જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 26 ફેબ્રુઆરી : શુક્રવારનો દિવસ આ 4 રાશિઓના જીવનમાં લાવશે બદલાવ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજનો દિવસે મધ્યમ રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની ચિંતા નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે ચૂપ રહેવામાં જ ભલાઈ છે નહીતો ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાનો પ્રયત્ન કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો. કોર્ટ કચેરીથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકોએ આજના દિવસે કામ પર ધ્યાન આપવું પડશે અન્યથા મુશ્કેલી થઇ શકે છે. મનમાં અજબ પ્રકારની બેચેની રહેશે. બપોર બાદ તમારી સ્થિતિ બદલાશે. આજના દિવસે જલ્દી કામ પતાવીને ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. આ રાશિના જાતકોને આજના દિવસે પાર્ટી કરવાનું મન થશે. પરણિત લોકોએ આજના દિવસે તેના જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. મુલાકાતનો પણ યોગ આજે બની રહે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનુન સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પરિણીત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના અટકેલા કામની શરૂઆત કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. જેનાથી વિવાદ પણ થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં સારી પ્રગતિ જોવા મળશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકો માટે આજના દિવસે થોડી સાવધાની રાખવી પડશે નહીં તો સ્વાસ્થ્યમાં તકલીફ થઇ શકે છે. ખાસ ખાવા પીવામાં ધ્યાન રાખવું. માનસિક તણાવને લઈને આજના દિવસે પરેશાન રહી શકો છો. પરંતુ બપોર બાદ ભાગ્ય તમારો હાથ પકડશે જેનાથી સવારે અટકેલા કામ પુરા થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેશો. આવકમાં વધારો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ વધી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લઈને ઘરમાં વાતચીત કરી શકે છે.7. તુલા – ર, ત (Libra):આ રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. જેને લઈને કોઈ સારા સમાચાર મળવાના પણ સંકેત ઉભા થાય છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. આજની મુલાકાત યાદગાર પણ બની શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિના જાતકો આજના દિવસે પોતાના પ્રિયજનને ખુશી આપવાના પ્રયાસ કરશે. આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરશો તો પણ તેમના આશીર્વાદથી તમારું જીવન ખુશનુમા બનશે. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાનો પ્રયત્ન કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને ઉપર અસર પડી શકે છે.10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ નજીકના સંબંધી અથવા તો કોઈ મિત્રની સાથે આજે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમારા બોસ તરફથી આજે તમને કામની બાબતનો ઠપકો પણ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય માટે ચર્ચા કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પ્રેમ સંબંધોમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો આજના દિવસે મિત્રો સાથે કોઈ વાતને લઈને ચર્ચા થઇ શકે છે. આજના દિવસે કોઈ પ્રવાસ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ ખાસ રહી શકે છે.