ખબર વાયરલ

કોઈપણ જાતના આધાર કે સહારા વગર સ્પાઈડર મેનની જેમ ફટાફટ સેંકડો ફૂટ ઊંચી બિલ્ડીંગ ઉપર ચઢી ગયા આ બે લોકો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં સ્ટન્ટના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી દિલધડક ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, પરંતુ આવા સ્ટન્ટ નિષ્ણાતો દ્વારા જ કરવામાં આવે તો એટલો ખતરો નથી હોતો, ઘણીવાર લોકો સ્ટન્ટ કરવાના ચક્કરમાં જીવ પણ ગુમાવતા હોય છે અને કેટલાક ઈજાગ્રસ્ત પણ બનતા હોય છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકોની આત્મા કંપી જશે. આ વીડિયોમાં બે લોકો દેખાઈ રહ્યા છે જેઓ કોઈ પણ ટેકા વિના સેંકડો ફૂટ ઉંચી ઈમારત પર ચઢી રહ્યા છે. આ વીડિયોમાં સેમસંગની આ ઈમારત જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ જ ખતરનાક લાગે છે. આવા સ્ટંટ કરવા ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પરાક્રમ જોઈને લોકોની આત્મા ધ્રૂજવા લાગી છે. આ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જીવ જોખમમાં નાખવા જેવું છે. સહેજ પણ પગ કે હાથ લપસી જાય તો પડી જતા વાર નહિ લાગે. આ સાથે જ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે. યુઝર્સ આ બે લોકોને કહી રહ્યા છે કે “તમારા જીવન સાથે રમશો નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Alexis Landot (@alexis.landot)

તમને જણાવી દઈએ કે આ વીડિયો alexis.landot નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેમજ આ વીડિયો પર અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે. આ વીડિયો પણ ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. લોકો આ બંને વ્યક્તિઓના જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે.