જ્યોતિષ શાસ્ત્ર

વર્ષ 2019નું છેલ્લું સૂર્ય ગ્રહણ, આજથી શરુ થશે સૂતક, આ રાશિના જાતકોએ બચીને રહેવું પડશે

વર્ષ 2019નું છેલ્લો સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ સવારે 8:17 વાગે થવાનું છે અને 10:57 મિનિટે ખતમ થશે. આ સૂર્ય ગ્રહણ પોષ મહિનાની અમાસના દિવસે મૂળ નક્ષત્ર અને ધન રાશિમાં થવાનું છે.

Image Source

ગ્રહણનું સૂતક 25 ડિસેમ્બરના રોજ 5:31 મિનિટે લાગી જશે. જે સૂર્ય ગ્રહણ પૂરું થયા પછી જ સમાપ્ત થશે. તો ચાલો જાણીએ કે બધી રાશિ પર આ સૂર્ય ગ્રહણનો શું પ્રભાવ પડવાનો છે.

1. મેષ:આ રાશિના જાતકોને ગ્રહણ દરમિયાન અપમાન થવાની સંભાવના છે, તેથી ખરાબ કાર્યોથી દુર જ રહેવું.

2. વૃષભ:આ રાશિના જાતકોને શારીરિક અને માનસિક તકલીફ થઇ શકે છે, આવી પરીસ્થિતિમાં તમારી તબિયતનું ધ્યાન રાખવું.

3. મિથુન:આ રાશિના જાતકોના જીવનસાથીની તબિયત બગડી શકે છે. તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

4. કર્ક:કર્ક રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. બસ થોડી ધીરજ રાખવી પડશે.

5. સિંહ:આ રાશિના જાતકો કોઈ પણ બાબતે ચિંતામાં ઘેરાઈ શકો છો. મન ભટકી શકે છે તેથી તમારી જાતને વ્યસ્ત રાખો.

6. કન્યા:આ રાશિના જાતકો પર ગ્રહણની અસરથી અમુક પ્રકારના દુઃખ આવી શકે છે. સાવચેતી રાખવી.

7. તુલા:આ રાશિના જાતકોને ધન લાભ થવાની શક્યતા છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.

8. વૃષિક:આ રાશિના જાતકોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. તેથી પૈસા સંબંધિત બાબતોમાં બેદરકારી ન રાખવી.

9. ધનુ:આ રાશિના જાતકો પર કોઈ પણ પ્રકારની તકલીફો આવી શકે છે, સાવચેતી રાખવી.

10. મકર:આ રાશિના જાતકોને આર્થિક નુકશાન થવાની શક્યતા છે તેથી સમજી વિચારીને પગલું ભરવું.

11. કુંભ:આ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારનો લાભ થવાની શક્યતા છે, મનમાં આનંદનું વાતાવરણ બન્યું રહેશે.

12. મીન:આ રાશિના જાતકોની ખુશીઓમાં વધારો થશે, કોઈ પણ પ્રકારના શુભ સમાચાર સાંભળવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.