કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન દેશના ઔદ્યોગિક એકમો અને વાહન વ્યવહાર બંધ હોવાના કારણે વાતાવરણ અને નદીઓ શુદ્ધ બની હતી. આ દરમિયાન જ ઘણી એવી વસ્તુઓ સામે આવી હતી જે ક્યારેય જોવા નહોતી મળી. થોડા સમય પહેલા જ ઓડિશામાં એક નદી કિનારે 500 વર્ષ જૂનું મંદિર બહાર આવ્યું હતું જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. હાલ મળતી માહિતી પ્રમાણે આંધ્રપદેશમાંથી પણ આવું જ એક 200 વર્ષ જૂનું મંદિર સામે આવ્યું છે.

આંધ્રપદેશના નેલ્લોરના પેરુમલાપાડું ગામની પાસેની પેન્ના નદીમાં ખોદકામ દરમિયાન જ મંદિરનો ઉપરનો ભાગ દેખાયો હતો. જેને સંપૂર્ણ રીતે બહાર કાઢવા માટે હજુ પણ ખોદકામ ચાલુ છે. લોકોનો દાવો છે કે આ મંદિર 200 વર્ષ જૂનું છે. તેને ભગવાન પરશુરામ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમને નદીના કિનારે આવા 101 મંદિરો બનાવ્યા હતા.આ મંદિર તેમાંથી જ એક છે.

બહાર આવેલા આ મંદિરની વાસ્તુકલા જોઈને પણ દરેક વ્યક્તિ હેરાન છે. પુરાતત્વ વિભાગના સહાયક નિર્દેશકના જણાવ્યા અનુસાર પેન્ના નદી પોતાનો રસ્તો બદલે છે. એવામાં બની શકે છે કે મંદિર પાણીની અંદર ડૂબી ગયું હોય. રેતીનું ખોદકામ કરવા ઉપર આ મંદિર બીજીવાર નજર આવ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મંદિર 1850માં આવેલા પૂરની અંદર નીચે દબાઈ ગયું હશે.

છેલ્લા થોડા સમય પહેલા પણ ઓડિશાના નાયગઢ જિલ્લા સ્થિત પદ્માવતી ગામની મહાનદીમાં પણ 500 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હતું. જે ભગવાન વિષ્ણુનું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.