જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 24 એપ્રિલ : બજરંગ બલિની કૃપાથી શનિવારના દિવસે આ 4 રાશિના જાતકોના ભાગ્યમાં આવશે મોટા બદલાવ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજના દિવસે સારી વસ્તુઓને ગ્રહણ કરવા માટે પોતાનું દિમાગ ખુલ્લું રાખો. મનોરંજન અને સૌંન્દર્ય વધારવા ઉપર જરૂરત કરતા વધારે સમય અને પૈસા ખર્ચ ન કરો. તમારે તમારા પ્રિય સાથે સમય વિતાવવાની જરૂરત છે. ઓફિસમાં કોઈ તમારી યોજનાઓમાં રોડા નાંખી શકે છે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આજના દિવસે પોતાના ઉંચા આત્મવિશ્વાસનો આજે યોગ્ય ઉપયોગ કરો. ભાગદોડ ભરેલા દિવસ છતાં આજે ફરી ઉર્જા અને તાજગી મેળવવામાં કામીયાબ રહેશો. જૂના રોકાણના પગલે તમારી આવક વધતી દેખાશે. દોસ્તો અને ઘરના લોકો તમને પ્રેમ અને સહયોગ આપશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજના દિવસે નકારાત્મક વિચારોને પોતાના દિમાગમાં જગ્યા ન આપો. કેટલીક જરૂરી યોજનાઓ કાર્યાન્વિત થશે અને તાજા આર્થિક લાભ પણ મળશે. જે લોકો સાથે તમે રહો છો તે વધારે ખુશ નહીં રહે. આજે તમારો પ્રિય તમારી સાથે સમય વિતાવવા અને ગિફ્ટની આશા રાખી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજે તમારી ઉંચી બૌદ્ધિક ક્ષમતાઓ તમારી ખામીઓ સામે લડવા માટે સહોયગ કરશે. માત્ર સકારાત્મક વિચારો થકી આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાશે. કોઈ મોટા સમૂહમાં ભાગીદારી કરવી રસપ્રદ સાબિત થશે. તમારા ખર્ચાઓ વધી શકે છે. સામાજિક ઉત્સવોમાં સહભાગીતાની તક મળશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજના દિવસે એવી ચીજોને ખરીદવા માટે સારો છે જેની કિંમત આગળ જતા વધી શકે છે. તમારા દોસ્તો એવા સમયે દગો આપશે જ્યારે તમારે તેમની ખુબજ વધારે જરૂરત હોય. પોતાના પ્રેમ પ્રસંગ અને અહીં તહી વધારે વાતો ન કરો. નિર્ણય લેતા સમયે અહમને બહાર ન આવવા દો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજેસ્વાસ્થ્યને લઈને વધારે દેખભાળની જરૂર છે. પૈસા અચાનક તમારી પાસે આવશે. જે તમારા ખર્ચાઓ અને બિલ વગેરેને સંભાળી લેશે. ઘરેલું મોર્ચા ઉપર સમસ્યા ઊભી થઈ શકે છે. કામકાજ ઉપર ધ્યાનના બદલે માત્ર સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે ભાગીદારી વાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. બાળકો ભવિષ્યની યોજનાઓ બનાવવાની અપેક્ષા ઘરની બહાર વધારે સમય વિતાવવીને તમને નિરાશ કરી શકે છે. તમારા પ્રિય તમને ખુશ રાખવા માટે કંઈક ખાસ કરશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિશીલ અને મોટો ફેરફાર કરવા માટે સહકર્મીઓ તમને પુરો સહયોગ આપશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજે તમે પોતાનું જીવન હકારાત્મક જીવવાનો પ્રયત્ન કરશો. બીજાને આકર્ષિત કરવા માટે વધારાનો ખર્ચ ન કરવો. તમારું જડ વલણ ઘરના લોકોની લાગણી દુભાવી શકે છે અને સાથે નજીકના મિત્રોને પણ દુઃખ પહોંચી શકે છે. તમારા જીવનસાથી સાથે મતભેદમાં ન ઉતરી ચૂપ રહેવાનું પસંદ કરજો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે ખર્ચમાં વધારો થશે, પણ આવકમાં વધારો થતાં સમતુલન જળવાઈ જશે. પોતાના મહેમાનો સાથે ખરાબ વર્તન ન કરવું. તમારો આવો વ્યવહાર સંબંધો બગાડી શકે છે. જો કે ઉદાસ ન થવું, કેમ કે નિષ્ફળતા જીવનમાં કંઈક ને કંઈક શીખવી જાય છે અને એ જ હકારાત્મક જીવનની નિશાની છે. સહકર્મીઓના સહયોગથી તમારું ઑફિસનું કામ ઝડપથી થવા લાગશે. તમને એવી જગ્યાએથી ઑફર આવવાની શક્યતા છે, જ્યાંથી તમે કલ્પના કરી ન હોય.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજે પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી ન રાખો અને ખાસ કરીને બ્લડપ્રેશરના દર્દીઓએ જાળવવું. ઘરની સુખ સુવિધા પર વધુ ખર્ચ ન કરશો. તમારા માતા પિતાની તબિયત પણ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. દિવસને ખાસ બનાવવા માટે નાની નાની ભેટ લોકોને આપવાનું પસંદ કરો. મુશ્કેલીઓથી બચવા માટે તમે તમારા કોન્ટેક્ટમાં રહેતા લોકોની મદદ લઈ શકો છો.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસે તબીયત સાથે જોડાયેલી સમસ્યા તણાવનું કારણ બની શકે. આર્થિક રીતે સારૂ રહેતા જરૂરી વસ્તુઓ ખરીદવાનું સરળ થશે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક-ક્યારેક થાય છે, તેમની સાથે સંપર્ક કરવા માટેનો સારો દિવસ છે. વકીલ પાસે કાનુની સલાહ લેવા માટેનો સારો દિવસ છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજના દિવસે તમારા જીવનસાથીનો પ્રેમ તમારો દિવસ સુધારી દેશે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણમાં તમને નફો મળી શકે છે. ઘરના ઘણા સમયથી અટવાયેલા કામમાં હજુ થોડો સમય લાગી શકે છે, પરંતુ હકારાત્મક દ્રષ્ટિકોણ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ અપાવશે. જો તમે ન ગમતા લોકોને પણ દુઆ- સલામની આદત રાખશો તો તમારી પ્રગતિ કોઈ નહીં રોકી શકે. નવા વિચારો અને આઈડિયાની ચકાસણી કરીને લાગુ કરવાનો આ યોગ્ય સમય રહેશે.