આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 21 જાન્યુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો સારો દિવસ છે. વિદેશમાં વેપાર ફેલાવવાના સારા અવસર મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. જે મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેઓને આજે સારા ઘરના માંગા આવશે.

આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો દિવસ છે લાંબા સમયથી ચાલી રહેલ પરેશાનીનો અંત આવશે. આજે માતાની તબિયત નરમગરમ રહેશે. આજે શિક્ષકોની મુલાકાત તેમના જુના અને પ્રિય વિદ્યાર્થીઓ સાથે થશે. આજે પારિવારિક બિઝનેસ માટે સારો સમય છે. પરિવારમાં સંપને કારણે મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. અચાનક ધનલાભ પણ થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
નવા ક્ષેત્રમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે, આજે નસીબના તારા તમારો સાથ આપશે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. અમુક મહત્વના નિર્ણય લેવામાં તમને ઉપરી અધિકારી તરફથી દબાણ થશે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. પ્રિયપાત્રને પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારો સમય છે. જીવનસાથી સાથે સંબંધ વધુ ને વધુ મજબુત થશે. વધારે ગુસ્સો કરવાવાળા લોકોએ આજે ખાસ સંભાળવું. નોકરી કરતા મિત્રોને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર કરી રહેલ મિત્રોને વધારે આર્થિક લાભ મળશે. ઉતાવળે નિર્ણય કરવો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
પૈસા લેવડ દેવડનું કોઈ જોખમ લેવું નહિ. આજે ઉતાવળે કોઈપણ નિર્ણય લેવાનો નથી. આજે મહત્વના લોકો સાથે મુલાકાત થશે. આજે તમારી નજીકના લોકો તમારી મદદ માંગશે તો કોઈપણ સંકોચ રાખ્યા વગર જો થઇ શકે તો મદદ કરજો. આજે જીવનસાથી સાથે કોઈ વાતે તકરાર થઇ શકે છે. આજે દિવસના અંતે તામારા સંબંધો મજબુત થઇ જશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે સ્વાસ્થ્ય તમને સામાન્ય લાગશે પણ નિયમિત ડોક્ટરની મુલાકત કરવી અને ચેકઅપ કરાવવું. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈની વાતથી તમને ખોટું લાગી શકે છે, તેમની વાતોને પોઝીટીવ લઈને તમારા કામમાં બદલાવ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ, હ (Cancer):
મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

5. સિંહ – મ, ટ (Lio):
એક્સ્ટ્રા ઇન્કામ માટેના સોર્સ મળશે પણ કોઈપણ જાણકારી કે અનુભવ વગર ઉતાવળે કોઈપણ કામ કરવું નહિ. આજે અમુક મિત્રો તમને ગેરમાર્ગે કે પછી શોર્ટકટ અપનાવવા માટે કહેશે પણ તમારે આજે તમારી સમજદારીથી કામ કરવાનું છે. આજે પરણિત મિત્રોના જીવનની સમસ્યા દૂર થઇ જશે. તમારા જીવનસાથી સાથે આજે વાત કરતા તકેદારી રાખવી. ગુસ્સો કરતા વ્યક્તિઓએ પોતાના સ્વભાવમાં થોડી નરમાશ લાવવાની જરૂરત છે. સોફ્ટવેર અને ટેકનોલોજી સાથે જોડાયેલ મિત્રોને ફાયદો થશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. જમીન અને મકાન લે વેચ માં તકેદારી રાખવી.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આર્થિક સ્થિતિમાં અચાનક પરિવર્તન બનશે. શેર માર્કેટ અને કોમોડિટી માર્કેટમાંથી ધાર્યા કરતા વધારે ફાયદો મળશે. નવા ઘરમાં શિફ્ટ થવા માંગો છો તો આજે સારો સમય છે. નવું ઘર અને જમીન ખરીદવાથી ફાયદો થશે. નોકરી કરતા મિત્રોને કામના લીધે પરિવારથી દૂર રહેવા જવું પડશે. વેપારી મિત્રો કે જે કોઈ જમીન કે પ્રોપર્ટીના કેસમાં ફસાયેલ છે તેમાં સફળતા મળશે. લાંબા સમય માટે પૈસા રોકવાનો આજે સારો સમય છે. પરણિત મિત્રો માટે આજનો દિવસ ખુશીમાં વીતશે. અનેક નવા પોઝીટીવ બદલાવ ઘરમાં આવશે જેનાથી ઘરમાં સુખ અને શાંતિની સ્થાપના થશે. પ્રેમીઓ આજે એકબીજા માટે સમય કાઢી શકશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

7. તુલા – ર, ત (Libra):
આજે તમારા જુના મિત્રો તરફથી તમને સપોર્ટ મળશે જેનાથી તમે આજે તમારી આવકમાં વધારો કરી શકશો. પ્રેમીઓનો ખર્ચ આજે વધી શકે છે.. જીવનસાથી તરફથી આજે તમને ભેટ મળી શકશે, આજનો દિવસ પરિણીત મિત્રો માટે મહત્વનો રહેશે. સંતાન સંબંધિત કોઈ નિણર્ય લેવાનો રહેશે. પ્રોપર્ટીના કામ સાથે જોડાયેલ મિત્રોને આજે રોજ કરતા વધુ મહેનત રહેશે પણ તેનાથી ભવિષ્યમાં તમને નાણાકીય લાભ મળશે. આજે માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત થશે. પરિવારમાં સારા પ્રસંગ બનવાના દિવસો હવે આવશે. નોકરી કરતા મિત્રોને આજે સારી ઓફર આવશે. જે વિદ્યાર્થી મિત્રો ભણવા માટે વિદેશ જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. પરીક્ષાનું રીઝલ્ટ પોઝીટીવ આવવાથી પરિવારમાં બધા ખુશ હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn):
આવક વધારવા માટે તમે એક્સ્ટ્રા મહેનત કરીને એક્સ્ટ્રા ઇન્કમ વધારી શકશો. આજે જીવનસાથી અને પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારા સ્વભાવમાં આજે નરમાશ અને ધાર્મિકતા આવશે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે. નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશન અને પગાર વધારાનો યોગ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઘરમાં પરિવારની સુખ સુવિધા માટે અમુક સાધનો વસાવી શકશો. શેર માર્કેટ સાથે જોડાયેલ મિત્રોને અચાનક ધનલાભ થશે. આજે પરિવાર સાથે વાતાવરણ બદલવા માટે લાંબી મુસાફરી પર જઈ શકશો. નોકરી કરવા માંગતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજે પરિવારજનોની ફરમાઇશ પૂરી કરવા જતા અમુક વધારાના ખર્ચ થવાના યોગ છે. સાંજના સમયે પેટ અને પીઠમાં દુખાવો થઇ શકે છે. તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.