GujjuRocks

વર્ષ 2018 ની દીપિકા પાદુકોણથી લઈને શ્રીદેવી સુધીની 9 તસ્વીરો, જે બની હતી આ કારણને લીધે ચર્ચાનો વિષય, જુઓ વાઇરલ તસ્વીરો

બોલીવુડની દુનિયા બહારથી જેટલી રંગીન દેખાય છે તેટલી જ અંદરથી અંધકારમય પણ છે. આલીશાન અને લગ્ઝરીયસ જીવન જીવતા બોલિવુડના કલાકારોને પણ પોતાના જીવનમાં સામાન્ય લોકોની જેમ ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે.એવામાં આગળનું વર્ષ 2018 બૉલીવુડ માટે ઘણી ચુનૌતીઓ ભરેલું રહ્યું હતું. વર્ષ 2018 બૉલીવુડ માટે સુખ-દુઃખ ભર્યુ રહ્યું હતું. એવામાં આજે અમે તમને વર્ષ 2018 ની બૉલીવુડ જગતની જગતની અમુક એવી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જે ખુબ વાઇરલ થઇ હતી અને હંમેશાને માટે લોકોના દિલોમાં છપાઈ ગઈ હતી.

1.દીપિકા-રણવીરના લગ્નની તસ્વીર:

રણવીર-દીપિકાના લગ્નની આ તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી, તસ્વીરમાં બંને વચ્ચેની બોન્ડિંગ અને પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે રણવીર-દીપિકાએ વર્ષ 2018 માં 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. ઈન્ટરેન્ટ પર બંનેની આ તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી.

2.સોનાલી બેન્દ્રે:
અમુક દિવસો પહેલા જ સોનાલી બેન્દ્રે પોતાના કેન્સરનો ઈલાજ કરાવીને ન્યુયોર્કથી ભારત પાછી આવી હતી.જો કે ઇલાજના સમયે ન્યુયોર્કમાં રહીને પણ સોનાલી બેન્દ્રે પોતાના ફૈન્સ સાથે સોસીયલ મીડિયા મારફતે જોડાયેલી રહી હતી. આ તસ્વીર તે સમયની છે જયારે કેન્સરને લીધે વર્ષ 2018 માં સોનાલીના વાળ ખરી ગયા હતા, અને તસ્વીર ખુબ વાઇલર પણ થઇ હતી.સોનાલીની આ તસ્વીર ખુબ જ ભાવુક કરી દેનારી છે.

3.ઐશ્વર્યા રાઈ અને આરાધ્યા બચ્ચનની ક્યૂટ તસ્વીર:
ઐશ્વર્યા રાઈ અને આરાધ્યાની આ તસ્વીર વર્ષ 2018 કાન્સ ફેસ્ટિવલના સમયની છે. તસ્વીરમાં બંને માં-દીકરીની ક્યૂટ બોન્ડિંગ દેખાઈ રહી છે. તે સમયે આ તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી જેમાં બંને એકબીજા સાથે ક્યૂટ લિપ-લોક કરી રહ્યા છે.

4.શ્રીદેવીની છેલ્લી તસ્વીર:
શ્રીદેવીની આ તસ્વીર તે સમયની છે જ્યારે તે છેલ્લી વિદાઈ લઇ રહી હતી.શ્રીદેવીની શ્રદ્ધાંજલિ સમયની આ તસ્વીરે દરેક કોઈને ભાવુક કરી દીધા હતા.વર્ષ 2018 માં થયેલી શ્રીદેવીની આકસ્મિક મૃત્યુને લીધે બૉલીવુડ જગતની સાથે-સાથે સમગ્ર દેશમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા.શ્રીદેવીની આ છેલ્લી તસ્વીર કદાચ કોઈ ભૂલી શકશે નહીં.

5.15 મી ઓગસ્ટના દિવસે તૈમુરની તસ્વીર:
વર્ષ 2018 ની 15 મી ઓગસ્ટના દિવસે તૈમુરની આ તસ્વીરે દરેક કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી દીધું હતું.ત્રિરંગા સાથે તૈમુર એકદમ ક્યૂટ દેખાઈ રહ્યા છે અને તેની આ તસ્વીરે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી.જો કે મોટાભાગે તૈમુરનો દરેક અંદાજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જ જાય છે.

Image Source

6.સલમાન ખાનની જેલમાં બેસવાની સ્ટાઇલ:
‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલની શૂટિંગ વખતે સલમાન ખાન દ્વારા કરેલા કાળા હરણના શિકારને લીધે સલમાનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં આગળના વર્ષે જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેસને લગતી દલીલ વખતે સલમાન ખાનની બેસવાની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.સલમાનનો આ દબંગ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો.

Image Source

7.પ્રિયંકા-નિકના લગ્નની તસ્વીર:
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018 માં અમેરિકી સિંગર નિક જૉનસની સાથે ક્રિશ્ચિયન અને હિંદુ રિવાજથી જોધપુરમાં લગ્ન કર્યા હતા. બંનેના ક્રિશ્ચિયન રિવાજથી થેયલા લગ્નની આ તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી.એકબીજાનો હાથ પકડીને લગ્ન માટે આગળ વધી રહેલા નિક-પ્રિયંકા ખુબ જ સુંદર દેખાઈ રહયા છે.

8.ઋષિ કપૂરની હેર સ્ટાઇલ:
જણાવી દઈએ કે આગળના 8 થી 9 મહિનાથી ઋષિ કપૂર ન્યુયોર્કમાં પોતાના કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે.આગળના વર્ષે તેની આવી હેર સ્ટાઇલ જોઈને ઘણી ચર્ચાઓ થઇ હતી જેના જવાબમાં ઋષિ કપૂરે જણાવ્યું હતું કે તેણે પોતાની એક ફિલ્મ માટે ગ્રે રંગની ડાઇ કરાવી છે. જણાવી દઈએ કે ઋષિ કપૂરની આવી હેર સ્ટાઇલ પણ ખુબ વાઇરલ થઇ હતી.

9.ઈરફાન ખાન:
તસ્વીરમાં ઇરફાન ખાન એકદમ અલગ અને પાતળા દેખાઈ રહ્યા છે. આ તસ્વીર તે આગળના વર્ષની તે સમયની છે જ્યારે ઇરફાન લંડનમાં પોતાની રોક્રાઈન ટ્યુમર નામની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા હતા.તે સમયે ઇરફાન ખાનની આ તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી.

Image Source
Exit mobile version