જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: (29 માર્ચથી 4 એપ્રિલ ), જાણો કેવું રહેશે તમારું આ અઠવાડિયું, કોને થશે ધનલાભ અને કોના જીવનમાં આવશે પરિવર્તન

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સાચવીની ચાલવું પડશે. વિરોધીઓ આ આઠવાડિયે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમજી વિચારીને આ નિર્ણય લો. કારણ કે આ અઠવાડિયે નવી નોકરીના કોઈ યોગ નથી. જમીન સંબંધિત કામમાં લાભ મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. આ દરમિયાન માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપો. તેમની આપેલી સલાહ જીવનમાં ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ પાર્ટનરની ભાવનાઓને નજર અંદાજ ના કરો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. અઠવાડિયાની શરૂઆત તમે વધુ વ્યસ્ત રહેશો. જેના કારણે પરિવારને પણ સમય નહિ આપી શકો. કામકાજને લઈને લાંબા અથવા ટૂંકા પ્રવાસ પર જઈ શકો છો. અઠવાડીયાના મધ્યમાં કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના વડીલોની સલાહથી આર્થિક ક્ષેત્રમાં તકલીફ દૂર થશે. સંતાનથી તરફથી તકલીફ મળી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકોને આ અઠવાડિયે સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે. આ અઠવાડિયે અચાનક જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં સારો લાભ થશે. અઠવાડિયાના અંતમાં તમને શાંતિનો અનુભવ થશે. તમારી પાસે બચેલો સમય તમારા પરિવારજનો પાસે વિતાવો, તેમને પણ ઘણા સમયથી તમારી જરૂરિયાત છે. થઇ શકે તો અઠવાડિયાના અંતમાં બહાર જવાનું આયોજન કરો.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિના જાતકો આ અઠવાડિયે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. વધુ કામકાજને લઈને સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. ભાગ્યનો સિતારો મજબૂત હોવાથી કોઈ નવા કામનો આરંભ કરી શકશો. આ અઠવાડિયે કોઈ મોટા લોકોનું માર્ગદર્શન મળી શકે છે.  નોકરી કરતા લોકોને આ અઠવાડિયે વરિષ્ઠ અધિકારીઓને ગુસ્સો સહન કરવો પડી શકે છે. સંતાનના ભણતરને લઈને ચિંતિત થઇ શકો છો.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશીના જાતકોને આ અઠવાડિયે સફળતાનાં નવા દ્વાર ખુલશે, બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારી મળશે. શેર બજારથી જોડાયેલા લોકોને લાભ થશે.  કેરિયર અને ધંધામાં મિત્રનો પૂરો સહયોગ મળશે. કોઈ પણ તકલીફને દૂર કરી શકશો. નોકરી બદલવાનો વિચાર કરતા લોકો માટે આ અઠવાડિયે બીજી નોકરીના સારા યોગ છે. આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે..

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકોનું આ અઠવાડિયું સારું અને ખરાબ પણ રહેશે.  અઠવાડીયાની શરૂઆત તમારા માટે સારી રહેશે, પણ અઠવાડિયાના અંતમાં કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. આ અઠવાડિયું તમે તમારા પરિવારજનો સાથે ખુશીથી વિતાવશો. આ અઠવાડિયે વિદેશથી આવકના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવન અને લગ્નજીવનમાં મધુરતા રહેશે. તમારા પાર્ટનરની વાતો ધ્યાનથી સાંભળ્યોમ જેના દ્વારા જીવનમાં આવેલી મુશ્કેલીઓનો અંત આવી શકે છે.

7. તુલા – ર, ત (Libra):આ સપ્તાહ તમારી ખુશીઓ અને ધનલાભમાં વધારો સાબિત થશે. અઠવાડિયા દરમ્યાન તમારા મનમાં ઉત્સાહ રહેશે. ઘરે માંગલિક કામની તકો મળશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે એક માળખું બનાવવામાં આવશે. સમય અને સંજોગો ધ્યાનમાં લેવું ફાયદાકારક સાબિત થશે. મિત્રોની સંપૂર્ણ મદદ મળશે. માતા-પિતાનું વર્તન સકારાત્મક રહેશે. વેપારીઓને તેમના ધંધામાં વધારો કરવા માટે ઓફર મળશે. બજારમાં નવા ભાગીદારો અથવા સહયોગ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગારની તકો મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિ માટે આ સપ્તાહ ફાયદાકારક અને પ્રગતિશીલ સાબિત થશે. આ અઠવાડિયામાં લાંબી અંતરની મુસાફરી થઈ શકે છે. મુસાફરી ફાયદાકારક રહેશે. ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ અને જુનિયર બંનેને સહયોગ મળશે. જો કે કોઈને ધિરાણ આપતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.સુખ-સુવિધાઓની વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે નહીં તો સ્વાસ્થ્ય નરમ થઈ શકે છે. વેપારીઓને ધારણા કરતા વધારે ફાયદો થવાની સંભાવના છે.  પ્રેમ સંબંધમાં મિત્રની મદદથી વાતો કરી શકાય છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ અઠવાડિયે ઘર હોય કે વ્યવસાયને લઈને વ્યસ્તતા રહેશે. મોટાભાગનો સમય લોકોને મળવા અને કામ કરવા માટે ખર્ચવામાં આવશે. ઘરના કામકાજ કરતી વખતે મહિલા વર્ગને તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. હાડકાં અથવા માંસપેશીઓને લગતી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. અઠવાડિયાના અંતમાં બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે. આ દરમિયાન, તમારી ઇચ્છાઓને નિયંત્રિત કરો. વેપારીઓ માટે સમય સારો છે. વકીલો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓથી સંબંધિત લોકો માટે પણ સમય યોગ્ય છે. વિદ્યાર્થીઓ અને યુવાનોનો સમય મધ્યમ છે.

10. મકર – જ, ખ (Capricorn):આ અઠવાડિયે તમે ફક્ત તમારી સમજના આધારે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. બીજાઓ કરતા તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને કામ કરો. ધંધાકીય ક્ષેત્રે કેટલીક મુશ્કેલીઓ આવશે, જે નિરંતર પ્રયત્નો દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. વેપારીઓ પરસ્પર સ્પર્ધાનો સામનો કરશે. ઘરેલું બાબતોમાં ભાવનાત્મક રૂપે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો. આ અઠવાડિયે મહિલાઓનો સમય મધ્યમ છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ અઠવાડિયું તમારા માટે મિશ્રિત સાબિત થશે. તમારે કામને લઈને વધુ મહેનત કરવી પડી શકે છે. લોકોના વર્તન અંગે શંકા રહેશે. વેપારીઓનો સમય પડકારજનક છે. જે લોકો જમીન, સંપત્તિ, મકાન, આંતરિક સુશોભન અને સ્થાપત્યનું કામ કરશે તેઓ મૂંઝવણમાં આવશે. જીવનસાથીની ભાવનાઓને અવગણશો નહીં. અઠવાડિયાના અંતે નજીકમાં પ્રવાસ કરવો પડી શકે છે. યુવાનો તેમનો મોટાભાગનો સમય આનંદમાં વિતાવશે. મ્યુઝિકલ કળા વગેરેમાં રસ વધી શકે છે. પ્રેમી પંખીડાઓને આ  અઠવાડીયે તમારા સંબંધોને આગળ વધારવા માટેની મંજૂરી મળી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):આ અઠવાડિયું તમારા માટે શુભતા અને ઉન્નતિ લઈને આવશે. આ સમય દરમિયાન રોકાયેલા કામમાં સફળતા મળશે. કામને લઈને સારા પરિણામ મળશે. નોકરી કરતા લોકોને લાભ થશે. માતા-પિતા પત્નીનો સહયોગ મળશે. આ સમય દરમિયાન નકારાત્મક વિચારથી બચો. મનમાં કોઈ વાતને લઈને સંકોચ થઇ શકે છે. વેપારી માટે ધંધામાં સુધારો થશે. અઠવાડિયાના અંતમાં સુખદ સમય વીતશે. જિંદગીને આગળ વધારવા માટે આ  અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેશે.