. તેનાથી આર્થિક કાર્યોમાં આવી રહેલી અડચણો દૂર થઇ જશે અને તમે ધનની સંચય પણ કરી શક્શો. આ સિવાય જો કોઈ બાળકને ખરાબ નજર લાગી ગઈ છે તો એવામાં ફટકળીનો એક ટુકડો લઈને બાળકના માથા પરથી પગ સુધી 7 વાર ફેરવી લો, તેનાથી નજર દોષનો પ્રભાવ દૂર થઇ જશે.
2. હળદરનો ઉપાય:
રસોઈમાં હળદરનું ખાસ મહત્વ હોય છે, આ સિવાય હળદર પૂજા-પાઠમાં પણ ઉપીયોગમાં લેવામાં આવે છે, હળદર સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. એવામાં હળદરના પ્રયોગથી જીવનમાં આવતી બાધાઓને પણ દૂર કરી શકાય છે.

જો તમે આર્થિક સંકટને દૂર કરવા માંગો છો અને તમારી નોકરી અને બિઝનેસમાં તરક્કી કરવા માંગો છો તો તેના માટે હળદરનો ઉપાય મદદરૂપ થઇ શકે છે. તેના માટે ગુરુવારના દિવસે હળદરને ગંગા જળમાં ઘોળીને તેનાથી એક લાલ કપડા પર ‘શ્રી શ્રી શ્રી’ લખો અને કપડાને ઘરની તિજોરીમાં રાખી દો. તેનાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઇ જશે અને તમને સફળતા મળશે. માં લક્ષ્મીની કૃપાથી ધનની કમી દૂર થઈ જશે.
આ સિવાય ઈચ્છીત વ્યક્તિ સાથે લગ્ન કરવામાં બધા આવી રહી છે તો ગુરુવારના દિવસે હળદરની એક ગાંઠ લો અને તેને પીળા રંગના કપડામાં બાંધીને જમણા હાથમાં બાંધી લો, તેનાથી લગ્નમાં આવતી દરેક સાસમ્યાઓ દૂર થઇ જશે.
3. લવિંગનો ઉપાય:

લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને લવિંગથી ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઇ જાય છે. જો તમે માનસિક સમસ્યાઓથી ચિંતિત છો તો આવી સ્થિતિમાં તમે તકીયાની નીચે રાતે સાત લવિંગ રાખી દો અને સવારે ઉઠીને કોઈને પણ કહ્યા વગર લવિંગને ચુપચાપ કોઈ ચાર રસ્તા પર ફેંકી દો અને પાછા ઘરે આવતા સમયે પાછું વળીને ન જુઓ. તમારે આ ઉપાય લગાતાર સાત દિવસો સુધી કરવાનો રહેશે. તેનાથી લાંબી બીમારીમાંથી પણ છુટકારો મળી જશે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.