આ મહિલાને આપેલું ઇંજેક્શન સાચું થયું તો પુરી દુનિયા કોરોના વાયરસથી બચી જશે

0

પુરી દુનિયામાં કોરાના વાયરસ COVID-19 નો ખૌફ સર્જાઈ ગયો છે. આ વાયરસની ઝપેટમાં આવીને ઘણા લોકો મૃત્યુ પામી ચુક્યા છે તો ઘણા લોકો તેનાથી પીડિત છે. એવામાં કોરોના વાયરસરને લગતી તમે જાત-જાતની ખબરો પણ વાંચી રહ્યા હશો અને તેમે પણ વિચારી રહ્યા હશો કે આ બીમારીનો ઈલાજ શોધવા માટે શુ કરવામાં આવી રહ્યું છે? ડોકટરો અને વૈજ્ઞાનિકોની ટિમ શું કરી રહી છે? એવામાં તમારા માટે એક સારી ખબર છે.

Image Source

વાયરસની વેક્સિન(રસી)ના પ્રયોગ માટે, સૌથી પહેલો પ્રયોગ માણસ પર જ કરવામાં આવ્યો છે અને તે મહાન વ્યક્તિ જેનિફર હૉલર નામની મહિલા છે, જે પોતાના જીવને જોખમમાં મૂકીને રસીના પ્રયોગ માટે તૈયાર થઇ છે અને તેના પર વાયરસના ઈલાજ માટેની રસીનો પ્રયોગ કરવામાં આવેલો છે.

જેનિફર હૉલર નામની 43 વર્ષની આ મહિલા અમેરિકાના વૉશિન્ગટન સ્ટેટમાં એક કંપનીમાં ઓપરેશન્સ મેનેજરના પદ પર કામ કરી રહી છે અને તે બે બાળકોની માં પણ છે. વૉશિન્ગટનના ઇન્સ્ટિટયુટ દ્વારા વાયરસની રસીના પ્રયોગ માટે જાહેરાત બહાર પાડી હતી જેને જેનિફરે જોઈ અને પોતાના પર પ્રયોગ કરવા માટે એપ્લાઇ કરી દીધું. એવામાં અમુક સમય પછી જેનીફરને ફોન આવ્યો કે તેને પ્રયોગ માટે પસંદ કરવામાં આવી છે. આવો તો તમને જણાવીએ કે આ પ્રયોગ પર જેનીફરનું શું કહેવું છે અને કેવી રીતે વેક્સિનના ડોઝ આપવામાં આવે છે.

Image Source

આ ઇન્સ્ટિયૂટમાં બે મહિનાના સમયગાળા પર 45 વોલિન્ટિયર્સના બે ડોઝ આપવામાં આવશે અને પછી એ જોવાનું રહેશે કે તેનું શરીર વેક્સિનને લીધે કેવી રીતે પ્રિતકિયા આપી રહ્યું છે. અલગ અલગ લોકોને અલગ અલગ એનર્જી વાળા ડોઝ આપીને જોવામાં આવશે કે કેટલી સ્ટ્રેન્થ વાળો ડોઝ વેક્સિન માટે તૈયાર કરવાનો છે. જેના પછી આગળની રિસર્ચ કરવામાં આવશે. ડૉક્ટર લીજા જૈક્સન આ રિસર્ચને લીડ કરી રહી છે.

Image Source

જેનિફરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,”અમે બધા અસહાય અનુભવી રહ્યા છીએ. આ મારા માટે કંઈક કરી બતાવવાનો અને કંઈક મેળવી લેવાનો ખુબ સારો મૌકો છે. મારા બાળકો પણ મારા વિશે વિચારે છે કે મારો આ પ્રોજેક્ટમાં ભાગ લેવો ખુબ સારો નિર્ણય છે. ઇન્જેક્શન લીધા પછી મને ખુબ સારું મહેસુસ થઇ રહ્યું છે”.

Image Source

ડોક્ટર લીજા એ કહ્યું કે,”હવે અમારી ટિમ કોરોના વાયરસ છે. આ આપાતકાલીન સ્થિતિમાં લોકો જે પણ કરી શકે, તે કરવા માંગી રહ્યા છે”.

Image Source

કેવી રીતે કામ કરે છે આ વેક્સિન:
શરીરમાં નવા વાયરસના દાખલ થવા પર શરીરીની રોગપ્રતિકારક શક્તિ તંત્ર રોકાઈ જાય છે. જ્યા સુધી શરીર વાયરસથી લડવાની તૈયારી ન કરી લે ત્યાં સુધી તો શરીરને ઘણું નુકસાન થઇ ચૂક્યું હોય છે. વેક્સિનમાં વાયરસના કમજોર તત્વો હોય છે, જેથી શરીર તેના માટે પહેલાથી જ તૈયાર રહે. શરીરીની રોગપ્રતિકારક સિસ્ટમ કમજોર તત્વ સામે લડવા માટે પોતાને તૈયાર કરી લે છે. પણ કેટલી માત્રામાં ડોઝ આપવો કે જેથી કે જેનાથી શરીરને કોઈ ખતરો ન થાય, કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય તે જાણવામાં ખુબ સમય લાગી જાય છે.

Image Source

કેવી રીતે કરવામાં આવે છે પ્રયોગ?:

ફેજ-1:
સૌથી પહેલા દર્જનો સ્વસ્થ લકો પર વેક્સિનનો ટ્રાયલ થાય છે. જેમાં ત્રણ મહિના જેટલો સમય લાગે છે, જો ફેજ-1 માં તેઓને કોઈ સમસ્યા નથી આવતી તો પછી તેઓ પર આગળનું ફેજ કરવામાં આવે છે.

ફેજ-2:
આ વખતે સેંકડો લોકો પર એ કોશિશ હોય છે કે તેઓ વાયરસના સંક્રમણના એરિયાથી હોય, જેમાં 6 થી આઠ મહિનાનો સમય લાગે છે. જો અહીં સુધી પણ બધું ઠીક ચાલે તો પછી આગળનો ફેજ કરવામાં આવે છે.

Image Source

ફેજ-3:
આ ફેજ માટે હજારો લોકોને લેવામાં આવે છે અને તે પણ વાયરસના સંક્રમણના એરિયાથી. જેના માટે બીજા છ થી આઠ મહિના લાગે છે. જો આ ફેઝમાં કોઈ સમસ્યા ન આવે તો પછી અપ્રુવલ તરફ મામલો આગળ વધે છે.

દરેક ટેસ્ટનો ડેટા કોઈ ડ્રગ રેગ્યુલેટરી બૉડીની પાસે જાય છે. ભારતમાં Central Drugs Standard Control Organization છે અને અમેરકામાં US Food and Drug Administration છે. આ સંસ્થાઓ દરેક ડેટા રાખે છે અને તેના પછી નિર્ણય લે છે કે વેક્સિનને અપ્રુવ કરવું કે નહીં! આ પ્રોસેસમાં પણ ઘણા મહિનાઓ કે વર્ષનો સમય પણ લાગી શકે છે. આ બધું થઈ ગયા પછી આ વેક્સિનની મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ શરૂ કરવામાં આવે છે.

Image Source

જેનીફરની સાથે બીજા વોલિન્ટિયર્સ ઇતિહાસનો હિસ્સો બની રહ્યા છે. એક વૈશ્વિક મહામારીના દરમિયાન લોકોના સર્વાઈવલની લડાઈમાં પહેલા મોકલવામાં આવેલા સૈનિકો જેનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે અને તે ડોકટરો પણ જેઓ ખુબ ઓછા સમયમાં એક મોટી બીમારીમાંથી રાહત મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.