જીવનશૈલી દિલધડક સ્ટોરી

20 મહિનાની ધનિષ્ઠાએ આપ્યું 5 લોકોને નવું જીવન, બની સૌથી નાની ઉંમરની ડોનર

ફૂલ જેવી ક્યૂટ દીકરીએ દુનિયા છોડી દીધી અને જતા જતા ૫ લોકોને જીવનદાન આપ્યું- જુઓ તસવીરો

આજકાલ લોકોમાં જાગ્રતિ વધી છે, જેના ઘણા પુરાવો અંગદાનના ઉદાહરણો દ્વારા મળી રહે છે. હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં દિલ્હીના રોહિણીમાં રહેવા વાળી 20 મહિનાની દીકરી ધનિષ્ઠાએ એક મોટી મિસાલ કાયમ કરી છે.

Image Source

ધનિષ્ઠા હવે આ દુનિયામાં નથી રહી. પરંતુ દુનિયાને અલવિદા કહેતા કહેતા 5 લોકોને નવું જીવન તેને આપ્યું છે. તે સૌથી નાની ઉંમરની કૈડવર ડોનર પણ બની ગઈ છે. ધનિષ્ઠાના શરીરના પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું, જેના કારણે 5 લોકોને નવું જીવન મળ્યું છે.

Image Source

ધનિષ્ઠાનું હૃદય, લીવર, બંને કિડની અને બંને કીકીઓ સર ગંગારામ હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ 5 અલગ અલગ રોગીઓમાં તેને પ્રત્યારોપિત પણ કરી દેવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીની સાંજે ધનિષ્ઠા પોતાના ઘરના પહેલા માળેથી રમતા રમતા પડી ગઈ હતી અને બેભાન થઇ ગઈ હતી. પરિવારજનો તેને તરત જ સર ગંગા રામ હોસ્પિટલ લઈને આવી ગયા પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં પણ બાળકીને બચાવી શકાય નહોતી.

Image Source

11 જાન્યુઆરીના રોજ ધનિષ્ઠાને બ્રેઈડ જાહેર કરવામાં આવી હતી. પરંતુ દિમાગ ઉપરાંત તેના શરીરના બધા જ અંગો કામ કરી રહ્યા હતા. શોકમાં ડૂબેલા હોવા છતાં પણ તેના પરિવારજનો પિતા આશિષ કુમાર અને માતા બાબીતા કુમારીએ હોસ્પિટલના અધિકારીઓને પોતાની બાળકીના અંગદાન કરવાની જાહેરાત કરી. ત્યારબાદ ધનિષ્ઠાનું હૃદય, લીવર, બંને કીડનીઓ અને આંખની કિકીઓ સર ગંગા રામ હોસ્પિટલમાં કાઢીને પાંચ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવી હતી.

Image Source

ધનિષ્ઠાના પિતા આશિષ કુમારે જણાવ્યું કે હોસ્પિટલમાં રહેતા અમે ઘણા દર્દીઓને જોયા જેમને અંગોની ખુબ જ આવશ્યકતા હતી. જોકે અમે અમારી ધનિષ્ઠાને ખોઈ ચુક્યા હતા પરંતુ અમે વિચાર્યું કે અંગદાનથી ના ફક્ત એ દર્દીઓને નવું જીવન મળશે, અમારી બાળકીની યાદો પણ તેના દ્વારા દુનિયામાં રહેશે.