મનોરંજન

2020માં સૌથી બકવાસ 10 ફિલ્મો, તમે ભૂલથી પણ ન જોતા નહિ તો માથું દુખવા માંડશે

૨ નંબર ૬ નંબરની ફિલ્મો જોઈને લોકોનો મગજ ફાટી ગયો એટલી બકવાસ નીકળી…જુઓ લિસ્ટ

વર્ષ 2020 સામાન્ય જનતાની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ નુકસાનદાયક સાબિત થયું છે. કોરોના મહામારીને લીધે આ વર્ષે ખુબ ઓછી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકી હતી,

અંતે ફિલ્મોને ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.જેમાંની અમુક ફિલ્મો હિટ રહી તો અમુક મોટા બજેટની હોવા છતાં પણ સુપરફ્લોપ સાબિત થઇ. આજે અમે તમને એવી ફિલ્મોની લિસ્ટ જણાવીશું જે વર્ષ 2020 માં ફિલ્મના નામે ધબ્બો હતો, અને દર્શકોને કઈ ખાસ પસંદ આવી ન હતી.

Image Source

1. સડક-2:
મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ સડક-2 નું ટ્રેલર જ દર્શકોને પસંદ આવ્યું ન હતું, ફિલ્મના ટ્રેલરને સૌથી વધારે ડીસ્લાઇક મળી હતી અને યુટ્યુબ પર બીજા નંબરનો નાપસંદ થનારો વિડીયો બની ગયો હતો. ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર જેવા સિતારાઓ હોવા છતાં પણ ફિલ્મ ફ્લોપ રહી.

Image Source

2. લક્ષ્મી:
ફિલ્મો દ્વારા દમદાર કમાણી કરનારા અક્ષય કુમાર ફિલ્મ લક્ષ્મીને લીધે નાકામ રહ્યા. દર્શકોને અક્ષયની આ ફિલ્મ પ્રત્યે ખુબ અપેક્ષા હતી પણ લોકોને સ્ટોરી પસંદ ના આવી. ફિલ્મનું નામ પણ વિવાદોમાં રહ્યું હતું.

Image Source

3. કુલી નંબર વન:
ડેવિડ ધવન દ્વારા નિર્દેશીત ફિલ્મ કુલી નંબર વન પણ ઓટિટિ પ્લેતફોમ પર નાકામ રહી. ફિલ્મમાં વરુણ ધવન સારા અલી ખાન જેવા નામી સિતારાઓ હોવા છતાં પણ તેમનો અભિનય લોકોને કઈ ખાસ પસંદ ન આવ્યો.

Image Source

4. દુર્ગામતી:
હોરર ફિલ્મ દુર્ગામતીમાં ભૂમિ પેડનેકર કઈ ખાસ કમાલ દેખાડી ન શકી. ફિલ્મની સ્ટોરીમાં લોકોને કઈ ખાસ નવું જોવા ન મળ્યું.

Image Source

5. લવ આજ કલ:
સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજ કલ પણ કઈ ખાસ કમાલ દેખાડી ન શકી. જો કે ફીલ્મોના ગીતોને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા, સારા-આર્યનની જોડી દર્શકોને ખુશ કરવામાં નાકામ રહી.

Image Source

6. છપાક:
ફિલ્મ છપાકની કહાની સામાજિક મુદ્દા પર આધારિત હતી, ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી હતી.ફિલ્મમાં દીપિકા પાદુકોણે કિરદાર ખુબ સારી રીતે નિભાવ્યો પણ કહાનીને લીધે તે બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ ન દેખાડી શકી.

Image Source

7. હૅક્ડ:
અભિનેત્રી હિના ખાને ફિલ્મ હૅક્ડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું. હોરર થ્રિલર ફિલ્મ દર્શકોને ડરાવવામાં નાકામ રહી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ.

Image Source

8. સ્ટ્રીટ ડાન્સર:
રેમો ડિસુઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર બોક્સ ઓફિસ પર પોતાનો જલવો દેખાડવામાં નાકામ રહી. ફિલ્મની કહાની ડાન્સ પર આધારિત છે જેમાં દરેક કલાકારોનો જબરદસ્ત ડાન્સ જોવા મળ્યો હતો, જો કે દર્શકોને ફિલ્મની કહાની કઈ ખાસ પસંદ ન આવી.

Image Source

9. હેપ્પી હાર્ડી એન્ડ હીર:
હિમેશ રેશમિયાએ લાંબા સમય પછી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર દ્વારા કમબેક કર્યું હતું. ફિલ્મમાં હિમેશ ડબલ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મની કહાનીને લીધે તે સુપરફ્લોપ સાબિત થઇ.

Image Source

10. બાગી-3:
ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી-3 દર્શકોને કઈ ખાસ પસંદ આવી ન હતી. ક્રિટીક્સ દ્વારા પણ ફિલ્મને ખાસ રેટિંગ મળ્યા ન હતા અને ફ્લોપ સાબિત થઇ.