22 જૂનથી મંગળનું નીચ રાશિમાં પરિવર્તન જુઓ રાશિ અનુસાર શુ પ્રભાવ પડે છે તમારા ઉપર…

0

22 જૂનના દિવસે મંગળ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મંગળ રાશિ મિથુન રાશિમાંથી પરિવર્તન કર્ક રાશિમાં થઈ રહ્યું છે. મગળ ને અગ્નિકારક તરીકે પણ ઓળખવામાં આવે છે સેનાપતિ નો કારક છે. તેજ અને સૂર્ય નો કારક છે રક્ત નો કારક છે.

Image Source

પરાક્રમનો કારક છે ગુરુ નો કારક છે. આ મંગળ ઘણા બધાં કારણ છે. અને તેનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તેનાથી તમારા રાશિ ઉપર શુભ પ્રભાવ પડે છે જુઓ…

મેષ રાશિ
મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવુ. દાંપત્યજીવનમાં જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવુ. પાર્ટનરશિપમાં જે પણ બિઝનેસ કરો તો ધ્યાન રાખીને કરવો. કાર્યક્ષેત્રમાં ધ્યાન રાખવું કાર્યક્ષેત્રમાં કોઈ તમારા ઉપર આરોપ ન લગાવે તેનું ધ્યાન રાખવુ. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
વૃષભ રાશી
મંગળનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે પરાક્રમ વધારશે વધારે પડતા આત્મવિશ્વાસમાં કારણે મિત્રો સાથે વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીના બાબતે સાવધાન રહેવું. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો એ વધારે પડતી મહેનત કરવાની જરૂર છે. મહેનત થી સારુ પરિણામ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
મંગળનું રાશિ પરિવર્તન કે મિથુન રાશિના જાતકોને ગડા તેમજ ખભાની સમસ્યા થવાના યોગ બની રહ્યા છે. ધનના કારણે કોઈ વાદવિવાદ થવાના યોગ બની રહ્યા છે માટે ધ્યાન રાખવુ. ઘન ના લેણદેણ થી બચવું. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તે લોકો એ ધ્યાન રાખવું એમજ આ સમયે ઉધાર કે કરજ ન આપવુ. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે નોકિયા પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તે લોકોને સફળતા ને યોગ બની રહે છે.
કર્ક રાશિ
મંગળનું રાશિ પરિવર્તન કર્ક રાશિમાં થઈ રહ્યું છે માટે મંગળ રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ગળામાં કોઈ સમસ્યા થવાના યોગ બની રહ્યા છે. તેમજ પેટ સંબંધિત રોગ થવાના યોગ છે. અચાનકથી યાત્રાના યોગ બની રહ્યા છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે જે તમને લાભની પ્રાપ્તિ કરાવશે વિદ્યાર્થીઓના વિદ્યા માં વૃદ્ધિ થશે.
સિંહ રાશિ
મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે લાભદાયક છે. પરંતુ જે લોકો શેર માર્કેટમાં નિવેશ કરવા માંગતા હો તે લોકોએ બચીને રહેવું. તેમજ આ સમયમાં કોઈપણ વાદ-વિવાદમાં પડવું નહીં. સંતાન પક્ષ તરફથી સમય સારો નથી. જીવનસાથી ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. શિક્ષામાં વૃદ્ધિ થશે તેમજ જે લોકો પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તે લોકોને સફળતા મળશે.

કન્યા રાશિ
મંગળનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યું છે. મંગળના ગોચરથી તમે નવું વાહન ખરીદી શકશો તેમજ નવું ઘર ખરીદી કરી શકશો અથવા તો બનાવી શકશો. જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તે લોકોને નવું કામ ના અવસર પ્રાપ્ત થશે. જે લોકો ઘણા સમયથી નોકરીની તલાશમાં છે તે લોકોને નોકરી ના અવસર પ્રાપ્ત થશે તેમ જ પરિવારમાં ભાઈ-બહેનને કષ્ટ થવાના યોગ બની રહ્યા છે.
તુલા રાશિ: મંગળનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે પારિવારિક કષ્ટ ના યોગ બની રહ્યા છે. પત્ની સાથે વાદ-વિવાદથી બચવું. વિદ્યાર્થીઓનું મન આ સમયમાં ભણવામાં લાગે નહીં. આ સમય દરમિયાન ગાયની સેવા કરવાથી તમને લાભ થશે.
વૃશ્ચિક રાશિ: વૃશ્ચિકનું રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે એટલા માટે મંગળ નુ રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ પ્રાપ્ત થશે. ભાગ્ય નો પુરોપુરો સાથ મળશે સાથે સાથે વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. તેમજ અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળવાના યોગ બની રહ્યા છે. જે લોકો લવ મેરેજ કરવા માંગતા હોય તેના માટે સમય સારો છે. નોકરીમાં પદોન્નતિ થશે. વેપારમાં સફળતા મળશે. યાત્રા કરતા સાવધાની રાખવી.
ધનુ રાશિ: મંગળનું રાશિ પરિવર્તન ધનુ રાશિના જાતકો માટે કષ્ટદાયક રહેશે. તમારા સ્વાસ્થ્ય માટે કોઈ યાત્રાએ જવું પડશે. પેટ સંબંધી સમસ્યા પરેશાન કરશે. ગુપ્ત અંગો માં સમસ્યા થવાના યોગ બની રહ્યા છે. વેપારી વગૅ કોઈ મોટો નિર્ણય લેતા પહેલા સમજી-વિચારીને નિર્ણય લેવો. આ સમય દરમિયાન કોઈ નવું કાર્ય શરૂઆત ન કરવી. યુવાનોએ કોઈ ભારે સામાન ન ઉઠાવો.
મકર રાશિ: મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો માટે એનર્જી લાવશે જેના કારણે તમે કોઈપણ કાર્ય ઉત્સાહપૂર્વક કરી શકશો આ રાશિના જાતકો માટે વિવાહના સારા યોગ બની રહ્યા છે વ્યવસાયિક દરમિયાન નવા નવા લોકો સાથે મુલાકાત થશે જે તમને લાભ કરાવશે વિદ્યાર્થીવર્ગ માટે આ સમય ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
કુંભ રાશિ: મંગળનું રાશિ પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. નાની મોટી શરીર સમસ્યા થઈ શકે છે. વાગવાથી ધ્યાન રાખવું. વેપારમાં અચાનક ધન લાભ થશે. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
મીન રાશિ: મંગળનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે સંતાન સુખ સૌભાગ્ય પ્રાપ્તિ થશે પ્રેમ પ્રસંગ માટે આ સમય શુભ છે. કોઈના પ્રત્યે આકર્ષણ થશે. વ્યવસાયિક ક્ષેત્રે લાભ થશે. કોઈ વ્યક્તિ નો સહયોગ પ્રાપ્ત થશે. જેનાથી તમને લાભ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીવર્ગ એ પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન રાખવુ સફળતા પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here