ખેલ જગત જાણવા જેવું દિલધડક સ્ટોરી

જ્યારે 1 બોલમાં બેટ્સમેને બનાવ્યા હતા 286 રન, ક્રિકેટના ઇતિહાસનો સૌથી જોરદાર રેકોર્ડ – જોઈ લો વિડીયો

ક્રિકેટની રમતમાં ઘણીવાર એવા કારનામાઓ પણ થાય છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. અંદાજો લગાવો કે એક બૉલમાં વધુમાં વધુ કેટલા રન બની શકે છે? ઈંગ્લેન્ડમાં એક ડોમેસ્ટિક ક્રિકેટ મેચ દરમિયાન ફક્ત એક બોલમાં 286 રન બનાવવાનો રેકોર્ડ છે. અસંભવિત દેખાતા આ આંકડાઓ પાછળની વાસ્તવિકતા પણ ઘણી રસપ્રદ છે.

Image Source

આ નિયમની કમીના કારણે બન્યા આટલા રન

લંડનના સામાયિક ‘પાલ મલ ગજટ’ માં 15 જાન્યુઆરી 1894માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, ક્રિકેટના ઇતિહાસનો આ અદ્ભુત રેકોર્ડ 19મી સદીના અંતમાં ઇંગ્લેન્ડના ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં વિક્ટોરિયા અને સ્ક્રેચ ઇલેવન વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો. આધુનિક ક્રિકેટમાં એક બોલ પર મહત્તમ ત્રણ રન દોડી શકાય છે, પરંતુ પહેલાં એવો કોઈ નિયમ નહોતો.

અને આ રીતે શરૂ થયો રનોનો સિલસિલો

ખરેખર, ત્યારે ક્રિકેટમાં એક બોલ પર દોડવામાં આવતા મહત્તમ રનની મર્યાદા નક્કી ન હતી. ત્યારે વિક્ટોરિયાના એક બેટ્સમેને મેચની પ્રથમ બોલ પર જ જબરદસ્ત શોટ રમ્યો હતો અને બોલ ઝાડની ડાળખીઓમાં અટવાઈ ગયો અને પછી શરુ થયો રન બનાવવાનો સિલસિલો જે 286 રન પર આવીને અટક્યો હતો. સતત વધી રહેલા રનની સંખ્યા જોઈને, વિરોધી ટીમે એમ્પાયરને રોકવાની અપીલ પણ કરી, પરંતુ આવો કોઈ નિયમ ન હોવાના કારણે કોઈ ફાયદો થયો ન હતો.

કુલ છ કિલોમીટર ડૉસયા હતા બેટ્સમેન

આખરે બોલને પાછો લાવવા માટે એમ્પાયરે ઝાડ કાપવાનો આદેશ આપ્યો. તેનાથી પણ કામ ન થયું તો બંદૂકથી નિશાનો લગાવવામાં આવ્યો. ઘણી મહેનત બાદ બોલ ઉત્તરી શકાયો. પરંતુ ત્યાં સુધીમાં રનોની સંખ્યા 286 સુધી પહોંચી ગઈ હતી. રિપોર્ટ અનુસાર, 20 ગજની પીચ પર બંને બેટ્સમેને લગભગ 6 કિલોમીટર દોડયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks