ધાર્મિક-દુનિયા

ભગવાન શંકરનું 2000 વર્ષ જૂનું ચમત્કારિક શિવલિંગ, જેમાંથી આજે પણ આવે છે તુલસીના પાનની સુગંધ

આપણ દેશની અંદર ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે, જેનો પોતાનો જ એક મહિમા છે, અને આ ચમત્કારોને વિજ્ઞાન પણ સાબિત કરી શક્યું નથી, માટે એ ઈશ્વર દ્વારા જ નિર્મિત એક ચમત્કાર છે એમ જ ભક્તો પણ માને છે. આપણા દેશમાં એક જગ્યા ભગવાન શિવજીનું 2000 વર્ષ જૂનું શિવલિગ પણ છે અને આ શિવલિંગ પણ ખુબ જ ચમત્કારિક હોવાનું માનવામાં આવે છે. આ શિવલિંગમાંથી આજે પણ તુલસીના પાનાંની સુગંધ આવે છે.

Image Source

છત્તીસગઢના સિરસપુરમાં ખોદકામ દરમિયાન એક શિવલિંગ નીકળ્યું હતું, જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ શિવલિંગની ખાસ વાત એ હતી કે તે જેનોઉ ધારણ કરેલું હતું, અને તેની સાથે કેટલાક સિક્કા અને તામ્રપત્ર પણ નીકળ્યું, અહિયાંથી જ વાસણો અને શિલાલેખ પણ મળ્યા હતા. આ શિવલિંગને જોવા માટે લોકોની ભારે ભીડ પણ ઉમટી હતી. પુરાતત્વ વિભાગ પણ જયારે ત્યાં પહોંચ્યું ત્યારે તે પણ શિવલિંગને જોઈને આશ્ચર્યમાં પડી ગયું હતું. ખાસ વાત તો એ હતી કે શિવલિંગમાંથી તુલસીનના પાનની સુગંધ આવી રહી હતી. જેના કારણે તે ખુબ જ ચર્ચાનો વિષય બન્યું હતું.

Image Source

આ શિવલિંગની લાબીં 4 ફૂટ જણાવવામાં આવી રહી છે. પુરાતત્વ વિજ્ઞાન અનુસાર આ શિવલિંગ લગભગ 2000 વર્ષ જૂનું છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષો પહેલા આ જગ્યા ઉપર શિવજીનું એક બહુ જ મોટું મંદિર હતું, પરંતુ પૂર આવવાના કારણે તેધરતીમાં સમાઈ ગયું હતું. જયારે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ઘણા નાના મોટા શિવલિંગ મળી આવ્યા હતા. પરંતુ જયારે ખોદકામ દરમિયાન આ વિશાલ શિવલિંગ નીકળ્યું ત્યારે લોકો ડાંગ રહી ગયા હતા.

Image Source

આ શિવલિંગના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. શિવલિંગ માંથી આવી રહેલી તુલસીના પાનની સુગંધ કેવી રીતે આવી રહી છે એ તો માત્ર હજુ રહસ્ય છે, પરંતુ લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.