જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 23 મે : રવિવારના દિવસે સૂર્યનારાયણ દેવની વિશેષ કૃપા વરસવાની છે, જાણો આજે કઈ કઈ રાશિને થવાના છે લાભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): બાળકો સાથે શાંતીનો અનુભવ કરશો. સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખાસ જરૂર છે. મનોરંજન અને સૌન્દર્ય વધારા ઉપર જરૂરતથી વધારે ખર્ચ ન કરવો. જે લોકો સાથે તમે રહો છો. તેઓ તમારાથી વધારે ખુશ નહી રહે. ઓફિસમાં તમને કંઈક એવું કામ મળશે જેને તમે હંમેશા કરવા ઈચ્છતા હોવ. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા મોટો વ્યક્તિ તમને મદદ કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): પરિવારના કેટલાક સભ્ય પોતાના ઈર્ષાળુ સ્વભાવના કારણે તણાવનું કારણ બની શકે છે. પોતાના નિવેશ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. કોઈ જૂનો પરિચિત વ્યક્તિ તમારી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. પોતાના પ્રિય સાથે આજે સારી રીતે વર્તન કરો. આજે પોતાને ઉર્જાથી સરાબોર મહેસૂસ કરશો. આ ઉર્જાનો પ્રયોગ કામકાજમાં કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): તબીયત પર ધ્યાન આપવાની જરૂરત છે. આજે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં છો. પરંતુ જો તમે આવું કરશો તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. ઘરના લોકો સાથે મળીને કંઈક અલગ અને રોમાંચક કરવું જોઈએ. પોતાની પ્રિયની ગેરહાજરી આજે તમારા માટે દિલને નાજુક બનાવી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):રમત-ગમત અને આઉટડોર ગતિવિધિઓમાં ભાગીદારી તમારી ખોવાયેલી ઉર્જા પાછી મેળવવામાં મદદગાર સાબિત થશે. સમૂહમાં હાજરી આપવી રસપ્રદ પરંતુ ખર્ચાળ સાબિત થશે. ખાસ રીતે તમે બીજાના ઉપર ખર્ચ કરવાનું બંધ નહીં કરો તો. સામાન્ય પરિચિતોથી વ્યક્તિગત વાતો શેર કરવાથી બચો. ભેટ વગેરે આજે તમારા પ્રિયનો મૂડ બદવામાં નાકા રહેશે. બીજા લોકો તમારાથી વધારે સમયની માંગણી કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): પોતાની ઓફિસમાંથી ઝડપી નીકળવાની કોશિશ કરો અને એ કામ કરો જે કામ તમને પસંદ છે. મિત્રોનો સાથ રાહત આપશે. માત્ર સ્પષ્ટ સમજણ ના માધ્યમથી તમે તમારી પત્નીને ભાવનાત્મક સહારો આપી શકો છો. બીજા લોકો તમારી પાસે વધારે સમયની માંગ કરી શકે છે. તેમને કોઈ પણ પ્રકારનો વાયદો કરતા પહેલા એ જોઈ લો કે તેનાથી તમારું કામ પ્રભાવિત થતું નથી ને. તમારી ઉદારતાનો કોઈ મોટો ફાયદો ન ઉઠાવે તેનું પણ ધ્યાન રાખવું.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): બાળકો સાથે રમવાનું ખુબ શાંતીનો અનુભવ કરાવશે. આજે લોકો સાથે વ્યવસ્થિત વર્તન રાખવું ખાસ કરીને જેને તમે પ્રેમ કરો છો, તેનું ધ્યાન રાખવું. પોતાના સંબંધોમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરો. જો તમે કેટલાક દિવસથી કામકાજમાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો આજના દિવસે તમને રાહતનો અનુભવ થઈ શકે છે.

7. તુલા – ર, ત (Libra): તમે તમારા પરિવારની અપેક્ષા પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહી શકો છો. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. જુના સંપર્ક અને મિત્રો મદદગાર સાબિત થશે. આજે તમે કંઇક અલગ પ્રકારના રોમાન્સનો અનુભવ કરી શકો છો. જો તમે વિદેશમાં નોકરી માટે અરજી કરવા માંગો છો તો આજનો દિવસ સારો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):સારી જંદગી માટે પોતાની તબીયત અને વ્યક્તિત્વમાં સુધાર લાવવાની કોશિશ કરો. ધ્યાન અને યોગ તમારી માનસિક શક્તિમાં વધારો કરવા માટે અસરકારક રહેશે. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે સમસ્યા સાબિત થઈ શકે છે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક ક્યારેક જ થાય છે તેમની સાથે વાતચીત અને સંપર્ક કરવા માટે સારો દિવસ છે. આજે તમારા પ્રિય તમારી પાસે કોઈ ગિફ્ટ ની આશા રાખી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):તાજા રહેવા માટે સારી રીતે આરામ કરો. બહાર નીકળતી વખતે તમારા જીવનસાથીની સાથે યોગ્ય વર્તન કરો. ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ સારો છે, કારણ કે તેમને અચાનક ફાયદો થઈ શકે છે. કામમાં તમારી દક્ષતા ની આજે પરીક્ષા થશે, ઇચ્છિત પરિણામ માટે તમારી કોશિશ પર એકાગ્રતા બનાવી રાખવાની જરૂર છે.

10. મકર – જ, ખ (Capricorn):તમારે તમારો વધારાનો સમય શોખ પુરો કરવા અથવા એવા કામમાં લગાવવો જેનાથી તમને વધારે મજા આવે. મહત્વપૂર્ણ યોજનાઓ સમયસર પૂર્ણ કરવાથી, તમને ઘણાં ફાયદાઓ મળી શકશે. આજે, તમારી યોજનાઓ અંતિમ ક્ષણે બદલાઈ શકે છે. આજે, તમારા જીવનસાથી વિવાહિત જીવનની શાંતિ અને સુખ બગાડી શકે છે. મિત્રો અને સંબંધિત તમારી મદદ કરશે અને તમે તેમની સાથે આનંદ નો અનુભવ કરશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): શાંતી મેળવવા માટે થોડી પળ પોતાના મિત્રો સાથે વિતાવો. સ્નાયુઓને આરામ આપવા માટે શરીરની તેલથી માલીશ કરો. આર્થિક રીતે માત્રને માત્ર એક જ સ્ત્રોતથી લાભ મળશે. એવી જાણકારી જાહેર ન કરતો જે વ્યક્તિગત અને ગોપનીય હોય. તમારા પ્રિય તમને ખુશ રાખવા માટે કંઈક ખાસ કરશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):વધારે કેલરી વાળી વસ્તુ ખાવાથી દુર રહો. પોતાની મહત્વકાંક્ષાઓને કાબૂમાં રાખો. યોગનો સહારો લો. જે આધ્યાત્મિક, માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખીને દિલ અને દિમાનને વધારે સારું બનાવો. હોશિયારીથી રોકાણ કરો. કેટલાક લોકો થોટા ઘરેણા અને સમાન ખરીદી શકો છો.